બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:59 PM, 20 May 2020
ADVERTISEMENT
ઇઝરાયલની કંપનીએ સ્પેશિયલ કોરોના વાઈરસ માસ્ક વિકસિત કર્યું છે. સંક્રમણથી બચાવવા માટે આ વિશેષ ડિવાઈસ જેવું જ છે. રિમોટ કન્ટ્રોલ દ્વારા માસ્ક પહેરનારા તેને ઓપરેટ કરી શકશે. ભોજન લેવા માટે પણ આ માસ્ક ઉતારવાની કોઈ જરૂર નહીં રહે.
માસ્ક બનાવનારી કંપનીનો દાવો છે કે આ ડિવાઈસને લગાવીને રેસ્ટોરાંમાં જવાનું જોખમ ઓછું કરી શકાય છે. ચમચી જ્યારે મોઢા પાસે લઈ જવામાં આવશે ત્યારે માસ્ક આપોઆપ ખૂલી જશે, જોકે માસ્ક ઉતાર્યા વગર આઇસક્રીમ ખાઈ નહીં શકાય.
ADVERTISEMENT
ઇઝરાયલે કોરોના વાઈરસ સંક્રમણના કેસમાં ઘટાડો આવ્યા બાદ પ્રતિબંધ હળવા બનાવ્યા છે અને મોટા ભાગનાં માર્કેટ ખોલ્યાં છે. રેસ્ટોરાંને એ શરત પર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે કે ગ્રાહક ત્યાંથી ચોક્કસ સમય સુધી જ ભોજન પોતાના ઘરે લઈ જઈ શકશે. કંપનીનો દાવો છે કે કોરોના વાઈરસ વિરુદ્ધ ડિવાઈસ સુરક્ષિત ઉપકરણ છે. ડિવાઇસ તમને આજુબાજુ બેસેલા લોકોથી પણ સુરક્ષા આપશે. આવનારા મહિનામાં માસ્કનું મોટા પાયે ઉત્પાદન શરૂ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.