ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ના હોય! દર વર્ષે 1.5 ઇંચની સ્પીડથી ચંદ્ર પૃથ્વીથી દૂર જઇ રહ્યો છે? એવું કેમ, જાણો કારણ
Last Updated: 04:28 PM, 18 September 2025
ADVERTISEMENT
મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના એક સંશોધકે ચોંકાવનારી બાબત જણાવી છે. ભૌતિક અને ખગોળશાસ્ત્રી ડૉ. સ્ટીફન ડિકર્વીએ જણાવ્યું છે કે, પૃથ્વીથી ચંદ્ર દૂર જઈ રહ્યો છે. ચંદ્ર દર વર્ષે 1.5 ઇંચના દરે પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે. આથી પૃથ્વીનું પરિભ્રમણ પણ ધીમું થઈ રહ્યું છે, જેના કારણે ભવિષ્યમાં દિવસની લંબાઈ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે, ચંદ્રની રચના લગભગ 4.5 અબજ વર્ષ પહેલાં થઈ હતી જ્યારે ગ્રહ જેવી વસ્તુ પૃથ્વી સાથે ટકરાઈ હતી. આ ખગોળીય ઘટના વખતે ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક હતો અને ઘણો મોટો પણ દેખાતો હતો.
ADVERTISEMENT
ડૉ. સ્ટીફન ડિકર્વીના મતે, ભરતી-ઓટને કારણે ચંદ્ર આપણાથી દૂર જઈ રહ્યો છે. ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળથી આપણા મહાસાગરોમાં મોટા મોટા ઉભાર બને છે. જેમાં એક ઉભાર ચંદ્રની તરફ હોય છે, જ્યાં ગુરુત્વાકર્ષણ બળ સૌથી મજબૂત હોય છે, અને બીજો ચંદ્રથી દૂર હોય છે, જ્યાં ગુરુત્વાકર્ષણ બળ સૌથી ઓછું હોય છે. આ બંને ઉભાર ચંદ્રની એકઝેક્ટ સામે રહેતા નથી, પરંતુ પૃથ્વીના પરિભ્રમણને કારણે થોડા આગળ તરફ ખેંચાય છે. આ ખેંચાણને કારણે ચંદ્ર ધીમે ધીમે આપણાથી દૂર થઈ રહ્યો છે.
ADVERTISEMENT
વૈજ્ઞાનિકો પૃથ્વીથી ચંદ્રનું અંતર માપવા માટે લેસરનો ઉપયોગ કરે છે. તેઓ ચંદ્ર પર મોકલેલા અવકાશયાન અને અવકાશયાત્રીઓ દ્વારા રખાયેલા અરીસાઓ પર લેસરનો પ્રકાશ નાખે છે. આ પ્રકાશને ચંદ્ર સુધી જવા અને પરત આવવામાં લાગતા સમયને માપીને તેઓ ચંદ્રનું અંતર અને તેની ભ્રમણકક્ષામાં થતા ફેરફારોને સચોટ રીતે નક્કી કરી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT