બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Jio Discontinues Low Value Prepaid Plan To Increase Revenue

પ્લાન્સ / કમાણી વધારવા માટે Jioએ બંધ કર્યા નાની રકમના રિચાર્જ, હવે સૌથી સસ્તો પ્લાન 98

Juhi

Last Updated: 04:22 PM, 21 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યૂઝર દીઢ કમાણીનો આંકડો વધારવા માટે Jio એ મહત્વનો નિર્ણય લીધો છે. કંપની દ્વારા નાની રકમની રિચાર્જની સ્કીમ બંધ કરી દેવામા આવી છે.

મળતી વિગતો અનસુાર, Jio એ 19 અને 52 રૂપિયાના રિચાર્જની સ્કીમ બંધ કરી દીધી ચે. આ નિર્ણયની સાથે જ Jio એ 350 મિલિયનથી પણ વધારે કસ્ટમર્સને હવે રિચાર્જ કરાવવા માટે ઓછામાં ઓછા 98 રૂપિયા ખર્ચવા પડશે. 

Jio એ 19 રૂપિયાના રિચાર્જ પર 1 દિવસ અને 52 રૂપિયાવાળા રિચાર્જ પર 7 દિવસ સુધી વેલિડિટી આપવામાં આવતી હતી. Jio એ પ્રતિ મિનિટ 6 પૈસાનો IUC ચાર્જ વસૂલવાની શરૂ નહતો કર્યુ ત્યાં સુધી આ બંને રિચાર્જ માટે ઉપલબ્ધ હતા. 

હાલ 98 રુપિયાનું રિચાર્જ અને તેની સાથે IUC ચાર્જનું ટોપ-અપ રિચાર્જના Jio ના બેઝિક પ્રિપેઈડ પ્લાન છે. 98ના રિચાર્જમાં 28 દિવસની વેલિડિટી મળે છે, તેની સાથે 2 જીબી ડેટા અને 100 એસએમએસ પ્રતિ દિન તેમજ અનલિમિટેડ વોઇલ કોલ્સ મળે છે. જોકે જેઓ Jio ફોન વાપરે છે. તેમના માટે રિચાર્જની પ્રારંભિક કિંમત 49 રૂપિયા જ રહેશે.

શું છે IUC ચાર્જ:

TRAI તરફથી બીજા નેટવર્ક પર કરવામાં આવતા કોલ માટે કંપનીઓને 6 પૈસા પ્રતિ મિનિટ IUC ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ ચાર્જ આઉટગોઇંગ કરતા ઓપરેટરે કોલ રિસિવ કરતા ઓપરેટરને આપવો પડે છે. ઉદાહરણ તરીકે જો કોઈ Jio યુઝર વોડાફોન પર કોલ કરે છે તો Jio એ 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ વોડાફોનને આપવો પડે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Offer Change Plan Reliance Jio Technology Plans
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ