બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8th Pay Commission: 8માં વેતન પંચ લાગૂ થવામાં વિલંબ થાય તો કેટલું એરિયર મળશે? સમજો આખું ગણિત

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / 8th Pay Commission: 8માં વેતન પંચ લાગૂ થવામાં વિલંબ થાય તો કેટલું એરિયર મળશે? સમજો આખું ગણિત

Last Updated: 05:17 PM, 16 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

8th Pay Commission અમલમાં મૂકવામાં વિલંબ થાય તો કેન્દ્રીય કર્મચારીઓને મજબૂત એરિયર્સ મળવાની શક્યતા છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 નક્કી થાય અને પગાર સુધારો એપ્રિલ 2027 થી લાગુ કરાય, તો 15 મહિનાના એરિયર્સ તરીકે રૂ. 5 લાખથી રૂ. 14 લાખ સુધીનો લાભ મળી શકે છે.

1/6

photoStories-logo

1. 8th Pay Commission: 8માં વેતન પંચ લાગૂ થવામાં વિલંબ થાય તો કેટલું એરિયર મળશે? સમજો આખું ગણિત

8મા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોમાં આતુરતાનો માહોલ છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ પંચ ક્યારે સંપૂર્ણ રીતે લાગુ થશે અને જો તેમાં વિલંબ થાય તો કર્મચારીઓને કેટલું એરિયર્સ મળશે. સોશિયલ મીડિયા પર એરિયર્સમાં કાપ મૂકાવાની અફવાઓ વચ્ચે નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલવેમેન (NFIR) ના વર્કિંગ પ્રેસિડેન્ટ બી. સી. શર્માએ સ્પષ્ટ કર્યું છે કે જો 8મું પગાર પંચ પાછળથી અમલી બને તો કર્મચારીઓને પૂરું એરિયર્સ મળવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 8મું પગાર પંચ ક્યારથી લાગુ ગણાશે?

8મું પગાર પંચ 1 January 2026 થી અમલી ગણવાનું હતું, પરંતુ પંચનો આખરી રિપોર્ટ અને સરકારની મંજૂરી બાકી હોવાથી હાલ કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબ જ પગાર મળી રહ્યો છે. જો નવી સુધારેલી સેલેરીનું ચુકવણું April 2027 થી શરૂ થાય, તો આશરે 15 મહિનાનું એરિયર્સ એકઠું થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. પગાર અને એરિયર્સની ગણતરી

પગાર પંચમાં પગાર વધારો ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર કરે છે. 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું, જેનાથી ન્યૂનતમ બેઝિક સેલેરી રૂ. 7,000 થી વધીને રૂ. 18,000 થઈ હતી. 8મા પગાર પંચમાં કર્મચારી મંડળો 3.68 ની માંગણી કરી રહ્યા છે, પરંતુ જો સરકાર તેને 2.86 રાખે તો ગણતરી નીચે મુજબ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ન્યૂનતમ બેઝિક સેલેરી વાળા કર્મચારીઓ (રૂ. 18,000)

વર્તમાન બેઝિક સેલેરી: ₹18,000, નવી બેઝિક સેલેરી (18,000 × 2.86): ₹51,480, માસિક તફાવત: ₹33,480, 15 મહિનાનું એરિયર્સ (33,480 × 15): ₹5,02,200.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. રૂ. 50,000 બેઝિક સેલેરી ધરાવતા કર્મચારીઓ

વર્તમાન બેઝિક સેલેરી: ₹50,000, નવી બેઝિક સેલેરી (50,000 × 2.86): ₹1,43,000, માસિક તફાવત: ₹93,000, 15 મહિનાનું એરિયર્સ (93,000 × 15): આશરે ₹13.95 લાખ (રૂ. 14 લાખ).

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. તમામ ગણતરીઓ અંદાજિત છે

નોંધનીય છે કે આ તમામ ગણતરીઓ અંદાજિત છે. આખરી એરિયર્સની રકમ 8મા પગાર પંચની અંતિમ ભલામણો, સરકાર દ્વારા મંજૂર કરાયેલ ફિટમેન્ટ ફેક્ટર અને અમલીકરણની સત્તાવાર તારીખ પર આધાર રાખશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

CentralGovernmentEmployees SalaryHike 8thPayCommission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ