ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ભારતમાં આવી રહી છે ₹30થી 50 લાખની ધાંસુ 'JSW Combat': જાણો Jetour T2 માંથી શું બદલાયું?

photo-story

5 ફોટો ગેલેરી

ઓટો / ભારતમાં આવી રહી છે ₹30થી 50 લાખની ધાંસુ 'JSW Combat': જાણો Jetour T2 માંથી શું બદલાયું?

Last Updated: 07:27 PM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Jetour T2નું ફેસલિફ્ટ ચીનમાં લોન્ચ થયું છે. જેમાં ગોળાકાર હેડલાઇટ્સ, સુધારેલું ઇન્ટિરિયર અને મજબૂત એન્જિન ઓપ્શન છે. ભારતમાં આના આધારે બનનારી JSW કોમ્બેટની લોન્ચ હવે થોડી મોડી થવાની શક્યતા છે.

1/5

photoStories-logo

1. Jetour T2

Jetour T2નું નવું ફેસલિફ્ટ વર્ઝન હવે ચીનના બજારમાં આવી ગયું છે. આ SUV ખાસ છે કેમ કે ભારતમાં JSW જે કોમ્બેટ નામની કાર લોન્ચ કરવા જઈ રહ્યું છે તે આ જ T2 પર આધારિત હશે. પહેલાં અપેક્ષા હતી કે કોમ્બેટ દિવાળી પહેલાં આવી જશે પણ હવે તેની લોન્ચ તારીખ પાછળ ધકેલાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. કંપનીએ હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ડિઝાઇનમાં શું બદલાયું?

નવા ફેસલિફ્ટમાં લુક વધુ સ્લીકર અને મેચ્યોર બન્યો છે. જૂના ચોરસ હેડલાઇટ્સની જગ્યાએ હવે ગોળાકાર હેડલાઇટ્સ મૂકવામાં આવી છે. ગ્રિલ પર મોટા અક્ષરોમાં ‘JETOUR’ લખેલું બેજિંગ અને પૂરી પહોળાઈ સુધી ફેલાયેલી એલઈડી સ્ટ્રિપ હેડલાઇટ્સને જોડે છે. સાઇડ પ્રોફાઇલમાં ખાસ ફેરફાર નથી ફક્ત વ્હીલ આર્ચ બોડી કલરના બનાવવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. અંદરની દુનિયા વધુ સ્માર્ટ

ઇન્ટિરિયરને વધુ ક્લીન અને એડવાન્સ બનાવવામાં આવ્યું છે. ડેશબોર્ડ પર બંને બાજુએ વર્ટિકલ એસી વેન્ટ્સ મૂકવામાં આવ્યા છે. સેન્ટર કોન્સોલ પર બે સ્માર્ટફોન હોલ્ડર છે, જેમાં Qi વાયરલેસ ચાર્જિંગની સુવિધા છે. જેમાં 15.6 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 10.25 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળે છે. 23 સ્પીકરવાળી સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ, 10-વે પાવર એડજસ્ટેબલ સીટ્સ અને નવું સ્ટીયરિંગ વ્હીલ આ કારને વધુ આરામદાયક બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. એન્જિન અને પાવર ઓપ્શન

બેઝ વેરિયન્ટમાં 1.5 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 184 પીએસ પાવર અને 290 એનએમ ટોર્ક આપે છે. તેની સાથે 7-સ્પીડ ડ્યુઅલ ક્લચ ગિયરબોક્સ જોડાયેલું છે. વધુ પાવર માટે 2.0 લિટર પેટ્રોલ એન્જિન પણ ઉપલબ્ધ છે. જે 254 પીએસ અને 390 Nm ટોર્ક પેદા કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ટર્બો એન્જિન

પ્લગ-ઇન હાઇબ્રિડ વેરિયન્ટમાં 1.5 લિટર ટર્બો એન્જિન,156 પીએસ, 220 Nm સાથે 26.61 kWh અથવા 45.12 kWhની બેટરી મળે છે. જેમાં ક્લીન ઇલેક્ટ્રિક મોડમાં અનુક્રમે 108 કિમી અને 173 કિમીની રેન્જ મળે છે. ભારતમાં આ કાર પર આધારિત JSW Combat 30 થી 50 લાખ રૂપિયાના ભાવમાં આવવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

JSW Combat Jetour T2 facelift new facelift
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ