બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / સમયસર ITR ભર્યું છતાં Income Taxની નોટિસ આવી શકે! જાણો કઈ ભૂલો બની શકે કારણ
6 ફોટો ગેલેરી
Last Updated: 03:41 PM, 16 August 2026
1/6
ઈન્કમ ટેક્સ વિભાગ ITRમાં આપવામાં આવેલી માહિતીનું Form 16, AIS, Form 26AS, TDS રેકોર્ડ અને અન્ય નાણાકીય માહિતી સાથે મિલાન કરે છે. જો આ માહિતીમાં કોઈ તફાવત જોવા મળે તો વિભાગ તમારી પાસે સ્પષ્ટતા માંગી શકે છે. તેથી ITR ફાઇલ કર્યા બાદ પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
2/6
ITRમાં દર્શાવેલી આવક અને વિભાગ પાસે ઉપલબ્ધ રેકોર્ડમાં તફાવત હોય તો નોટિસ આવી શકે છે. ઉદાહરણ તરીકે તમારી ITRમાં દર્શાવેલી સેલેરી અને Form 16માં નોંધાયેલી સેલેરી અલગ હોય તો વિભાગ તેની સ્પષ્ટતા માંગી શકે છે. આ ઉપરાંત બેંક, રોકાણ અથવા અન્ય સ્ત્રોતમાંથી મળેલી આવક ITRમાં દર્શાવવાનું રહી જાય તો પણ સમસ્યા થઈ શકે છે. તેથી રિટર્ન ભરતા પહેલા આવકની તમામ વિગતો ચકાસવી જરૂરી છે.
3/6
ITRમાં ક્લેમ કરેલા TDS અને Form 26AS અથવા AISમાં દર્શાવેલા TDSમાં તફાવત હોય તો પણ નોટિસ આવી શકે છે. ઘણી વખત TDS રિટર્નમાં ભૂલ અથવા સુધારાને કારણે આ માહિતીમાં તફાવત જોવા મળે છે. તેથી ITR ફાઇલ કરતા પહેલા Form 26AS અને AISમાં TDSની વિગતો ચોક્કસપણે ચકાસવી જોઈએ. બંને રેકોર્ડમાં માહિતી સરખી હોય તો ખોટા TDS ક્લેમની શક્યતા ઘટી શકે છે.
4/6
ITRમાં એવી કપાત અથવા ટેક્સ છૂટનો ક્લેમ કરવામાં આવે જેની પાત્રતા ન હોય તો ઈન્કમ ટેક્સ વિભાગ સ્પષ્ટતા માંગી શકે છે. કપાત માટે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય અથવા ખોટી માહિતીના આધારે ક્લેમ કરવામાં આવ્યો હોય તો પણ નોટિસ આવી શકે છે. આ ઉપરાંત ખોટું ITR ફોર્મ પસંદ કરવું અથવા જરૂરી માહિતી અધૂરી રાખવી પણ મુશ્કેલી ઊભી કરી શકે છે. તેથી કોઈપણ ડિડક્શન ક્લેમ કરતા પહેલા તેની પાત્રતા તપાસવી જરૂરી છે.
5/6
ITR ફાઇલ કરતા પહેલા AIS અને Form 26AS તપાસવાનું ખૂબ મહત્વનું છે. આ રેકોર્ડમાં TDS ઉપરાંત વિવિધ નાણાકીય વ્યવહારો અને અન્ય માહિતી જોવા મળી શકે છે. જો ITRમાં દર્શાવેલી માહિતી અને AISમાં ઉપલબ્ધ માહિતી વચ્ચે મોટો તફાવત હોય તો વિભાગ તેના પર સવાલ કરી શકે છે. તેથી રિટર્ન સબમિટ કરતા પહેલા બંને રેકોર્ડની માહિતી સાથે સરખામણી કરવી જોઈએ.
6/6
જો ITR ફાઇલ કર્યા બાદ Income Tax Notice આવે તો ગભરાવાની જરૂર નથી. સૌથી પહેલા અધિકૃત ઈ-ફાઇલિંગ પોર્ટલ પર જઈને નોટિસની વિગતો અને તેની અસલિયત તપાસો. ત્યારબાદ નોટિસમાં કઈ માહિતી અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે તે ધ્યાનથી વાંચો. તમારા ITR, Form 16, AIS અને Form 26ASની માહિતી સાથે તેની સરખામણી કરો અને નોટિસમાં આપવામાં આવેલી સમયમર્યાદામાં યોગ્ય જવાબ આપો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ