બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jamsahebs conciliatory stance appeals in Rupala dispute

રૂપાલા વિવાદ / 'તો ક્ષત્રિયોએ રૂપાલાને માફી આપી દેવી જોઇએ...', નવાનગરના જામસાહેબની સમાધાનકારી વલણ અપીલ

Priyakant

Last Updated: 02:19 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Parshottam Rupala Latest News : જામસાહેબે કહ્યું કે, પરષોત્તમ રૂપાલા ક્ષત્રિય આગેવાનો અને ધર્મગુરૂઓ સામે માફી માગે તો માફી આપવી જોઈએ

Parshottam Rupala News : પરષોત્તમ રૂપાલા વિવાદમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, જામનગરના રાજવી જામસાહેબે રૂપાલા વિવાદમાં સમાધાનની નવી ફોર્મ્યુલા અપનાવી છે. જામસાહેબે આ વિવાદમાં સમાધાનકારી વલણ અપનાવવા ક્ષત્રિય સમાજને અપીલ કરી છે. જામસાહેબે કહ્યું કે, રૂપાલા ક્ષત્રિય આગેવાનો અને ધર્મગુરૂઓ સામે માફી માગે તો માફી આપવી જોઈએ.

આજે  10-04-2024ના પત્રની તસવીર

જામનગરના રાજવી જામસાહેબે કહ્યું કે, ક્ષમા વિરસ્ય ભૂષણમ એ ક્ષત્રિયોનો ધર્મ છે અને એ ધર્મે રૂપાલાને માફી આપવી જોઈએ. જામસાહેબે એમ પણ ઉમેર્યું કે, રૂપાલા બે વાર માફી માગી એ પૂરતી નથી. તેમણે સામાજિક આગેવાનો અને ધર્મગુરૂઓની માફી માગવી જોઈએ.

ગઇકાલે 09-04-2024ના પત્રની તસવીર

અહીં નોંધનિય છે કે, ગઈકાલે જામસાહેબે એક પત્ર લખ્યો હતો જેમાં લોકશાહીમાં મત આપીને બદલે લેવાની વાત કરી હતી. જ્યારે આજે તેમણે નવો પત્ર લખી સમાજને અપીલ કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને આગળ વધાર્યો છે, એ ધ્યાને લઈને આપણે આગળ વધવું જોઈએ.

વધુ વાંચો : એપ્રિલના અંત સુધીમાં જાહેર કરી દેવાશે ધો.10-12નું રિઝલ્ટ, બાદમાં શિક્ષકોને સોંપાશે ચૂંટણીલક્ષી કામગીરી

રાજકોટનાં માંધાતાસિંહે શું કહ્યું હતું ? 
મહત્વનું છે કે, ગઇકાલે રાજકોટનાં માંધાતાસિંહે આ બાબતે જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજે ઉદાર દિલ રાખી સમાધાન કરવાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે, રૂપાલાએ સેમડા ગામમાં ફરી માફી માંગી લીધી છે. સી.આર.પાટીલે પણ માફી માટે અપીલ કરી છે. સમાજે ઉદાર દિલ રાખી રૂપાલાને માપી આપી દેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, લોકશાહીનાં શાસકોમાં સંવેદનશીલતા નથી. રાજા ફક્ત યોદ્ધા ન હતો. પ્રજાનું દુઃખ નીહાળે તેવા હતા. શબ્દપ્રયોગ ખૂબ સમજી વિચારીને કરવો જોઈએ. કોઈ પણ સમાજ માટે ટિપ્પણી કરવી યોગ્ય નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ