બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / Jio IUC Calling Charges Only These Customer Have To Recharge Details Here
તો Reliance Jio તરફથી કહેવામાં આવ્યુ કે, Jio થી Jio ના નેટવર્ક પર હંમેશા કૉલિંગ ફ્રી રહેશે. જોકે તમને જણાવી દઇએ કે જે લોકોએ પહેલાથી રિચાર્જ કરાવ્યુ છે અને વેલિડિટી બાકી છે તેવા લોકોને બીજા નેટવર્ક પર કૉલિંગ કરવા માટે પૈસા આપવા પડશે નહી. જાણીએ વિસ્તારથી..
ADVERTISEMENT

દાખલા તરીકે આ ફોટોમાં જે પ્લાન છે તેની વેલિડિટી 26 ડિસેમ્બર સુધી છે એટલે કે 26 ડિસેમ્બર સુધી તમારે IUC ચાર્જ નહી આપવો પડે. એવામાં જો તમે બીજી કંપનીના નેટવર્ક પર 26 ડિસેમ્બર 2019 સુધી ફ્રીમાં વાત કરી શકશો. બીજા શબ્દોમાં કહીએ જે લોકો 10 ઓક્ટોબર અથવા તેના પછી રિચાર્જ કરાવશો તો તેમણે IUC ચાર્જ આપવો પડશે.
ADVERTISEMENT
જે યૂઝર્સને હાલના પ્લાનમાં વેલિડિટી બાકી છે, તો તેમની પાસે IUC ચાર્જ નહી લાગે એટલે કે તેઓ હજુ પણ બીજી કંપની નેટવર્ક પર ફ્રીમાં વાત કરી શકાશે. હાલમાં IUC ટૉપ-અપ માત્ર ગ્રાહકોને કરાવવું જરૂરી છે જેમના પ્લાનની વેલિડિટી ખત્મ થઇ ગઇ હોય.

ADVERTISEMENT
જો તમે Reliance Jio ગ્રાહક છે અને IUC ટૉપ-અપ કરાવવું વિચારી રહ્યા છો તો તમે My Jio App પર જઇને પ્લાનની વેલિડિટી ચેક કરો. જો તમારા પ્લાનની વેલિડિટી હજુ બાકી છે તો તમારે IUC ચાર્જ કરાવવું નહી પડે. તમે ફ્રીમાં વાત કરી શકશો. તો બીજી તરફ જે લોકોની વેલિડિટી આજે ખત્મ થઇ જશે તેમણે IUC ટૉપ અપ કરાવવુ પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.