જાપાનની રાજકુમારીને એક એવો ભય સતાવી રહ્યો છે કે તે પોતાના પ્રેમી સાથે લગ્ન નથી કરી શકતી નથી. વર્ષ 2017માં જ સમાચાર આવ્યા હતા કે રાજકુમારી લગ્ન કરવા જઈ રહી છે પરંતુ છેલ્લા સમયે લગ્ન ન થઇ શક્યા.
જાપાનની રાજકુમારી સામાન્ય વ્યક્તિના પ્રેમમાં પડી
લાંબા સમયથી નથી કરી શકતાં લગ્ન
જો રાજકુમારી લગ્ન કરે તો રાજપરિવાર છોડવો પડશે
વારંવાર ટાળવા પડી રહ્યા છે લગ્ન
જાપાનની આ રાજકુમારી માકો, સામાન્ય નાગરિક કોમુરોને પ્રેમ કરે છે. કોમુરો જાપાનના દરિયા કિનારાઓને ટૂરિસ્ટ પ્લેન બનાવવાનું કામ કરે છે. માકો આ યુવક સાથે પ્રેમ વિવાહ કરવા માંગે છે પરંતુ ડરના કારણે વારંવાર લગ્ન ટાળવા પડી રહ્યા છે.
છોડવી પડશે પદવી
રાજકુમારીનો આ ડર છે પોતાનો રાજપાટ છોડવાનો. જો રાજકુમારી પોતાના આ પ્રેમી સાથે પરણી જાય છે તો તેમણે રાજકુમારીની પદવી છોડવી પડશે. રાજપરિવારનાં નિયમો અનુસાર, રાજપરિવારનાં કોઈ વ્યક્તિ બહારના વ્યક્તિ સાથે વિવાહ કરે છે તો બાકીનું જીવન એક સામાન્ય જાપાનીની જેમ જ વિતાવવી પડશે.
કામુરો એક સામાન્ય નાગરિક છે અને રાજકુમારી તેની સાથે લગ્ન કરે તો તેણે સામાન્ય વ્યક્તિની જેમ જીવન વિતાવવું પડશે.
લગ્ન કરશે કે નહીં ?
રાજકુમારીને પોતાની પદવી માટે ચિંતા છે અને તે કારણથી તે કોમુરોથી અલગ થઇ રહી છે. જોકે લગ્ન ટાળવા માટે કોઈ આધિકારિક કારણ આપવામાં આવ્યું નથી. રાજકુમારીએ કહ્યું કે અત્યારે ભવિષ્યને લઈને કંઇક કરવું ઉતાવળભર્યું રહેશે.
માકોએ કહ્યું કે અમે બે એકબીજાથી જુદા ન થઇ શકીએ અને ખરાબ સમયમાં એકબીજાનો સહારો આપી શકીએ છે.
નોંધનીય છે કે કોમુરોએ 2013માં એક ડિનર દરમિયાન લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. લાંબા સમયથી આ પ્રેમ બંનેએ છુપાઈને રાખ્યો પછી તો રાજકુમારી તો ભણવા જતા રહ્યા. વર્ષ 2017માં માકોએ એલાન કર્યું કે તે 2018માં લગ્ન કરવા જઈ રહી છે પરંતુ પછી તે લગ્ન 2020માં નક્કી કરવામાં આવ્યા. રાજકુમારીના પિતાએ કહ્યું કે તેમને નથી ખબર કે તેમની દીકરી લગ્ન કરશે કે નહીં.