બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ભારત / 'તેમની નિરાશા એટલી હદે પહોંચી ગઈ કે...', ફેક વીડિયો મુદ્દે અમિત શાહે કોંગ્રેસને લીધી આડે હાથ

લોકસભા ચૂંટણી 2024 / 'તેમની નિરાશા એટલી હદે પહોંચી ગઈ કે...', ફેક વીડિયો મુદ્દે અમિત શાહે કોંગ્રેસને લીધી આડે હાથ

Last Updated: 01:18 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેલંગાનાનાં મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડીએ સોમવારે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો નકલી વિડિયો વાયરલ થવા મામલે દિલ્લી પોલીસ દ્વારા તેમને તપાસ માટે નોટીસ ફટકારવામાં આવી છે. પરંતું તેઓ ડરવાવાળા લોકોમાંથી નથી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં ભાષણને ફેક વીડિયો મામલે પોલીસે કોંગ્રેસનાં એક કાર્યકર્તાની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આ ધરપકડ આસામમાં થઈ છે. તો બીજી તરફ દિલ્લી પોલીસ તેલંગાનાનાં મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી સહિત 8 લોકો સામે નોટીસ જાહેર કરી છે. આ આઠ લોકોમાં 3 લોકો ઉત્તર પ્રદેશનાં છે. દિલ્હી પોલીસનાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેલંગનાનાં મુખ્યમંત્રી સહિત 8 લોકોને નોટીસ આપી દેવામાં આવી છે. તેમજ તમામ લોકોને પૂછપરછ માટે દિલ્લી બોલાવવામાં આવ્યા છે. તેમજ સાથે તમામ લોકોને તેમનો મોબાઈલ લઈને આવવાનું પણ કહ્યું છે.

તપાસનો રેલો અન્ય રાજ્યો સુધી પહોંચી શકે છે

પૂછપરછ માટે બોલાવવામાં આવેલ ઝારખંડનાં કોંગ્રેસનાં મોટા હોદ્દેદારને તેમજ નાગાલેન્ડ કોંગ્રેસનાં મોટા પદાધિકારીને દિલ્હી પોલીસે નોટીસ ફટકારી છે. તેમજ તમામ લોકોને પૂછપરછ માટે દિલ્લી બોલાવવામાં આવ્ય છે. તે સિવાય મુંબઈમાં પણ અજ્ઞાત શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં મહારાષ્ટ્ર કોંગ્રેસનાં સોશિયલ મીડિયા એકાઉન્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ફેક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયર થયો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે ભાજપની સરકાર બનશે તો એસસી, એસટી તેમજ ઓબીસીનું આરક્ષણ પૂરુ કરી દેશે. જે બાદ વીડિયોની હકીકત તપાસતા વીડિયો ફેંક હોવાનું સાબિત થયું હતું. જે બાદ ગૃહમંત્રાલયની ફરિયાદનાં આધારે પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે. જે બાદ દિલ્લી પોલીસની સ્પેશ્યલ સેલની એક ટીમ તેલંગાનાંમાં છે અને ટીમને તેલંગાનાનાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને નોટીત ફટકારી તેઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

શું કહ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વીડિયો વાયરલ થયા બાદ અમિત શાહે આ સમગ્ર મામલે ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, અમે પૂર્ણ બહુમતનો ઉપયોગ 370 ની હટાવવામાં કર્યો, કોરોનાં વિરૂદ્ધ લડવામાં કર્યો, અંગ્રેજોના સમયનાં કાયદામાં ફેરફાર કરી ભારતીય પદ્ધતિનાં કાનૂવન લાવ્યા તેમજ ત્રિપલ તલાકને હટાવવામાં આવ્યું. જે બાદ કોર્ટમાંથી આદેશ મળ્યા બાદ રામ મંદિર બનાવવામાં અમારી સરકારે મહત્વની ભૂમિકા ભજવી છે.

વધુ વાંચોઃ પાળતું કુતરાથી પણ સાવધાન રહેજો, કેમેરામાં કેદ થયા ભયાનક દ્રશ્ય, જુઓ વીડિયો

વધુમાં અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જૂઠું ફેલાવીને જનતાને ભરમાવવા માંગે છે. ભારતીય જનતા પાર્ટી એસસી, એસટી અને ઓબીસી આરક્ષણની સમર્થક અને હંમેશા સંરક્ષણ માટે કામ કરશે. આ વાત નરેન્દ્ર મોદીએ પણ કહી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ