બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / UPI ફ્રોડથી સાવધાન! નકલી એપ ‘Payment Successful’ બતાવશે, પરંતુ ખાતામાં નહીં આવે રૂપિયા
5 ફોટો ગેલેરી
Last Updated: 05:06 PM, 16 August 2026
1/5
UPIએ પેમેન્ટને સરળ બનાવી છે પરંતુ તેના વધતા ઉપયોગ સાથે ઠગીના નવા રસ્તાઓ પણ સામે આવી રહ્યા છે. હવે છેતરપિંડી કરનારા બિલકુલ અસલ જેવા દેખાતા નકલી UPI એપ્સના માધ્યમથી લોકોને ખોટી પેમેન્ટનો ભરોસો આપી રહ્યા છે. આ એપ્સમાં પેમેન્ટ સફળ થયાનો મેસેજ અને સાઉન્ડ સુધી સંભળાય છે પણ અસલમાં પૈસા બેંક ખાતામાં પહોંચતા જ નથી. આવી સ્થિતિમાં માત્ર સ્ક્રીન કે અવાજ પર વિશ્વાસ રાખવો ખૂબ જોખમી સાબિત થઈ શકે છે.
2/5
ઠગી માટે બનાવેલા ફેક UPI એપ્સ જોવામાં બિલકુલ અસલી એપ્સ જેવા હોઈ શકે છે. છેતરપિંડી કરનારા ગૂગલ પે, ફોનપે અને પેટીએમ જેવી લોકપ્રિય UPI એપ્સની નકલ કરીને એપ્સ બનાવી શકે છે. આમાં પેમેન્ટ કર્યા બાદ સ્ક્રીન પર સફળ પેમેન્ટનો મેસેજ દેખાય છે અને નોટિફિકેશનનો અવાજ પણ સંભળાય છે. આવા નકલી એપ્સના લિંક ટેલિગ્રામ પર શેર થવાની વાતો પણ સામે આવી છે. નાના દુકાનદારો, વેપારીઓ અને મજૂરોને આ પ્રકારની ખોટી ચુકવણી દ્વારા નિશાન બનાવવામાં આવી શકે છે.
3/5
ઠગ કોઈ દુકાન અથવા વ્યક્તિનો ક્યૂઆર કોડ સ્કેન કર્યા બાદ ખોટી પેમેન્ટ સ્ક્રીન બતાવી શકે છે. ફોન પર ચુકવણી સફળ થયાનો મેસેજ અને અવાજ સંભળાતાં સામે વાળાને લાગે છે કે પૈસા મળી ગયા, જ્યારે રકમ વાસ્તવમાં બેંક ખાતામાં પહોંચતી જ નથી. તેથી કોઈ પણ પેમેન્ટના સ્ક્રીનશોટ કે સાઉન્ડ નોટિફિકેશનને અંતિમ પુરાવો ન માનવો જોઈએ. પેમેન્ટ મળ્યા બાદ તમારા યુપીઆઈ એપની બેલેન્સ હિસ્ટ્રી કે બેંક સ્ટેટમેન્ટમાં જઈને રકમની તપાસ કરો. ટ્રાન્ઝેક્શન દેખાતું ન હોય તો માલ કે સેવા આપવામાં ઉતાવળ ન કરો.
4/5
UPI પિન ક્યારેય કોઈની સાથે શેર ન કરવો. UPI પિન પૈસા મોકલવા માટે હોય છે પૈસા મેળવવા માટે નહીં, તેથી પૈસા મળવાના નામે પિન નાખવાથી દૂર રહો અને પેમેન્ટ પહેલાં રિસીવરનું નામ અને UPI આઈડી ચોક્કસ તપાસો. UPI એપ ડાઉનલોડ કરવા માટે ફક્ત ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર જેવા ઊઠોરાઈઝ પ્લેટફોર્મનો જ ઉપયોગ કરો. શંકાસ્પદ લિંક કે વધુ કેશબેકના લાલચમાં કોઈ એપ ડાઉનલોડ ન કરો. જાહેર કે અસુરક્ષિત વાઈ-ફાઈથી ચુકવણી કરવાનું ટાળો અને ફોન તથા UPI એપ પર લોક કે બાયોમેટ્રિક સુરક્ષા રાખો.
5/5
UPI ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી નિયમિતપણે ચેક કરતા રહેવું જરૂરી છે. જો કોઈ અજાણ્યું કે શંકાસ્પદ પેમેન્ટ દેખાય તો તરત બેંકને તેની જાણ કરો. સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોય તો 1930 પર કૉલ કરી શકાય છે અને cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકાય છે. UPI થી પેમેન્ટ કરવું સુવિધાજનક છે પરંતુ નકલી એપ્સ અને ખોટી પેમેન્ટથી બચવા માટે દરેક પેમેન્ટની કન્ફર્મ પોતે જ કરવી જરૂરી છે. નાની-નાની સાવધાનીઓ અપનાવીને આવા ફ્રોડથી થતા નુકસાનથી બચી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ