Judge' Caught on Camera Sexually Exploiting Woman in His Chamber, CCTV Video Goes Viral
વાયરલ /
VIDEO : જજ સાહેબ ચેમ્બરમાં સ્ટેનો સાથે મનાવવા લાગ્યા રંગરેલિયા, વીડિયો વાયરલ થતા કરાયા ઘરભેગા
Team VTV09:02 PM, 30 Nov 22
| Updated: 09:53 PM, 30 Nov 22
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના સેસન્સ જજ જિતેન્દ્ર કુમાર મિશ્રાનો એક મહિલા સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ થતા હડકંપ મચ્યો છે.
દિલ્હી હાઈકોર્ટના જજનું શરમજનક કૃત્ય
મહિલા સ્ટેનોગ્રાફર સાથે ચેમ્બર કરી અશ્લીલ હરકત
વીડિયો વાયરલ થતાં જજને કરાયા સસ્પેંન્ડ
સીસીટીવીમાં ઝડપાયું જજનું કામ
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના સેસન્સ જજ જિતેન્દ્ર કુમાર મિશ્રાએ એક શરમજનક કામ કરીને ન્યાયપાલિકાની છાપ ખરાબ છે. જિતેન્દ્ર કુમાર મિશ્રા તેમની ચેમ્બરમાં મહિલા સ્ટેનો સાથે અશ્લિલ હરકત કરતા કેમેરામાં ઝડપાયા હતા. ઘટના માર્ચ મહિનાની છે પરંતુ તેનો વીડિયો હવે વાયરલ થતા હડકંપ મચ્યો છે. જજ પાસેથી લોકોને ન્યાયની આશા હોય છે પરંતુ અહીં તો ખુદ જજ મહિલા સાથે અશોભનીય હરકત કરતા માલૂમ પડ્યાં હતા.
A Judge is posted in Delhi. Inside the chamber, making out with a woman There is no concern for the dignity of the post, nor sanctity of the place. pic.twitter.com/pxbpUDpXZk
સીસીટીવી પર ઢાંકેલું કપડું હટી જતા જજની હરકત ઝડપાઈ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જજ જિતેન્દ્ર કુમાર મિશ્રા તેમની ચેમ્બરમાં ખુરશીમાં બેઠા છે અને તેમની બાજુમાં મહિલા સ્ટેનોગ્રાફર ઊભેલી છે. જજ મિશ્રાએ બેઠા બેઠા મહિલાને પકડી હતી અને તેમના વસ્ત્રો ઉતારવા લાગ્યા હતા. થોડી વાર સુધી તેમની આ હરકત ચાલુ રહી હતી, જજ મહિલાને કિસ પણ કરી હતી. જજ મિશ્રા લાગેલા સીસીટીવી કેમેરાને કપડાંથી ઢાંકી દીધા હતા જેથી કરીને તેમનું આ કામ કોઈને ખબર ન પડે પરંતું સીસીટીવી આડેનું કપડું અચાનક હટી જતાં તેમની અશ્લિલ હરકત કેમેરામા કેદ થઈ હતી અને હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
આરોપી જજ ઘરભેગા થયા
વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી હાઈકોર્ટ પણ એક્શનમાં આવી હતી અને ન્યાયપાલિકાનું નામ વધારે ખરાબ થતું અટકાવવા માટે તાબડતોબ જિતેન્દ્ર કુમાર મિશ્રાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ ઘટના માર્ચ મહિનામાં બની હતી, જેનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. આ પહેલા પણ આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, જેમાં ઘટનાના વીડિયો બનાવીને તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવે છે. આ મામલે હવે દિલ્હી હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે.