બ્રેકિંગ ન્યુઝ
જૂનાગઢમાં સિંચાઈ ખાતાની અણઆવડતનો વધું એક ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. છેલ્લા 3 વર્ષથી ભાદર ડેમનો પાળો તૂટી ગયો છે, છતાં પણ તંત્રને પાળો બાંધવાનો સમય નથી મળતો, પરિણામે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. ભાદર ડેમનો પાળો તૂટી જવાથી આજૂબાજૂના વિસ્તારમાં રહેલા ખેડૂતોના ખેતરમાં મોટા પાયે ધોવાણ થતું હોવાની ફરિયાદો ખેડૂતો અવારનવાર કરતા આવ્યા છે. છતાં પણ બહેરા તંત્રના કાને આ વાત પહોંચતી નથી.
ADVERTISEMENT
મુખ્યમંત્રીને પણ લખ્યો છે પત્ર
આટલું આટલું થવા છતાં પણ ખેડૂતોના ખેતરો સામે જોવાની કોઈ જરાં પણ તસ્દી લેતા નથી. ખેડૂતોએ આ અંગે અનેક વખત રજૂઆત પણ કરી છે, તેમ છતાં પણ તેમની ફરિયાદને ધ્યાને લેવામાં આવતી નથી. છેલ્લા 3 વર્ષથી ભાદર ડેમનો પાળો તૂટી ગયો છે. જેના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાય જવાથી પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ બાબતને લઈને માણાવદર તાલુકાના ખેડૂતો અને કોંગ્રેસ પ્રમુખે પણ મુખ્યમંત્રીનો પત્ર લખ્યો હતો.
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે, ભાદર ડેમના તૂટેલા પાળાથી પાણી વહીં જવાના કારણે આજૂબાજૂના ચિખલોદ્રા, દેશીંગા, સરાળિયા સહિતના ગામો બેટમાં ફેરવાય છે, જ્યારે વાળા, લીંબૂળા, વેકરી ગામમાં પણ ચોમાસામાં પાણી ભરાય છે.
ઉગ્ર આંદોલનની ચિમકી, પાળો બાંધી આપવા કરી રજૂઆત
ADVERTISEMENT
ખેડૂતો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, પાળો તૂટી જવાથી પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ માટે ત્રણ ત્રણ વર્ષથી રજૂઆત કરવામાં આવે છે છતાં પણ કંઈ ધ્યાન આપવામાં આવતું નથી. અમારા ચણા, જીરૂ જેવા પાક પણ નિષ્ફળ ગયાં છે. રજૂઆત કરવા જઈએ તો, કોઈ અમારુ સાંભળતુ જ નથી. અમારી પાસે ખેતી કરવાના હવે પૈસા પણ નથી રહ્યા, બિયારણના પૈસા નથી રહ્યા, આ સરકાર કંઈ ધ્યાન આપતી જ નથી. તેથી હવે અમે નદીંકાઠાના ખેડૂતો એકઠાં થઈને ઉગ્ર આંદોલન કરવાના છીએ. રસ્તાઓ બંધ કરવાના છીએ. અમારી આ સમસ્યા માટે થઈને અમે તમામ ખેડૂતોને એકઠા કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું.
મોરબીના ખેડૂતોની પણ આવી જ હાલત
ADVERTISEMENT
આ બાજૂ મોરબીના ખેડૂતોની પણ કંઈક આવી જ હાલત થઈ રહી છે. મોટા અધિકારીઓની બેદરકારીના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. બ્રહ્રાણી-2થી ભરતનગર સુધી પાણીની લાઇન નાખવામાં આવી હતી, જો કે તેમાં ભંગાણ થતાં આજૂબાજૂના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં. જેના કારણે 15થી વધારે ખેતરોમાં મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરોમાં રહેલો જીરૂ, ઘઉં, એરંડા સહિતના પાકને મોટું નુકસાન થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.