બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:00 AM, 17 January 2025
Israel- Hamas ceasefire ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર અંતે સીઝફાયર ડીલ મંજૂર થઈ છે. ઇઝરાયલની પીએમ ઓફિસથી બંધકોને મુક્ત કરવા માટેના સમજૂતી કરાર પર ડીલ થઈ ગઈ છે. આ વાતચીત વિશે પીએમ નેતન્યાહૂની (Benjamin Netanyahu) ટીમે જાણકારી આપી છે.
ADVERTISEMENT
વડા પ્રધાન નેતન્યાહૂએ વાટાઘાટ કરનાર ટીમ અને મદદ કરનારા તમામ લોકોની પ્રશંસા કરી હતી અને પીએમ ઓફિસ ઓથોરિટીએ બંધકો અને ગુમ થયેલા લોકોના પરિવારોને તેમની મુક્તિ અંગે જાણ કરી છે.
Prime Minister Benjamin Netanyahu has been updated by the negotiating team that agreements have been reached on a deal for the release of the hostages.
— Prime Minister of Israel (@IsraeliPM) January 17, 2025
ADVERTISEMENT
પ્રધાનમંત્રીએ ઇઝરાયલમાં તેમના આગમન અંગે અધિકારીઓને સૂચનાઓ આપી છે. પીએમ નેતન્યાહૂએ કહ્યું કે અમે બંધકો અને ગુમ થયેલા લોકોની મુક્તિ માટે પ્રતિબદ્ધ છીએ. આ સોદાને મંજૂરી આપવા માટે આજે સરકારી બેઠક યોજાશે. આ પહેલા સુરક્ષા મંત્રીમંડળની બેઠક પણ યોજાશે.
બુધવારે જ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર)કરારની જાહેરાત કરવામાં આવી હતી. બંનેએ આ અંગે સંમતિ પણ વ્યક્ત કરી હતી. 19 જાન્યુઆરીથી તેના અમલીકરણના સમાચાર પણ હતા, પરંતુ કેટલીક શરતોને કારણે આ ડીલને અંતિમ સ્વરૂપ આપી શકાયો નહોતો. ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ કહ્યું કે," હમાસે તેની નવી માંગણીઓ છોડી દેવી પડશે. હમાસે ગાઝામાંથી પીછેહઠ કરવી જ જોઇએ. હમાસ પોતાના વચનો તોડી રહ્યું છે. જો કે સીઝફાયર ડીલની જાહેરાતના બીજા જ દિવસે, ઇઝરાયલે ગાઝા પર હુમલો કર્યો હતો.
વધુ વાંચો: ભારતથી કેનેડા ભણવા ગયેલા 20 હજાર વિદ્યાર્થીઓ છૂમંતર, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
7 ઓકટોબર 2023થી છે યુદ્ધની સ્થિતિ
સીઝફાયર સમજૂતીની જાહેરાત પછી એવું લાગી રહ્યું હતું કે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે છેલ્લા 15 મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવશે પરંતુ એવું થયું નહોતું. હમાસે 7 ઓકટોબર 2023 ના રોજ ઈઝરાયેલ પર પહેલી વાર હુમલો કર્યો હતો જેમાં 1200 લોકોના મૃત્યુ થયા હતા અને 250 લોકોને બંધક બનાવાયા હતા ત્યારબાદ ઇઝરાયલે હમાસ પર ભારે બોમબારી કરી હતી. ઇઝરેલની એર સ્ટ્રાઇકમાં ગાઝામાં 46,000થી વધુ લોકો માર્યા ગયા હતા અને તેનાથી પણ વધારે સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.