બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / iran hijab protest has spread in 80 cities

VIDEO / હિજાબના વિરોધમાં ભડકે બળ્યો દેશ: 80 શહેરોમાં ફેલાઈ 'આગ', 26ના મોત, જુઓ ભયાનક દ્રશ્યો

Jaydeep Shah

Last Updated: 12:17 PM, 25 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શનો લગભગ 80 શહેરોમાં ફેલાઈ ગયા છે. ઠેર ઠેર આગ લાગી રહી છે. જાણો વિગતવાર

  • ઇરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શન કાયમ 
  • 22 વર્ષની મહસા અમીનીના મૃત્યુ બાદ શરૂ થયું હતું  પ્રદર્શન 
  • 80 શહેરોમાં ફેલાઈ ગયું છે આ પ્રદર્શન 

ઇરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શન કાયમ 

મુસ્લિમ દેશ ઇરાનમાં હિજાબને લઈને ચાલી રહેલ વિરોધ પ્રદર્શન સતત ઉગ્ર થતું જઈ રહ્યું છે. 22 વર્ષની કુર્દની મહિલા મહસા અમીનીના કસ્ટડીમાં મૃત્યુ બાદ હવે આ પ્રદર્શન 80 શહેરોમાં ફેલાઈ ચૂક્યું છે. અમીનીને યોગ્ય રીતે હિજાબ ન પહેરવાને કારણે મોરેલીટી પોલીસે કસ્ટડીમાં લીધી હતી. પ્રદર્શનોને દબાવવા માટે પોલીસ બળનો પ્રયોગ કરી રહી છે, જેને કારણે ઓછામાં ઓછા 26 લોકોનું મુત્યુ થયું હતું અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ સમયે ઇરાનમાં પરિસ્થિતિ સતત બગડતી જઈ રહી છે. લોકોમાં સરકાર વિરુદ્ધ ઘણો ગુસ્સો છે. હિજાબના વિરોધમાં મહિલાઓએ પોતાના વાળ કાપીને પ્રદર્શન કર્યું છે. 

ઠેર ઠેર લાગી રહી છે આગ 

ઘણી જગ્યાઓ પર લોકોએ આગ પણ લગાવી છે. સોશિયલ મીડિયા પર ઇરાનના અમુક વિડીયો સામે આવ્યા છે, જે જોઈને અહીની સ્થિતિ વિષે જાણી શકાય છે. સર્વોચ્ચ ધાર્મિક નેતા એટલે કે સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇના પોસ્ટર ફાટી રહ્યા છે, ઘણા પોસ્ટરોમાં આગ લગાવાઈ રહી છે, તો ઘણા તેમના પર પત્થર મારીને પોસ્ટર કાળા કરી રહ્યા છે. ખામેનોઇ એ જ છે, જેમની કહેલી કોઈપણ વાતને ઇરાનના લોકો માથું નમાવીને માનતા આવ્યા છે. દેશમાં લોકતાંત્રિક શાસન વ્યવસ્થા છે, પણ માત્ર સર્વોચ્ચ નેતાનું જ રાજ ચાલે છે. 

મહિલાઓ સાથે પુરુષો પણ પ્રદર્શનમાં જોડાયા 

આ વિડીયોમાં પ્રદર્શનકારીઓને હિજાબમાં આગ લગાવતા જોઈ શકાય છે. મહિલાઓ સાથે પુરુષો પણ પ્રદર્શનોમાં ભાગ લઈ રહ્યા છે. તેમની માંગ છે કે હિજાબને ફરજિયાત કરવાને બદલે વૈકલ્પિક કરવામાં આવે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News iran iran hijab protest ઈરાન Iran Hijab Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ