બ્રેકિંગ ન્યુઝ
VTV / Isn't sinus the cause of frequent colds? Let's check
Last Updated: 05:25 PM, 26 November 2020
ADVERTISEMENT

સાઇનસ ઇન્ફેક્શન કેવિટીમાં વાઇરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે થાય છે. આ સમસ્યા ચહેરાના ચાર ભાગ-ગાલ, આંખોની વચ્ચે અને પાછળ તેમજ આઇબ્રોઝની ઉપર હોય છે. તે ઓછામાં ઓછા બે અઠવાડિયાં સુધી રહે છે.
ADVERTISEMENT
આવી રીતે ઓળખો સાઇનસને
- ગાલ અને ઉપરના જડબામાં દુખાવો
- આંખોમાં તેજ દર્દ
- શરદી સાથે તાવ આવવો
- સૂતી વખતે ખાંસી આવવી
- ઘણીવાર દાંતમાં ખૂબ દુખાવો થવો
- આઇબ્રોઝની ઉપર દુખાવો
- શ્વાસ લેવામાં સમસ્યા
- મોંમાંથી વાસ આવવી
- ચહેરો સૂજી જવો અને કફ નીકળવો

ADVERTISEMENT
સાઇનસ હોય તો શું ખાવું અને શું ન ખાવું
- ડાયટમાં વિટામિન-એ યુક્ત ફૂડ્સ વધુ લો, કેમ કે તેનાથી સાઇનસ ઇન્ફેક્શન ઘટે છે. હળદર, મરી, આદુંવાળી ચા, વેજિટેબલ વધુ લો.
- તળેલું, મસાલેદાર, ભાત, આઇસક્રીમ, ઠંડી વસ્તુઓ, દહીં વગેરેથી દૂર રહો. શરીરમાં પાણીની કમીથી આ સમસ્યા વધી શકે છે. તેથી ખુદને હાઇડ્રેટ રાખો. આ માટે આઠ ગ્લાસ પાણી પીઓ, સાથે જ્યૂસ, સૂપનું સેવન કરતાં રહો.
- એપલ સાઇડર વિનેગરમાં લીંબુનો રસ અને એક ચમચી મધ ભેળવીને દિવસમાં ૩-૫ વાર પીવાથી પણ આરામ મળશે. સવારે તુલસી, મરી અને સંચળવાળી ચા બનાવીને પી શકો છો.
- ડુંગળી અને લસણને છીણી પાણીમાં નાખી નાસ લો. તેનાથી સાઇનસમાં ઝડપથી આરામ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.