ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / jabalpur become gujrat first disposable sanitary pad free village

લાલ નિશાન / #LaalNiShaan: કેરળ બાદ આ બીજું અને ગુજરાત રાજ્યનું પ્રથમ ગામ ડિસ્પોઝેબલ સેનેટરી પેડ ફ્રી બનશે

Published By: Intern

Last Updated: 06:04 PM, 6 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી, ટંકારાના જબલપુર ગામે ખરા અર્થમાં મહીલા માટે ઉજવાશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 800 થી વધુ મહિલા પ્લાસ્ટિકના સેનેટરી પેડને તિલાંજલિ આપી ઈકોફેન્ડલી પેડનો ઉપયોગ કરી ગુજરાત રાજ્યનું પ્રથમ ગામ બનશે. ગામના જાગૃત યુવાનો અને રોટરી ક્લબ ગ્રેટર રાજકોટ દ્વારા અનોખું અભિયાન હાથ ધરાયું છે. પરપ્રાંતિય મહિલા મજુરને ખેતરે અને ફેક્ટરીમાં મળી પેડની જરૂરી માહીતી આપશે.

ADVERTISEMENT

  • જબલપુર ગામના યુવાનો અને રાજકોટના રોટરી કબલ દ્વારા મહિલા દિનની અનોખી ઉજવણી કરાશે 
  • ગામની 15 વર્ષથી લઈને 40 વર્ષની મહિલાઓને ઇકો ફ્રેન્ડલી સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવશે
  • કેરળ બાદ આ બીજું અને ગુજરાત રાજ્ય નુ પ્રથમ ગામ ડિસ્પોઝેબલ સેનેટરી પેડ ફ્રી બનશે

રોટરી ક્લબ અને જબલપુર ગામના યુવાનોએ મહિલા દિને ગામની 15 વર્ષથી લઇને 40 વર્ષની મહિલાને ઈકો ફ્રેન્ડલી સેનેટરી પેડનું વિતરણ કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનુ નક્કી કર્યું છે. આ પેડ કપડાની જેમ ધોઈ રી યુઝ કરી આખુ વર્ષ ઈકો ફ્રેન્ડલી સેનેટરી પેડ વાપરી શકશે . પ્લાસ્ટિકના સેનેટરી પેડના વપરાશથી પર્યાવરણને નુકસાન થાય છે અને ગંદકી ફેલાય છે. 

આ સમસ્યા દૂર થાય અને મહિલાઓનું સ્વાસ્થ્ય પણ સુધરે તે માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રોટરી ક્લબે જબલપુર ગામમાં અભ્યાસ અને મેડિકલની સુવિધામાં વધારો થાય તે માટે દત્તક લીધું છે. ગામની સરકારી શાળામાં લેબોરેટરી, સ્પોર્ટસના સાધનો અર્પણ કર્યા બાદ મહિલાઓના સારા સ્વાસ્થ્ય માટે આ અભિયાન હાથ ધર્યું છે.

એક બહેનને 350 પેડનું વિતરણ કરાશે

મહિલા દિને બપોરે 3.30 કલાકથી બહેનોને સેનેટરી પેડનું વિતરણ શરૂ કરવામાં આવશે. અમદાવાદ ખાસ ઓર્ડર દઇને આ સેનેટરી પેડ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બહેનોને માસિકધર્મ વખતે શી-શી કાળજી રાખવી જોઇએ તેની માહિતી ગાયનેક તબીબ આપશે. એક બહેનને 350 પેડનું વિતરણ કરાશે.

કેરળ બાદ આ બીજું અને ગુજરાત રાજ્ય નુ પ્રથમ ગામ ડિસ્પોઝેબલ સેનેટરી પેડ ફ્રી બનશે

હાલ કેરળમાં ઈકો ફ્રેન્ડલી સેનેટરી પેડનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ જબલપુર ગામ હશે જે આખે આખું ડિસ્પોઝેબલ સેનેટરી પેડ ફ્રી બનશે. એક વર્ષ સુધી ઈકો ફ્રેન્ડલી સેનેટરી પેડ આપવામાં આવશે. મહિલાઓનું સ્વાસ્થ્ય સુધરે તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનને ઘર ઘર સુધી લઈ જવા ગામની યુવા ટીમ સરપંચ સહિત ના ભારે મહેનત કરી રહ્યા છે.

જોડાઓ અમારા અભિયાનમાં

અમે પણ મહિલાઓના સન્માનમાં અને તેમની આ માસિક ધર્મ વિશેની ગેરમાન્યતાઓને લઈને થતી તકલીફોને દૂર કરવા અભિયાન ઉપાડ્યું છે. જેનું નામ છે લાલ 'લિ'શાન (#LaalNiShaan). આ અભિયાનનો અમારો મુખ્ય ઉદ્દેશ છે કે લોકો બહાર આવીને માસિક ધર્મ અને પીરિયડ્સ જેવી બાબતો પર ખુલીને વાત કરે. તેને આભડછેટ તરીકે ન જૂએ અને મહિલાઓનું અપમાન થતું બંધ કરે. જો તમે પણ સપોર્ટ કરો છો આ અભિયાનને તો જોડાઓ અમારી સાથે અને મોકલો તમારા વિચારો અમને વીડિયો કે આર્ટિકલ સ્વરૂપે...

આ લિંક પર ક્લિક કરો Laal Ni Shaan 

 

માહિતીઃ હરનિશ જોશી, મોરબી

સંકળાયેલા મુદ્દાઓ

Gujrat Jabalpur Laal NiShaan Tankara first disposable sanitary pad free village ગુજરાત ગુજરાતી ન્યૂઝ જબલપુર ટંકારા ડિસ્પોઝેબલ સેનેટરી પેડ ફ્રી Laal Ni Shaan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ