બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:39 PM, 5 January 2025
અમેરિકામાં દર વર્ષે લાખો વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જાય છે. વિદેશમાં અભ્યાસ માટે અમેરિકાની ગણતરીના વિશ્વના શ્રેષ્ઠ દેશોમાં કરવામાં આવે છે. અહીં વિશ્વની ઘણી ટોચની યુનિવર્સિટીઓ છે, જ્યાં અભ્યાસ કરવાનું ઘણા ભારતીય યુવાનોનું હોય છે. ત્યારે અહીં અભ્યાસ કરીને અહીં જ સારી નોકરી લેવાની પણ ઇચ્છા હોય છે. એવામાં જો અમેરિકામાં અભ્યાસ કરીને અમેરિકામાં જ ફ્યુચર બનાવવાનો પ્લાન હોય તો STEM કોર્સમાં અભ્યાસ કરવો જોઈએ. સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ (STEM) સંબંધિત કોર્સનો અભ્યાસ કરીને સારા ભવિષ્યની સંભાવના છે.
ADVERTISEMENT
હાલમાં અમેરિકામાં સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ (STEM) ક્ષેત્રો ખૂબ જ ઝડપથી વિકસી રહ્યા છે અને આ ક્ષેત્રમાં ડિગ્રી લેવાથી સારી નોકરીની સંભાવના વધી જાય છે. ત્યારે ચાલો જાણીએ કે અમેરિકામાં આ વર્ષ 2025માં અભ્યાસ કરવા માટે ટોપ-5 STEM કોર્સ કયા છે, અને તેમાં અભ્યાસ શા માટે કરવો જોઈએ.
સાયબર સિક્યોરિટી - હાલમાં સાયબર ક્રાઈમ ઘણા વધી ગયા છે અને ઘણા સાયબર એટેક પણ થઈ રહ્યા છે. ત્યારે એવામાં સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સની માંગ ઘણી વધારે જોવા મળી રહી છે. માહિતી અનુસાર, વર્ષ 2020થી 2030ની વચ્ચે સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સની માંગમાં 33%નો વધારો થશે. આ કોર્સનો અભ્યાસ કરવા માટે અહીં યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને જ્યોર્જિયા ટેક સારી માનવામાં આવે છે. આ ક્ષેત્રમાં એક્સપર્ટની માંગ એટલા માટે પણ વધી છે કે કોઈપણ કંપની ડેટા બ્રીચ થવા દેવા માંગતી નથી.
ADVERTISEMENT
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ (AI અને ML) - હાલમાં આખા વિશ્વમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ (ML) ખૂબ જ ટ્રેન્ડમાં ચાલતું ક્ષેત્ર છે. ઘણી બધી જગ્યાએ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ચાલી રહેલા દાયકામાં AI અને ML પ્રોફેશનલ્સ સહિત કમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન રીસર્ચ સાયન્ટીસ્ટ માટેની નોકરીઓમાં 22% વધારો થવાની સંભાવના છે. અમેરિકામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને કાર્નેગી મેલોન યુનિવર્સિટીમાં આ કોર્સ માટેનો અભ્યાસ કરી શકાય છે. હાલમાં ફાઇનાન્સ, રોબોટિક્સ અને હેલ્થકેર જેવા કેટલાક ઉદ્યોગમાં AI નો ઉપયોગ વધી રહ્યો છે.
ડેટા સાયન્સ અને એનાલિટિક્સ - ડેટાનું વિશ્લેષણ કરીને વધુ સારા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે ડેટા સાયન્સનો ઉપયોગ થાય છે. દરેક કંપનીમાં એક દેતા સાયન્ટિસ્ટની જરૂર પડે છે. એક અનુસાર, ડેટા સાયન્સ ઝડપથી વિકસતું ક્ષેત્ર છે. માહિતી અનુસાર, આ દાયકામાં ડેટા સાયન્ટિસ્ટ્સની માંગ 35% વધવાની છે. અમેરિકામાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલે, હાર્વર્ડ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં તેનો અભ્યાસ કરી શકાય છે. હાલમાં દરેક જગ્યાએ ડેટા વાપરીને જ મોટા નિર્ણયો લેવામાં આવે છે એટલે દરેક કંપનીમાં ડેટા એનાલીસ્ટની જરૂર પડે જ છે.
બાયોમેડિકલ એન્જિનિયરિંગ - એન્જિનિયરિંગ અને મેડિકલનું મિક્સ ક્ષેત્ર એટલે બાયોમેડિકલ એન્જિનિયરિંગ, જેનું કામ હોય છે મેડિકલ ડિવાઈસ અને આર્ટીફીશીયલ ઓર્ગન્સ ડિઝાઇન કરવાનું. અમેરિકા તેને સૌથી ઝડપી વિકસતા ક્ષેત્રોમાંનું એક માને છે. બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં 5%ના દરે નોકરીમાં વધારો થવાનું ધારવામાં આવી રહ્યું છે. આમાં પગાર પણ સૌથી વધુ મળે છે. બાયોમેડિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ જોન્સ હોપકિન્સ, એમઆઈટી અને યુસી સાન ડિએગો જેવી યુનિવર્સિટીઓ કરી શકાય છે. આ ક્ષેત્રમાં મેડિકલ ટેક્નોલોજીમાં પ્રગતિ અને વૃદ્ધ વસ્તીને કારણે માંગ વધી રહી છે.
આ પણ વાંચો: 'અહીં જસ્ટિન ટ્રુડોનું શાસન છે', કેનેડાના રસ્તા પર ભારતીય સ્ટુડન્ટ્સનું કેમ અપમાન? જુઓ વીડિયો
રોબોટિક્સ એન્જિનિયરિંગ - રોબોટ્સ અને ઓટોમેટેડ સિસ્ટમ્સ ડિઝાઇન કરવા સાથે સંબંધિત આ ક્ષેત્ર છે. મેન્યુફેક્ચરિંગ, હેલ્થકેર અને અન્ય ક્ષેત્રોમાં ફેરફારોને કારણે આગામી કેટલાક વર્ષોમાં રોબોટિક્સ એન્જિનિયરિંગની નોકરીઓમાં 10% વધારો થવાની સંભાવના છે. હાલમાં ઉદ્યોગો પણ ઓટોમેશન તરફ આગળ વધી રહ્યા છે ત્યારે રોબોટિક્સ એન્જિનિયરોની પણ માંગ ઘણી વધી રહી છે. અમેરિકામાં રોબોટિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કાર્નેગી મેલોન યુનિવર્સિટી, એમઆઈટી અને મિશિગન યુનિવર્સિટીમાં કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.