બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / સેનાની જાસૂસી કાંડમાં ગુજરાત ATSએ આરોપીની કરી ધરપકડ, જાસૂસને સીમકાર્ડ આપનારાને દિલ્હી એરપોર્ટથી દબોચ્યો

જામનગર / સેનાની જાસૂસી કાંડમાં ગુજરાત ATSએ આરોપીની કરી ધરપકડ, જાસૂસને સીમકાર્ડ આપનારાને દિલ્હી એરપોર્ટથી દબોચ્યો

Last Updated: 04:16 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં સેનાની જાસૂસી મામલે ગુજરાત એટીએસ દ્વારા જાસૂસી માટેનાં સિમકાર્ડ ખરીદનાર શખ્શને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આજનાં ટેકનોલોજીનાં યુગમાં લોકો અનેક કિસ્સાઓનો ભોગ બનતા હોય છે. જેમકે સાયબર ક્રાઈમ, હેકીંગ સહિતનાં અનેક છેંતરપીંડીનાં કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કેટલાક જાસૂસો દ્વારા ભારતીય સેનાની જાસૂસી કરતા હોવાની માહિતી ગુજરાત એટીએસને મળતા ગુજરાત એટીએસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. કેવી રીતે ભારતીય સેનાની જાસૂસી કરવામાં આવતી હતી.

vlcsnap-2024-04-30-16h04m27s580

મૂળ જામનગરનાં બેડી ગામે રહેતો ખાતે રહેતો મોહમ્મદ સંકલેન માછીમારી કરી પોતાનાં પરિવારનું ગુજરાત ચલાવતો હતો. માછીમારી દરમ્યાન તેની મિત્રતા અઝગર આઝીઝ સાથે થઈ હતી. જે બાદ અઝગર દુબઈ ગયો હતો. ત્યારે મોહમ્મદ સંકલેનને દુબઈ લઈ ગયો હતો. પરંતું આઝીઝને ખબર ન હતી કે જેને તે મિત્ર સમજી રહ્યો છે. તે પાકિસ્તાની જાસૂસ છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થાનાં એજન્ટોએ મોહમ્મદ સંકલેનને સીમકાર્ડની જવાબદારી સોંપી હતી. ત્યારે મોહમ્મદ સંકલેન દ્વારા આણંદનાં તારાપુર ખાતે રહેતા લાભશંકર મહેશ્વરીને સીમકાર્ડ આપ્યા હતા. જે બાબતની જાણ ગુજરાત એટીએસને થતા ગુજરાત એટીએસ દ્વારા મુખ્ય સૂત્રધાર એવા પાકિસ્તાની જાસૂસ લાભશંકરની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમ્યાન જાસૂસ લાભશંકર દ્વારા 7 પાકિસ્તાની એજન્ટો હોવાની ચોંકાવનારી વિગત સામે આવી હતી. ગુજરાત એટીએસ દ્વારા બે જાસૂસોને ઝડપી પાડી તેઓની પૂછપરછ હાથ ધરી છે. તેમજ કુલ 7 પાકિસ્તાની એજન્ટો વિરૂદ્ધ ગુનો નોંધી ફરાર પાંચ આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

સિમકાર્ડને એક્ટિવેટ કરી પાકિસ્તાન મોકલવામાં આવતા

ભારતીય સેનાનાં જવાનોની જાસૂસી કેસમાં ગુજરાત એટીએસ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરતા એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. જાસૂસી કરાવવા માટે આરોપી સીમકાર્ડ પ્રોવાઈડ કરવાનું કામ કરતો હતો. ત્યારે જામનગરનાં બેડી ગામનાં રહેવાસી આરોપી મોહમ્મદ સંકલેન દ્વારા એક સીમકાર્ડ ખરીદીને આણંદ ખાતે રહેતા લાભશંકર મહેશ્વરી નામનાં પાકિસ્તાની જાસૂસને મોકલ્યું હતું. આ સિમકાર્ડ લાભશંકરે પોતાની બહેનની મદદથી પાકિસ્તાન મોકલીને કાર્ડ એક્ટિવેટ કરાવ્યું હતું. આ જાસૂસોએ ભારતીય સીમકાર્ડની મદદથી આર્મીનાં જવાનને મેસેજ કરી એક લિંક મોકલતા હતા. જાસૂસો દ્વારા મેસેજમાં મોકલેલ લિંકમાં માલવેર વાયરસની સાથે એપ્લિકેશન ડાઉનલોડ કરવતા હતા. એપ્લિકેશન ડાઉનલોડ થતાની સાથે જ ફોનને હેક કરીને તમામ માહિતી પાકિસ્તાન મોકલતા હતા. ગુજરાત એટીએસ દ્વારા અગાઉ પણ લાભશંકર મહેશ્વરીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં સીમકાર્ડ મોકલનાર મોહમ્મદ સંકલેનનું નામ ખુલવા પામ્યું હતું.

Gujarat ATS 1

કેવી રીતે કરવામાં આવતી હતી જાસૂસી

આ સમગ્ર મામલે એટીએસનાં ડી.વાય.એસ.પી હર્ષ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જે તે વખતે મુખ્ય આરોપી લાભશંકર દુર્યોધન મહેશ્વરીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તપાસ દરમ્યાન વિગતો બહાર આવી હતી કે લાભશંકર મહેશ્વરીએ ઈન્ડિયન સિમકાર્ડનો નંબર વોટ્સઓટીપી જનરેટ કરી પાકિસ્તાન આર્મી અથવા તો આઈએસઆઈનાં કોઈ એજન્ટને આપ્યો હતો. જે ઓટીપીનો ઉપયોગ કરી વોટ્સએપ એકાઉન્ટ ત્યાં એક્ટિવેટ કરવામાં આવ્યું હતું. જે સીમકાર્ડ મારફતે આર્મીનાં સિપાઈને ફોન કરી આર્મી પબ્લિક સ્કૂલમાંથી વાત કરી રહ્યા છીએ. અને પરીક્ષા શિડ્યુલ અપડેટ બાબતે પીડીએફ મોકલી. આ મોકલેલ પીડીએફએ રીયલમાં એક એપ્લીકેશન ફાઈલ હતી. જેમાં રિમોટ જનરેટ સંતાડેલ રેટ ડાઉનલોડ કરીને મોકલવામાં આવતું હતું. જે રેટ ડાઉનલોડ કરતા ઈન્ડિયન આર્મીનાં ફોન કોમ્પ્રોમાઈસ થઈ જતા હતા.

Harsh Upadhyay Dysp ATS

મુખ્ય આરોપી ઝડપાતા વધુ 7 એજન્ટોનો પર્દાફ્રાશ થયો

આ સમગ્ર કેસ બાબતે ગુજરાત એટીએસની તપાસમાં એક પછી એક મોટા ખુલાસા થવા પામ્યા હતા. જેમાં જામનગરનો મોહમ્મદ સંકલે દુબઈનાં અઝગર આઝીઝ મોદી સાથે સંપર્કમાં હતો. ત્યારે મોહમ્મદ સંકલેન જામનગર ખાતે માછીમારી કરતો હતો. જેથી બંનેને મિત્રતા થઈ હતી. ત્યારે અઝગર જ્યારે દુબઈ ગયો ત્યારે સંકલેનને પણ દુબઈ લઈ ગયો હતો. ત્યારે પાકિસ્તાની જાસૂસ સંસ્થાનાં એજન્ટોએ સંકલેનને સીમકાર્ડ માટેની જવાબદારી સોંપી હતી. તેમજ સીમકાર્ડ આણંદનાં તારાપુરમાં રહેતા લાભશંકર મહેશ્વરીને સીમકાર્ડ આપવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા જાસૂસ લાભશંકરની ધરપકડ કરી લેતા વધુ 7 પાકિસ્તાની એજન્ટોનો પર્દાફ્રાશ થવા પામ્યો હતો.

Indian arma jasusi

મોહમ્મદ સકલેનની ગુજરાત ATS ઝડપ્યો

ગુજરાત એટીએસ દ્વારા મુખ્ય આરોપી લાભશંકર દુર્યોધન મહેશ્વરીની પ્રથમ ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તપાસ દરમ્યાન ખુલેલ હતું કે, લાભશંકર મહેશ્વરી પાસે જે સિમકાર્ડ હતું. તે અઝગર અલી સાથે કોન્ટેક કરીને મેળવ્યું હતું. ગુજરાત એટીએસ દ્વારા અઝગર અલીની પણ ધરપકડ કરી હતી. આ સિમકાર્ડ જે વ્યક્તિનાં નામે ઈશ્યું થયું હતું. તેનું નામ મોહમ્મદ સકલેન થઈ રહે. બેડી, જામનગરવાળો જે પહેલા જામનગર ખાતે રહેતો હતો. અને ગુનો કર્યા બાદ તે દુબઈ ખાતે બોટ ચલાવતો હતો. અને ત્યાં જતો રહ્યો હતો. મોહમ્મદ સકલેનની ગુજરાત એટીએસ દ્વારા દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી.

વધુ વાંચોઃ માત્ર 26 દિવસમાં હીટસ્ટ્રોકના 335 ઇમરજન્સી કૉલ આવ્યા, જુઓ શું કહે છે એનાલિસિસિના આંકડા

એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો

જામનગરમાં આર્મીની જાસૂસી મામલે ગુજરાત એટીએસ દ્વારા હાલ તો 7 પાકિસ્તાની એજન્ટો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાંથી બે જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પાંચ એજન્ટો હજુ ફરાર છે. આ જાસૂસ પાકિસ્તાની સંસ્થા સાથે કોઈ નાણાંકીય વ્યવહાર કર્યો છે કે કેમ અને અન્ય કોઈ એજન્ટ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં એટીએસ દ્વારા તપાસ શરૂ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ