બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વિદેશ ભણવા જવું પણ લોન લઈ રીતે મેળવવી? Education Loan માટે કયાં દસ્તાવેજની જરૂર પડે? જાણો વિસ્તૃત ડિટેલ
5 ફોટો ગેલેરી
Last Updated: 04:56 PM, 16 August 2026
1/5
આજના સમયમાં હાયર એજ્યુકેશનનો ખર્ચ સતત વધી રહ્યો છે, જેના કારણે માતા-પિતા પર આર્થિક બોજ વધતો જાય છે. આવા સમયે અનેક વિદ્યાર્થીઓ વાલીઓ પર બોજ બનવાને બદલે એજ્યુકેશન લોન લેવાનો નિર્ણય કરે છે. આજે એજ્યુકેશન લોન લાખો વિદ્યાર્થીઓના સપના પૂરા કરવાનું એક સશક્ત માધ્યમ બની રહી છે. જોકે, યોગ્ય અને જરૂરી દસ્તાવેજોના અભાવે અસંખ્ય વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને લોનની પ્રક્રિયા અટકી જાય છે. તેથી બેંકમાં અરજી કરતા પહેલા જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા અત્યંત મહત્વપૂર્ણ છે.
2/5
બેંક સૌથી પહેલા એ વાતની ખાતરી કરે છે કે વિદ્યાર્થીએ કોઈ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા કોર્સમાં પ્રવેશ મેળવ્યો છે કે નહીં. આ માટે નીચે મુજબના દસ્તાવેજો જમા કરાવવાના રહે છે: કોલેજ અથવા યુનિવર્સિટીનો Admission Letter / Offer Letter, કોલેજનું સત્તાવાર Fee Structure, 10th અને 12th ની માર્કશીટ (તથા જરૂર હોય તો ગ્રેજ્યુએશનની માર્કશીટ).
3/5
વિદ્યાર્થીની ઓળખ અને સરનામાના વેરિફિકેશન માટે બેંક દ્વારા વિવિધ સરકારી ઓળખપત્રો સ્વીકારવામાં આવે છે: ઓળખનો પુરાવો: PAN કાર્ડ, પાસપોર્ટ, વોટર ID અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, સરનામાનો પુરાવો (Address Proof): વીજળી બિલ, પાણીનું બિલ, બેંક સ્ટેટમેન્ટ અથવા ડોમિશાઇલ સર્ટિફિકેટ,
4/5
મોટાભાગની એજ્યુકેશન લોનમાં માતા-પિતા અથવા વાલીને સહ-અરજદાર (Co-Applicant) બનાવવામાં આવે છે. તેથી બેંક તેમની નાણાકીય ક્ષમતાની ચકાસણી કરે છે જેથી લોનની ભરપાઈ સમયસર થશે કે નહીં તેની ખાતરી થઈ શકે. આ માટે નીચેના પુરાવા માંગવામાં આવે છે: સેલેરી સ્લિપ (Salary Slip), ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR Documents), છેલ્લા કેટલાક મહિનાઓનું બેંક સ્ટેટમેન્ટ, આવકનું પ્રમાણપત્ર (Income Certificate).
5/5
જો વિદ્યાર્થી વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે લોન લઈ રહ્યો હોય, તો બેંક નીચે મુજબના વધારાના કાગળો માંગે છે: માન્ય પાસપોર્ટ (Passport), વીઝા (Visa) સંબંધી દસ્તાવેજો, વિદેશી યુનિવર્સિટીનું અધિકૃત ફી માળખું, જો લોનની રકમ વધારે હોય તો કોલેટરલ (Collateral - મિલકત કે ગીરવે મૂકવાના દસ્તાવેજો),
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ