બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ambalal Patel rain forecast with light cyclone in Gujarat

ખેડૂતો એલર્ટ! / ગુજરાતમાં હળવા ચક્રવાત સાથે વરસાદની આગાહી, 12થી 17 એપ્રિલ સર્જાશે પ્રિ-મોન્સુન એક્ટિવિટી: અંબાલાલ

Priyakant

Last Updated: 12:15 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Forecast Latest News: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, આ તારીખથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટી થશે.

Ambalal Patel Forecast : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં આગામી 12થી 17 એપ્રિલ દરમિયાન પ્રિ-મોન્સુન એક્ટિવિટી થવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટી થશે. આ સાથે જ ભાવનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાશે. 20 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચશે. 

અંબાલાલ પટેલની આગાહી મુજબ મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હળવા ચક્રવાતની પણ અસર વર્તાશે. ત્યાર બાદ જૂનમાં ભારે પવન અને આંધી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 96થી લઈને 104 ટકા વરસાદ પડવાનું અનુમાન છે. 

હાલ ગરમીનું પ્રમાણ ઘટી શકે છે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 12 એપ્રિલથી 17 એપ્રિલ દરમ્યાન રાજ્યમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે પ્રિ-મોન્સુન એક્ટિવીટી થવાની આગાહી કરી છે. આગાહી મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં આંધી અને વંટોળ સાથે પ્રિ-મોન્સુન એક્ટિવિટી થઈ શકે છે. પ્રિ-મોન્સુન ઓક્ટિવીટીના કારણે હાલ ગરમીનું પ્રમાણ ઘટી શકે છે. 20 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી અંબાલાલે કરી છે. મેના અંતમાં અરબ સાગરમાં હળવા ચક્રવાતની અસરના કારણે ચોમાસુ પ્રભાવિત થઈ શકે છે. ત્યાર બાદ જૂનમાં ભારે પવન અને આંધી સાથે વરસાદની આગાહી કરી છે 

વધુ વાંચો: ધોરાજી નજીક ગમખ્વાર અકસ્માત: નદીના પુલ પરથી કાર નીચે ખાબકતા 4 લોકોના કમકમાટી ભર્યા મોત

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું છે કે, પ્રિ-મોન્સુન એકેટિવિટીના કારણે ગરમી ઘટશે. 20 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચશે. આ સાથે તેમણે ઉમેર્યું કે, હિમાલયમાં ભારે બરફ વર્ષા થશે તો ચોમાસા પર અસર થશે. અંબાલાલની આગાહી મુજબ 24મે થી 4 જૂન વચ્ચે આંધી વંટોળ વચ્ચે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. આ સાથે તેમણે કહ્યું કે, હાલમાં ચોમાસાનું આંકલન થઈ શકે નહીં. આંકડાકિય માહિતી મેળવ્યા બાદ ચોમાસાનો ખ્યાલ આવે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ