બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / નિરવ મોદીની મુશ્કેલી વધી, લંડન કોર્ટે 100 કરોડ ચૂકવવા આપ્યો આદેશ

વર્લ્ડ / નિરવ મોદીની મુશ્કેલી વધી, લંડન કોર્ટે 100 કરોડ ચૂકવવા આપ્યો આદેશ

Jinal Chauhan

Last Updated: 10:25 AM, 24 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને લંડનની એક કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે તેમને બેંક ઓફ ઇન્ડિયાને લગભગ 100 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.

પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં બંધ છે. આ દરમિયાન લંડનની એક કોર્ટે તેમના વિરુદ્ધ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે નીરવ મોદી બેંક ઓફ ઇન્ડિયાના લોન મામલે વ્યક્તિગત ગેરન્ટર હોવાથી બાકી રકમ ચૂકવવા માટે જવાબદાર છે. આ કેસ દુબઈ સ્થિત તેમની કંપનીને આપવામાં આવેલી લોન સાથે જોડાયેલો છે.

શું છે સમગ્ર મામલો?

બેંક ઓફ ઇન્ડિયાએ જુલાઈ 2012માં દુબઈની 'ડાયમંડ FZE' નામની કંપનીને લોન આપી હતી. આ કંપની નીરવ મોદીની માલિકીની હતી. ઓગસ્ટ 2013માં નીરવ મોદીએ આ લોન માટે વ્યક્તિગત ગેરંટી (Personal Guarantee) આપી હતી. પછી લોનની રકમ પરત ન થતા બેંકે નીરવ મોદી સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી. જોકે, નીરવ મોદીએ લંડન સર્કિટ કોમર્શિયલ કોર્ટમાં દલીલ કરી હતી કે તેમની ગેરંટી કાનૂની રીતે લાગુ પડતી નથી અને બેંક તરફથી તેમને કોઈ યોગ્ય માંગપત્ર મળ્યું નહોતું. તેમણે એ પણ કહ્યું હતું કે લોન રદ કરવા માટે કોઈ મજબૂત કારણ નહોતું. પરંતુ કોર્ટે તેમની આ દલીલોને સ્વીકારી નહોતી.

nirav-modi

કોર્ટે શું કહ્યું?

મંગળવારે જજ સાઇમન ટિંકલરે પોતાના ચુકાદામાં જણાવ્યું કે બેંક ઓફ ઇન્ડિયાનો દાવો સંપૂર્ણપણે યોગ્ય અને કાનૂની રીતે માન્ય છે. કોર્ટે કહ્યું કે નીરવ મોદી પોતાની વ્યક્તિગત ગેરંટીના આધારે 4.1 મિલિયન ડોલર (આશરે 39 કરોડ રૂપિયા)ની મૂળ બાકી રકમ ચૂકવવા માટે જવાબદાર છે. આ ઉપરાંત તેના પર લાગતું વ્યાજ પણ ચૂકવવું પડશે. કુલ મળીને આ રકમ લગભગ 10.7 મિલિયન ડોલર એટલે કે લગભગ 100 કરોડ રૂપિયા થાય છે.

vtv hiring

આ પણ વાંચોઃ ‘અમેરિકાના ભરોસે ન રહે ઇઝરાયેલ, હવે જાતે જ બનાવવા પડશે હથિયાર’, નેતન્યાહૂનું મોટું નિવેદન

હજુ પણ લંડનની જેલમાં છે નીરવ મોદી

નીરવ મોદીની 19 માર્ચ 2019ના રોજ લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ જેલમાં છે અને ભારત પ્રત્યર્પણ (Extradition) અટકાવવા માટે કાનૂની લડાઈ લડી રહ્યા છે. ભારત સરકાર સતત તેમના પ્રત્યર્પણ માટે પ્રયાસ કરી રહી છે. વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું છે કે ભારત નીરવ મોદીને દેશમાં પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે.

PNB કૌભાંડનો મુખ્ય આરોપી

55 વર્ષીય નીરવ મોદી પર આરોપ છે કે તેણે પોતાના કાકા મેહુલ ચોકસી સાથે મળીને પંજાબ નેશનલ બેંકમાં લગભગ 13,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. CBIના જણાવ્યા મુજબ કુલ ગેરરીતિમાંથી નીરવ મોદીએ એકલા અંદાજે 6,498 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. બીજી તરફ, મેહુલ ચોકસી હાલમાં બેલ્જિયમમાં કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. વર્ષ 2021માં યુકેના ગૃહમંત્રીએ નીરવ મોદીના ભારત પ્રત્યર્પણને મંજૂરી આપી હતી, પરંતુ વિવિધ કાનૂની પ્રક્રિયાઓને કારણે મામલો હજુ સુધી અટવાયેલો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

London Court Verdict Nirav Modi Bank of India Loan Case
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ