બ્રેકિંગ ન્યુઝ
દૈત્યોના ગુરૂ શુક્રનું ગોચર દેવ ગુરૂ બૃહસ્પતિની રાશિ મીનમાં થવા જઈ રહ્યું છે. શુક્ર ગ્રહ 31 માર્ચે 4.54 પીએમ પર મીનમાં પ્રવેશ કરશે અને 25 માર્ચે 12.07 એએમ સુધી તેમાં વિદ્યમાન રહેશે. શુક્રના મીનમાં ગોચર કરવાથી અમુક રાશિના લોકોના જીવનમાં રાજસી ઠાઠમાઠ અને સુખ સુવિધા વધી શકે છે.
ADVERTISEMENT
.jpg)
મીનમાં શુક્ર ગોચર
મેષ
નોકરી અને બિઝનેસ કરનાર જાતકો માટે શુક્રનું ગોચર શુભ ફળ આપશે. તમને પ્રમોશનમાં લાભ મળી શકે છે. ત્યાં જ વેપારમાં નફો થશે.
ADVERTISEMENT
વૃષભ
જો તમે કોઈ નવો બિઝનેસ કે કામ શરૂ કરવા માંગો છો તો શુક્રનું ગોચર શુભ રહેશે. તમારા કાર્યમાં સફળતા મળશે. તમારી સુખ અને સુવિધાઓ વધશે. 25 દિવસમાં તમે રાજસી ઠાઠમાઠનો અનુભવ કરી શકો છો.
મિથુન
શુક્રનું રાશિ પરિવર્તન તમારી નોકરી માટે સારૂ રહેશે. તમારા બોસ ખુશ રહેશે. જેના કારણે તમને પ્રમોશન અને વેતન વૃદ્ધિનો લાભ થઈ શકે છે. વિદેશમાં નોકરી કરવાના અવસર મળી શકે છે.
ADVERTISEMENT

કર્ક
શુક્રના કારણે તમને સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે સાથે જ સંપત્તિમાં પણ વધારો થશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ મકાન, દુકાન કે વાહન ખરીદી શકો છો. તમારા પ્રેમ સંબંધ મજબૂત થશે અને સંબંધમાં મિઠાસ આવશે.
ADVERTISEMENT
સિંહ
તમારી રાશિના લોકો માટે શુક્રનું ગોચર નકારાત્મક પ્રભાવ વાળું છે. કરિયરમાં નવા પડકાર સામે આવી શકે છે. જેમાં મનોબળ કમજોર થઈ શકે છે. આર્થિક સ્થિતિ પણ ડામાડોળ થઈ શકે છે. કારણ કે હિસાબ વગરાન ખર્ચ થશે. જેના કારણે રોકાણ ન કરો.
કન્યા
જો તમે કોઈ કામથી બહાર યાત્રા કરવાના છો તો શુક્રનું રાશિ પરિવર્તન તમને લાભ આપી શકે છે. જેનાથી મારો બિઝનેસ આગળ વધશે. તમને કોઈ મોટી ડીલ મળી શકે છે. જેના સાથે મોટો નફો હાથ લાગી શકે છે.
ADVERTISEMENT

તુલા
તમારી રાશિના લોકોને 31 માર્ચથી 25 એપ્રિલની વચ્ચે વાદ વિવાદ કે લડાઈ ઝગડાનો સામનો કરવો પડી શકે છે. લાઈફમાં ઘણા પ્રકારની સમસ્યાઓ પેદા થઈ શકે છે. બિઝનેસ કરતા લોકોને પોતાના કામ પર ફોકસ કરવાનું રહેશે. નહીં તો તમે સફળતા નહીં મેળવી શકો.
ADVERTISEMENT
વૃશ્ચિક
જે લોકો વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે કે નોકરી કરવા માંગે છે તેમને કોઈ ખુશખબરી મળી શકે છે. ત્યાં જ કામ કરનારને પોતાના કાર્ય સ્થળ પર વિવાદથી દૂર રહેવું જોઈએ. નહીં તો કામ ખરાબ થઈ શકે છે અને તમારી પ્રગતિ પ્રભાવિત થઈ શકે છે.
ધન
શુક્ર ગ્રહની કૃપા તમારા પર થશે અને તમે રાજાની જેમ જીવન પસાર કરશો. 25 દિવસમાં તમારી સુખ અને સુવિધાઓ વધશે. ઘરમાં શાંતિ મળશે અને કામનો સ્ટ્રેસ નહીં થાય. તમે કોઈ તમારી પ્રિય વસ્તુ ખરીદી શકો છો.

મકર
કરિયરની દ્રષ્ટિથી શુક્રના ગોચરથી તમને લાભ મળી શકે છે. આજે જે કામ કરશે તેનું ફળ ભવિષ્યમાં પ્રાપ્ત થશે અને તમારા સહકર્મી તમને મદદ કરશે.
કુંભ
શુક્રના આ ગોચરના કારણે તમારૂ ભાગ્યોદય થઈ શકે છે. તમે પોતાનું લક્ષ્ય પુરૂ કરવામાં સફળ થશે. જેનાથી તમારી ઉન્નતિ થશે. કરેલું રોકાણ સારો ધન લાભ આપી શકે છે. મહિલા મિત્ર કે પ્રેમિકાથી લાભ મળવાની સંભાવના છે.
મીન
બિઝનેસ માટે શુક્રનું ગોચર એક ખૂબ જ લાભકારક છે. તમારા વ્યાપારનો વિસ્તાર થઈ શકે છે અને તમે બન્ને હાથોથી નફો કમાવવામાં સફળ થઈ શકો છો. 31 માર્ચથી 25 એપ્રિલની વચ્ચેનો સમય સુખદ બની શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.