બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 sandeep warrier replaces mohammed shami in gujarat titans

IPL 2024 / ગુજરાત ટાઈટન્સમાં મોહમ્મદ શમીની જગ્યાએ રમશે આ ખેલાડી, હાર્દિકની ટીમમાં પણ નવાને લેવાયો

Arohi

Last Updated: 09:08 AM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024: IPL 2024ની ઓપનિંગ મેચ ડિફેંડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે રમાશે. આ મેચની શરૂઆત 22 માર્ચે ચેન્નાઈમાં થશે. પરંતુ તેના પહેલા ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે.

IPL 2024ની શરૂઆત 22 માર્ચે થશે. પરંતુ તેના પહેલા બે ટીમોમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. પહેલો ફેરફાર ગુજરાત ટાઈટન્સ ટીમમાં જોવા મળ્યો છે. ફ્રેંચાઈઝીએ અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે. 

તેના ઉપરાંત હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી વાળી મુંબઈ ઈન્ડિયન્સે પણ શ્રીલંકાના ફાસ્ટ બોલર દિલશાદ મધુશંકાના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. મધુશંકા હાલમાં બાંગ્લાદેશ પ્રવાસ પર ઈજાગ્રસ્ત થયા હતા. તેના બાદ તેમને આઈપીએલથી બહાર થવું પડ્યું. 

શમીની જગ્યા પર સંદીપ થયા ગુજરાત ટીમમાં શામેલ 
સૌથી પહેલા ગુજરાતની વાત કરીએ તો આમા શમીના રિપ્લેસમેન્ટ તરીકે ફાસ્ટ બોલર સંદીપ વોરિયરને લેવામાં આવ્યા છે. જે આ પહેલા કલકત્તા નાઈટ રાઈડર્સ માટે રમી ચુક્યા છે. સંદીપે 2019માં IPLમાં પગ મુક્યો હતો પરંતુ અત્યાર સુધી ફક્ત 5 જ મેચ રમી છે જેમાં તેમણે 2 વિકેટ લીધી છે. 

જ્યારે શમીને ઘૂંટણ પર ઈજા છે. તેમણે હાલમાં જ સર્જરી કરાવી છે. આ કારણે જ શમી જૂનમાં યોજાવા જઈ રહેલા ટી20 વર્લ્ડ કપ 2024માં ભાગ નહીં લે. ગુજરાત ફ્રેન્ચાઈઝીએ શમીના રિપ્લેસમેન્ટ સંદીપને 50 લાખ રૂપિયાની બેસ પ્રાઈસ પર લીધો છે. KKRએ આઈપીએલ 2022 મેગા ઓક્શન પહેલા સંદીપને રિલીઝ કરી દીધા હતા. ત્યાર બાદ તેમને કોઈ ટીમે નથી લીધા. 

વધુ વાંચો: 'મને KING નહીં ફક્ત વિરાટ કહો...' RCB અનબોક્સ ઈવેન્ટમાં કોહલીએ ફેંસને કરી ખાસ અપીલ

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

મધુશંકાના રિપ્લેસમેન્ટ તરીકે મફાકાની એન્ટ્રી 
તેના ઉપરાંત દિલશાન મધુશંકાના રિપ્લેસમેન્ટ માટે મુંબઈ ટીમમાં સાઉથ આફ્રિકાના ક્વેના મફાકા શામેલ થયા છે. 17 વર્ષના મફાકાએ હાલમાં જ યોજાયેલા અંડર-19 વર્લ્ડ કરમાં ધાંસૂ પ્રદર્શન કર્યું હતું. તે આ વખતે આઈપીએલ ઓક્શનમાં શામેલ થયા હતા. પરંતુ તેમને કોઈએ ન ખરીદ્યા પરંતુ હવે તે મુંબઈની ટીમમાં શામેલ થઈ ગયા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ