બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / By the end of April 10th and 12th board result will be declared

Board Exam / એપ્રિલના અંત સુધીમાં જાહેર કરી દેવાશે ધો.10-12નું રિઝલ્ટ, બાદમાં શિક્ષકોને સોંપાશે ચૂંટણીલક્ષી કામગીરી

Vishal Khamar

Last Updated: 01:47 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધો. 10 અને 12 ની પરીક્ષા પૂર્ણ થયાને હજુ ગણતરીનાં દિવસો વીત્યા છે. ત્યારે એપ્રિલ માસનાં અંત સુધીમાં બોર્ડ દ્વારા પરિણામ જાહેર થશે. પેપર ચકાસણીની કામગીરી આજે પૂર્ણ થવા પામી છે. પરિણામ જાહેર થયા બાદ શિક્ષકો ચૂંટણીનાં કામે લાગશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ ધો.10 અને  12 ની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે પરીક્ષા પૂર્ણ થયાને હજુ થોડા દિવસ થયા છે. બોર્ડ દ્વારા પેપર ચકાસણીની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી. જેની કામગીરી આજે પૂર્ણ થવા પામી છે. હવે બોર્ડ દ્વારા પરિણામ તૈયારી કરવાની તજવીજ હાથ ધરી છે. એપ્રિલ મહિનાનાં છેલ્લા અઠવાડિયામાં બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે.  આ વર્ષે લોકસભા ચૂંટણીને કારણે બોર્ડ દ્વારા એક મહિનાં જેટલું વહેલું પરિણામ જાહેર કરવામાં આવનાર છે. જેથી શિક્ષકોને પરિણામની કામગીરીમાંથી મુક્ત કરી ચૂંટણીની કામગીરી સોંપવામાં આવે. 

પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ
ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષા તા. 11 માર્ચથી સમગ્ર ગુજરાતમાં શરૂ થઈ હતી. જે પરીક્ષા માર્ચનાં અંત સુધી ચાલી હતી. પરીક્ષા પૂર્ણ થતા તરત જ બોર્ડ દ્વારા શિક્ષકોનાં મધ્યસ્થ મૂલ્યાંકન માટેનાં ઓર્ડર કરવામાં આવ્યા હતા. ત્યારે બાદ શિક્ષકો દ્વારા મધ્યસ્થ મૂલ્યાંકન માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજે સમગ્ર રાજ્યમાં પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થતા હવે બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવાની કામગીરી હાથ ધરાશે. 

વધુ વાંચોઃ નવસારીના સમરોલી ગામે માત્ર બે કલાકના અંતરાલમાં જ મામા-ભાણીનું મોત, પરિવારમાં અરેરાટી

ચૂંટણીનાં કારણે બોર્ડ દ્વારા પરિણામ વહેલું જાહેર કરાયું
ગુજરાત બોર્ડ દ્વારા મે મહીનાનાં અંતમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં જ બોર્ડનું પરિણામ અત્યાર સુધી જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે લોકસભાની ચૂંટણીનાં કારણે બોર્ડ દ્વારા પરિણામ એક મહિનો વહેલું જાહેર કરવામાં આવશે. તેવું જાણવા મળી રહ્યું છે.  ધો. 10 અને 12 નું પરિણામ વહેલું જાહેર થતા વિદ્યાર્થીઓનાં આગળ કઈ ફેકલ્ટીમાં પ્રવેશ લેવો તે માટેની પ્રક્રિયાઝડપી બનશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ