ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Travel / irctc south india train package know every details

ટ્રાવેલ / સાઉથ ઇન્ડિયાની ટુર કરવી હોય તો આ છે આઇઆરસીટીસીનું બેસ્ટ પેકેજ

Published By: Krupa

Last Updated: 01:18 PM, 8 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરના વિવિધ પર્યટન સ્થળોની યાત્રા માટે ઇંડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ હંમેશા આકર્ષક પેકેજ લઇ આવે છે. આ વખતે આઇઆરસીટીસીએ જાન્યુઆરીથી ભારત દર્શન સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન દક્ષિણ ભારત યાત્રાની જાહેરાત કરી છે. આ ટુર સાત રાત્રિ અને આઠ દિવસની છે અને તે ત્રણ જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી ચાલશે.

ADVERTISEMENT

આ ટુરમાં તમે દક્ષિણ ભારતના ઘણા પ્રમુખ મંદિરો જેમકે ત્રિચી શ્રીરંગનાથસ્વામી મંદિર, રામેશ્વર રામનાથ સ્વામી મંદિર, મદુરાઇ મીનાક્ષી મંદિર, કન્યાકુમારી, તિરુવનંતપુરમ પદ્મનાભસ્વામી મંદિર, મહાબલિપુરમ અને કાંચીપુરમ કામાક્ષી મંદિરના દર્શન કરી શકશો.

આઇઆરસીટીસીની ઓફિસિયલ વેબસાઇટ પર અપાયેલી જાણકારી મુજબ આ ટુરમાં તમારે પ્રતિ વ્યક્તિ સ્લીપર કોચ માટે 7560 રુપિયા અને એસી થ્રી ટાયર કોચ માટે 9240 રૂ. ખર્ચવા પડશે. જ્યારે સરકારી કર્મચારીઓ એલટીસીનો લાભ ઉઠાવી શકે છે. ઇચ્છુક પર્યટક સિકંદરાબાદ, વારંગલ, ખમ્મમ, વિજયવાડા, ઓંગોલે, નેલ્લોર અને રેનિગુંટામાં આ ટ્રેનમાં સવાર થઇ શકે છે. આ સાથે આઇઆરસીટીસીએ હૈદરાબાદથી દુબઇ અને કોલંબો માટે પણ બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પેકેજની જાહેરાત કરી છે. ધ સ્પ્લેંડર ઓફદુબઇ ટુર 2થી 6 ડિસેમ્બર સુધી ચાલશે અને તેમાં ચાર રાત અને પાંચ દિવસ હશે.

આ પેકેજ માટે સિંગલ ઓક્યુપેંસી માટે પ્રતિ વ્યક્તિ 71,010 રૂ. અને ડબલ ઓક્યુપેંસી માટે 62,400 રૂ. ખર્ચવા પડશે. હૈદરાબાદથી કોલંબો જવા માટે આઇઆરસીટીસી ધ ફાઇનેસ્ટ આઇલેન્ડ ઇન ધ વર્લ્ડના નામથી પેકેડ લાવ્યુ છે. આ ટુર 18 ડિસેમ્બરે શરુ થઇને 22 ડિસેમ્બરે પુરી થશે. આ પેકેજ હેઠળ તમારે સિંગલ ઓક્યુપેંસી માટે 50,980 રૂ. અને ડબલ ઓક્યુપેંસી માટે 44,300 રૂ. ખર્ચવા પડશે. આ પેકેજમાં એર ટિકિટ, હોટલનો ખર્ચ, નાસ્તો અને વીઝા સામેલ છે.

આ ટુર પેકેજો અંગે વધુ જાણકારી માટે તમે આઇઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઇટ પર જઇ શકો છો. ઉલ્લેખનીય છે કે આ પેકેજમાં સૌથી વધુ એફોર્ડેબલ પેકેજ ભારત દર્શન ટુર પેકેજ માનવામાં આવે છે. બધા જરુરી ખર્ચ સામેલ કરવા છતા આ પેકેજ પોકેટ ફ્રેંડલી હોય છે. ઓછા બજેટમાં દેશની યાત્રા કવાના અવસર ઉપલબ્ધ થઇ શકે છે. આ પેકેજમાં તમામ ઉંમરની વ્યક્તિ એન્જોય કરી શકે છે કેમકે ટુરિસ્ટ પ્લેસથી લઇને ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો એમ દરેક સ્પોટને તેના ડેસ્ટિનેશનમાં જગ્યા અપાઇ છે.

સંકળાયેલા મુદ્દાઓ

IRCTC Travel lifestyle south india આઇઆરસીટીસી દક્ષિણ ભારત Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ