બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Navsari maternal Mama and Bhani died in just two hours

શોકમય / નવસારીના સમરોલી ગામે માત્ર બે કલાકના અંતરાલમાં જ મામા-ભાણીનું મોત, પરિવારમાં અરેરાટી

Priyakant

Last Updated: 01:18 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navsari Latest News: એક જ પરિવારમાં બે મોત થતા પરિવાર શોકમગ્ન, મામાનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું તો ભાણીનું ઘરમાં રમતા-રમતા કાપડની પટ્ટીથી ગળે ટૂંપો આવી જતાં મોત

Navsari News : નવસારીના ચીખલીથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ચીખલી નજીકના સમરોલી ગામે મામા-ભાણીનું બે કલાકના અંતરમાં જ મોત થયું છે. પ્રાથમિક વિગતો મુજબ મામાનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું તો ભાણીનું ઘરમાં રમતા-રમતા કાપડની પટ્ટીથી ગળે ટૂંપો આવી જતાં મોત થયું છે. આ તરફ ઘટનાને લઈ મૃતકોના પરિજનો સહિત ગામમાં શોકની માહોલ છવાઈ ગયો છે. 

ન જાણ્યું જાનકીનાથે, કાલ સવારે શું થવાનું.... એ પંક્તિની જેવી ઘટના નવસારીના ચીખલી નજીક સમરોલી ગામે બની છે. સમરોલી ગામે મામા-ભાણીનું ગણતરીના કલાકોમાં જ મોત થયું છે. જેમાં મામા યોગેશ કુકણાનું તળાવમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. તળાવમાં ન્હાવા પડેલા યોગેશ કુકણાનું મોત નિપજ્યુ હતું. જોકે આ સમાચારના ગણતરીના કલાકો ઘરે 9 વર્ષની બાળકીને કાપડની પટ્ટી ગળામાં ફસાઇ જતા ગળે ફાંસો આવી જતા મોત નિપજ્યુ હતું. આ તરફ એક જ પરિવારમાં બે મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા છે. ઘટનાને લઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.

વધુ વાંચો: ગુજરાતમાં હળવા ચક્રવાત સાથે વરસાદની આગાહી, 12થી 17 એપ્રિલ સર્જાશે પ્રિ-મોન્સુન એક્ટિવિટી: અંબાલાલ

ધોરાજી નજીક અકસ્માતમાં 4 લોકોના મોત 
આ તરફ આજે સવારે ધોરાજી નજીક બ્રિજની પાળી તોડી કાર નીચે ખાબકતા ચાર વ્યક્તિના મોત થયા છે. વિગતો મુજબ ભાદર-2 નદીના પુલ ઉપર પસાર થઈ રહેલ કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હોવાનું પ્રાથમિક વિગત સામે આવી છે. આ તરફ કાર બ્રિજની પાળી તોડી નીચે નદીમાં ખાબકી હતી. આ દર્દનાક ઘટનામાં એક પુરુષ અને ત્રણ મહિલાનું મોત થયું છે. આ તરફ સમગ્ર ઘટનાને લઈ પોલીસ અને 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી. હાલ ધોરાજી તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ