બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / શું છે TTS? જેનાથી કોવિશિલ્ડ વેક્સિન લેનારા લોકોને જીવલેણ બીમારીનું જોખમ

જાણવા જેવું / શું છે TTS? જેનાથી કોવિશિલ્ડ વેક્સિન લેનારા લોકોને જીવલેણ બીમારીનું જોખમ

Last Updated: 02:05 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે કોવિડ 19નાં સંક્રમણને રોકવા માટે કોવિશિલ્ડ વેક્સિન લીધી છે, તો તમારા માટે આ જાણકારી ખૂબ જ જરૂરી છે. કારણ કે આ વેક્સિનની કેટલીક આડઅસર છે જેનાથી જીવ જવાનું જોખમ ઘણું વધી જાય છે.

2020 માં, કોવિડ-19 સંક્રમણ અને તેના કારણે મૃત્યુના ઝડપથી વધી રહેલા કેસોને રોકવા માટે, વિશ્વની ફાર્માસ્યુટિકલ કંપનીઓએ તેના માટે એક વેક્સિન તૈયાર કરવાનો પ્રયાસ શરૂ કર્યો. જેમાંથી ભારતે બે કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી વેક્સિન પર વિશ્વાસ દર્શાવ્યો હતો. જેમાં બ્રિટનની ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા અને ભારત બાયોટેકની સ્વદેશી કંપની સામેલ હતી.

જણાવી દઈએ કે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન હેઠળ, 2022 સુધીમાં 1.7 અબજ લોકોને કોવિશિલ્ડ વેક્સિન આપવામાં આવી હતી, જે કોવેક્સિનના રસીકરણ કરતા અનેક ગણી વધારે છે. કોવિશિલ્ડ વેક્સિન લગાવ્યા પછી તેની આડઅસરો અંગે ઘણી વખત મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ કંપનીએ ક્યારેય તેને જીવલેણ નથી માની. પરંતુ હવે એસ્ટ્રાઝેનેકાએ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું છે કે TTS એ કોવિશિલ્ડની દુર્લભ આડઅસર છે. જેના કારણે જીવ પણ જઈ શકે છે.

શું છે TTS?

TTS નું સંપૂર્ણ સ્વરૂપ થ્રોમ્બોસિસ થ્રોમ્બોકાઇટોપેનિયા સિન્ડ્રોમ છે. આમાં, શરીરનું લોહી જાડું થઈ જાય છે, જેના કારણે લોહી ગંઠાઈ જવા લાગે છે. આ સાથે પ્લેટલેટ્સ પણ ઘટવા લાગે છે. ડરામણી વાત એ છે કે આ બ્લડ ક્લોટિંગ મુખ્યત્વે મગજ અને પેટમાં થાય છે.

કોવિશિલ્ડ વેક્સિન લીધા પછી આ લક્ષણો દેખાવા જોખમી

જો તમને કોવિશિલ્ડ વેક્સિન લીધી હોય અને તેનાથી તમને થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ થયો છે, તો શરીરમાં આ લક્ષણો જોવા મળી શકે છે -

  • તીવ્ર અથવા સતત માથાનો દુખાવો
  • ઝાંખી દ્રષ્ટિ
  • શ્વાસ લેવામાં તકલીફ
  • છાતીમાં દુખાવો
  • પગમાં સોજો
  • સતત પેટમાં દુખાવો
  • ત્વચાની નીચે ઉઝરડા અથવા લોહીના નાના ધબ્બા

વેક્સિનેશનનાં ઘણા દિવસો પછી જોવા મળે છે લક્ષણો

અમેરિકન સોસાયટી ઓફ હેમેટોલોજી અનુસાર, જો વેક્સિનેશન કરાવ્યા પછી 4-42 દિવસની અંદર, તમને શ્વાસ લેવામાં તકલીફ, ગંભીર માથાનો દુખાવો, જોવામાં તકલીફ, પીઠનો દુખાવો, પેટમાં દુખાવો, ઉઝરડા થવા અથવા રક્તસ્રાવ થવો, ઉબકા, ઉલટી, પગમાં દુખાવો અથવા સોજો જેવા લક્ષણો જોવા મળે છે, તે TTSના સંકેત હોઈ શકે છે, જેમાં તાત્કાલિક આરોગ્ય નિષ્ણાત દ્વારા તપાસની જરૂર પડે છે.

વધુ વાંચો: કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર

TTSથી થઈ શકે છે આ જીવલેણ બીમારીઓ

TTSથી હાર્ટ એટેક, સ્ટ્રોક, બ્રેઈન ડેમેજ જેવી જીવલેણ બીમારીઓનું જોખમ ઘણું વધી જાય છે. તમને જણાવી દઈએ કે બ્રિટનના રહેવાસી જેમી સ્કોટ પણ આ વેક્સિનનાં કારણે બ્રેઈન ડેમેજનો શિકાર બન્યા હતા. આ પછી જ તેણે એસ્ટ્રાઝેનેકા દ્વારા બનાવવામાં આવેલી કોવિશિલ્ડ વેક્સિન પર કોર્ટમાં પ્રશ્નો ઉઠાવ્યા અને કંપનીએ પોતાની ભૂલ સ્વીકારવી પડી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ