બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / ભારતમાં અભ્યાસ માટે બે ન્યૂ સ્ટુડન્ટ વિઝા ઓફરનું એલાન, જાણો ફાયદો, આ રીતે કરો Apply
Last Updated: 12:09 PM, 6 January 2025
ભારતે દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝાની બે વિશેષ શ્રેણીઓ રજૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ગૃહ મંત્રાલયે 'ઈ-સ્ટુડન્ટ વિઝા' અને 'ઈ-સ્ટુડન્ટ-એક્સ વિઝા' રજૂ કર્યા છે. આ પહેલ વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ કરવા પ્રોત્સાહિત કરવા અને તેમના માટે પ્રક્રિયાઓને સરળ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.
ADVERTISEMENT
શું છે આ પગલું?
ADVERTISEMENT
ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા વિદેશી વિદ્યાર્થીઓ માટે ભારતે બે નવી વિશેષ વિઝા શ્રેણીઓ રજૂ કરી છે. આ પહેલ ભારતના સ્ટડી ઇન ઇન્ડિયા (SII) પ્રોગ્રામ હેઠળ કરવામાં આવી છે.
E Student વિઝા
આ વિઝા એ વિદેશી વિદ્યાર્થીઓ માટે છે જેઓ SII પોર્ટલ પર રજિસ્ટર્ડ છે. ભારતની માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં નિયમિત, ફૂલ ટાઈમ, અંડર ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ, પીએચડી અથવા અન્ય ઔપચારિક અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માગો છો.
E Student-x વિઝા
આ વિઝા એવા લોકોના આશ્રિતો માટે છે જેમની પાસે ઈ-સ્ટુડન્ટ વિઝા છે.
ઈ-સ્ટુડન્ટ વિઝાની ખાસ વિશેષતાઓ
વધુ વાંચો: અમેરિકા ભણવા જવાનો પ્લાન છે? તો આ કોર્સમાં લેજો એડમિશન, બની જશે તમારી લાઈફ
કોને થશે ફાયદો?
આ સુવિધા તે વિદેશી વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ હશે જેઓ ભારતની 600+ ભાગીદાર સંસ્થાઓમાં 8000+ અભ્યાસક્રમો (એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, એગ્રીકલ્ચર, સાયન્સ, આર્ટસ, લેંગ્વેજ સ્ટડી, લો, યોગ વગેરે)માં પ્રવેશ લેવા માગે છે. વિદ્યાર્થીઓ તેમની પસંદગીના અભ્યાસક્રમો પસંદ કરી શકે છે, જેમાં બેચલર, માસ્ટર્સ, પીએચડી અને અન્ય અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.