ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / પ્રેગ્નન્ટ મહિલાઓને પેરાસિટામોલથી ખતરો? ટ્રમ્પના દાવા પર WHO એક્સપર્ટે કર્યો ખુલાસો

સાચુ શું / પ્રેગ્નન્ટ મહિલાઓને પેરાસિટામોલથી ખતરો? ટ્રમ્પના દાવા પર WHO એક્સપર્ટે કર્યો ખુલાસો

Last Updated: 06:06 PM, 23 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેગ્નેંટ મહિલાઓને ટાયલેનોલ (પેરાસીટામોલ) લેવાથી બચવાની સલાહ આપી છે. ટ્રમ્પનો દાવો છે કે આ દવા બાળકોમાં ઓટીઝમનું જોખમ વધારી શકે છે. પરંતુ શું આ મેડિસિન ખરેખર ઓટીઝમનું કારણ બને છે? ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ.

ADVERTISEMENT

Paracetamol aur Autism connection: દુનિયાાં સૌથી પોપ્યૂલર દવાઓમાં એક પેરાસિટામોલને લઈને અત્યારે એક મોટો વિવાદ ઉભો થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનો દાવો છે કે ટાઈલેનોલ જે પેરાસિટામોલની બ્રાંડ છે, અમેરિકામાં આ નામથી જ પેરાસિટામોલને લોકો જાણે છે. આ દવા લેવાથી ઓટીઝમનું જોખમ વધી શકે છે, ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓમાં. ટ્રમ્પના મતે, ગર્ભાવસ્થા દરમિયાન આ દવા લેવાથી બાળકમાં ઓટીઝમ થઈ શકે છે. પરંતુ શું ટ્રમ્પનો દાવો સાચો છે?

ટાઈલેનોલ, પેરાસિટામોલનું બ્રાંડ નામ છે, જે એખ વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ દવા તાવ, અને શરદી મટાડવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. પેરાસિટામોલનો ઉપયોગ સામાન્ય રીતે માથાનો દુખાવો, કમરનો દુખાવો, માસિક ધર્મમાં થતા દુખાવાને મટાડવા માટે ઉપયોગમાં લેવાય છે.

WHOના પૂર્વ ચીફ સાઈન્ટિસ્ટ અને પ્રખ્યાત બાળરોગ ચિકિત્સક ડૉ. સૌમ્યા સ્વામિનાથને સ્પષ્ટપણે કહ્યું છે કે પેરાસીટામોલ એક સલામત અને અસરકારક દવા છે. તેઓ જણાવે છે કે, "હાલમાં પેરાસીટામોલ અને ઓટીઝમ વચ્ચેના કોઈપણ જોડાણને સમર્થન આપવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી." પેરાસીટામોલ ઉત્પાદકો અને આંતરરાષ્ટ્રીય તબીબી સંસ્થાઓ માને છે કે પેરાસીટામોલ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે સલામત છે, પરંતુ તે ફક્ત ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ જ લેવી જોઈએ.

બાળરોગ નિષ્ણાત ડૉ. અરુણ શાહે જણાવ્યું હતું કે પેરાસીટામોલ સૌથી સલામત દવાઓમાંની એક છે. ફેડરેશન ઑફ ઑબ્સ્ટેટ્રિશિયન્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ્સ (FIGO) તેના ઉપયોગની ભલામણ કરે છે. ડૉક્ટરની સલાહ પર આ દવા લેવામાં કોઈ સમસ્યા નથી. JAMA જર્નલમાં પ્રકાશિત સંશોધન પણ તેની સલામતીની પુષ્ટિ કરે છે.

પેરાસીટામોલ શા માટે વિશ્વસનીય દવા છે?

ડૉ. સ્વામીનાથને સમજાવ્યું કે પેરાસિટામોલનો ઉપયોગ વર્ષોથી તાવ અને દુખાવો ઘટાડવા માટે કરવામાં આવે છે અને તે વિશ્વભરમાં સૌથી સામાન્ય રીતે સૂચવવામાં આવતી દવાઓમાંની એક છે. તે માથાનો દુખાવો, દાંતનો દુખાવો, પીઠનો દુખાવો, સ્નાયુઓમાં ખેંચાણ અને માસિક સ્રાવના દુખાવા સહિત તમામ પ્રકારના નાના દુખાવા માટે અસરકારક છે. ડૉક્ટર દ્વારા નિર્દેશિત ઉપયોગ કરવામાં આવે ત્યારે તે સંપૂર્ણપણે સલામત છે.

તેમણે ચેતવણી પણ આપી હતી કે, કોઈપણ દવાની જેમ, પેરાસીટામોલનો લાંબા ગાળાનો અને વધુ પડતો ઉપયોગ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. જોકે, સામાન્ય અને આવશ્યક ઉપયોગ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

વધુ વાંચો: VIDEO : બાપ રે ! બાર ગર્લ્સ આવી સરકારી સ્કૂલમાં, આખી રાત કર્યું આ શરમજનક કામ, વીડિયો વાયરલ

ટ્રમ્પનું નિવેદન

ટ્રમ્પે પોતાના નિવેદનમાં સગર્ભા સ્ત્રીઓને ટાયલેનોલ ટાળવાની સલાહ આપી હતી, અને દાવો કર્યો હતો કે તે બાળકોમાં ઓટીઝમનું જોખમ વધારી શકે છે. જોકે, તેમણે કોઈ નક્કર વૈજ્ઞાનિક ડેટા કે તબીબી અભ્યાસનો ઉલ્લેખ કર્યો ન હતો. તેમણે ફક્ત એટલું જ કહ્યું હતું કે, "જો સ્ત્રીઓ તે ન લે તો કોઈ નુકસાન નથી, તેમને ફક્ત થોડી પીડા સહન કરવી પડશે."

Vtv App Promotion

કંપનીએ નકારી કાઢ્યું

ટાયલેનોલ બનાવતી કંપનીએ પણ ટ્રમ્પના દાવાને નકારી કાઢતા કહ્યું કે, "અત્યાર સુધીના તમામ સંશોધન અને વૈજ્ઞાનિક ડેટા દર્શાવે છે કે પેરાસીટામોલ અને ઓટીઝમ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Paracetamol aur Autism connection Paracetamol safe Trump Paracetamol Autism claim
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ