બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / કોણ છે આ બોલિવુડ હસીના, જે લગ્ન પહેલા રોહિત શર્માના દિલ પર રાજ કરતી?

Rohit Sharma Birthday / કોણ છે આ બોલિવુડ હસીના, જે લગ્ન પહેલા રોહિત શર્માના દિલ પર રાજ કરતી?

Last Updated: 12:03 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માએ 6 વર્ષ સુધી રિતિકા સજદેહને 6 વર્ષ સુધી ડેટ કર્યા બાદ બંનેએ 2015માં લગ્ન કર્યા હતા, પરંતુ લગ્ન પહેલા, હિટમેન બોલિવૂડ અભિનેત્રી માટે પાગલ હતો અને તેને પોતાનો ક્રશ માનતો હતો.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા 37 વર્ષનો થઈ ગયા છે અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હીટમેન તેની બેટિંગ અને શાનદાર કેપ્ટનશિપ માટે જાણીતા છે. રોહિત શર્મા મેદાન પર ઘણા રેકોર્ડ તોડી ચૂક્યો છે, પરંતુ શું તમે જાણો છો કે રોહિતને આ બૉલીવુડ અભિનેત્રી પર 'ક્રશ' હતો.

એ તો જાણીતું જ છે કે રોહિત શર્માએ યુવરાજ સિંહની માનેલી બહેન રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન પહેલા, હિટમેન બોલિવૂડ અભિનેત્રી માટે પાગલ હતો અને તેને પોતાનો ક્રશ માનતો હતો.

ઘણા ઓછા લોકો જાણે છે કે રોહિત શર્મા બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરનો મોટો ફેન છે. કરિનાની પહેલી ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ રોહિતને તેની પર ક્રશ હતો અને આ કારણથી રોહિતે કરીનાની ફિલ્મો ઘણી વખત જોઈ હતી. એક ઈન્ટરવ્યુ દરમિયાન રોહિતે કહ્યું હતું કે મને કરીના ગમે છે, કરીના ખૂબ જ સુંદર છે અને ખાસ કરીને તેની આંખો.'

એક ઈન્ટરવ્યુમાં રોહિતે ફિલ્મો પ્રત્યેની પોતાની દિવાનગી બતાવતા કહ્યું હતું કે, 'બોલિવૂડ મને આકર્ષિત કરે છે. હું મધુબાલા, વહીદા રહેમાન, કિશોર કુમાર, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની ફિલ્મો જોઈને મોટો થયો છું. હિન્દી સિનેમા મારા દિલની નજીક છે. મને હોલીવુડની ફિલ્મો પણ ગમે છે. પરંતુ જો તમે મને પૂછો કે મારી પ્રિય અભિનેત્રી કોણ છે? તો ખચકાટ વિના હું એક જ નામ લઈશ અને તે છે કરીના કપૂર.'

વધુ વાંચો: Happy Birthday Rohit Sharma: એમ જ નથી કહેવાતો હિટમેન! ક્રિકેટમાં રોહિતના નામે છે આ 5 ઐતિહાસિક રેકોર્ડ, જેને તોડવા મુશ્કેલ

જણાવી દઈએ કે 6 વર્ષ સુધી રિતિકા સજદેહ અને રોહિતે એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 2015માં રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ