બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / વિશ્વ / ભારતથી કેનેડા ભણવા ગયેલા 20 હજાર વિદ્યાર્થીઓ છૂમંતર, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Last Updated: 09:35 AM, 17 January 2025
પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે માતા-પિતા તેમને વિદેશ ભણતર માટે મોકલતા હોય છે. ઘણા એવા મા-બાપ છે જેઓ પોતાના બાળક માટે રાત-દિવસ એક કરી દેતા હોય છે જેથી તેઓ ત્યાં સારું ભણતર મેળવી શકે , પણ એ જ માતા-પિતાને જો એવા સમાચાર મળે કે તેમનો બાળક ગુમ થઇ ગયો છે તો? જો કે આવી કોઇ ઘટના બની નથી પરંતુ આવા જ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.
ADVERTISEMENT
સૌ કોઇ જાણે છે કે હાલ અત્યારે ભારત-કેનેડા વચ્ચે તણાવનો માહોલ છે, એવામાં 'ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટીઝનશિપ કેનેડા' (IRCC)એ એક રિપોર્ટ રજૂ કર્યો છે જે ચોંકાવનારો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કેનેડા પહોંચેલા લગભગ 20 હજાર ભારતીય વિદ્યાર્થીઓ કોલેજો અને યુનિવર્સિટીઓમાંથી 'ગુમ' છે. તેઓને તેમની કોલેજો અથવા યુનિવર્સિટીઓમાં 'નો-શો' તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. તેનો અર્થ એ કે તે ત્યાં લાંબા સમયથી જોવા મળ્યો ન હતો. હવે સવાલ અહીંયા એ થાય છે કે આ વિદ્યાર્થીઓ ક્યાં ગયા?
ADVERTISEMENT
કેનેડામાં 2014માં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ કમ્પ્લાયન્સ રેજીમ લાગુ કરવામાં આવી હતી, જેનો હેતુ નકલી વિદ્યાર્થીઓને ઓળખવાનો અને શંકાસ્પદ શાળાઓને ઓળખવાનો હતો. ઇમિગ્રેશન વિભાગ કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ પાસેથી વર્ષમાં બે વાર હાજરી અહેવાલો માંગે છે, જેથી તેઓ તેમની અભ્યાસ પરમિટનું પાલન કરી રહ્યાં હોય તેની ખાતરી કરી શકાય. આ કેસમાં ઘણા નિષ્ણાતો માનવું છે કે મોટાભાગના ગેરહાજર વિદ્યાર્થીઓ કેનેડામાં કામ કરી રહ્યા છે અને કાયમી રહેવાસી બનવાનું સ્વપ્ન ધરાવે છે.
ભૂતપૂર્વ ફેડરલ અર્થશાસ્ત્રી અને ઇમિગ્રેશન મુદ્દાઓના નિષ્ણાત હેનરી લોટિન કહે છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ US બોર્ડર ક્રોસ કરી રહ્યા નથી પરંતુ કેનેડામાં કામ કરી રહ્યા છે. તેની પાછળનો ઉદ્દેશ કાયમી ધોરણે કેનેડામાં સ્થાયી થવાનો હોઈ શકે છે.ભારતીય વિદ્યાર્થીઓની ગેરહાજરીના કિસ્સાએ પણ ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નું ધ્યાન ખેંચ્યું છે, જે કેનેડાથી યુએસમાં ભારતીયોની દાણચોરીના મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. કેનેડા-યુએસ સરહદ ગેરકાયદેસર રીતે પાર કરવાનો પ્રયાસ કરતી વખતે ભારે ઠંડીથી મૃત્યુ પામેલા ગુજરાતના ડીંગુચા ગામના એક ભારતીય પરિવારના મૃત્યુ બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ભારતમાં અભ્યાસ માટે બે ન્યૂ સ્ટુડન્ટ વિઝા ઓફરનું એલાન, જાણો ફાયદો, આ રીતે કરો Apply
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની ગેરહાજરી અને સ્ટડી પરમિટના નિયમોનું ઉલ્લંઘન એ ગંભીર મુદ્દો બની ગયો છે. આ માત્ર ઇમિગ્રેશન પોલિસી પર જ પ્રશ્નો ઉભા કરતું નથી, પરંતુ કેનેડામાં વિદ્યાર્થીઓના વાસ્તવિક હેતુને પણ જુએ છે. આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે કડક પગલાં લેવાની અને વર્તમાન નીતિઓની સમીક્ષા કરવાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.