ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 kohli said in rcb unbox event do not call me king just call me virat
ADVERTISEMENT
વિરાટ કોહલીએ પોતાના ફેંસને આગ્રહ કર્યો છે કે તે તેમને KING કહીને ન બોલાવે. તેમણે જણાવ્યું કે તેનાથી તેમને ખૂબ જ શરમ આવે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાની નવી જર્સીની શાનદાર અનબોક્સ ઈવેન્ટ આયોજીત કરી હતી.
ADVERTISEMENT
Never seen a King saying don't call me king 😭
— ANSH. (@KohliPeak) March 19, 2024
My man Kohli is so humble @imVkohli
🐐 pic.twitter.com/Ar66agGu7J
ADVERTISEMENT
બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમનું નામ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરથી બદલીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ કરી દીધુ છે. આ ઈવેન્ટમાં કોહલીએ પોતાને કિંગની જગ્યા પર વિરાટ નામથી જ બોલવવાની અપીલ કરી.
કોહલી-કોહલીના નારાથી ગુંજી ઉઠ્યું સ્ટેડિયમ
નવી જર્સી લોન્ચ પહેલા કોહલીને પુછવામાં આવ્યું કે દિકરા અકાયના જન્મ બાદ ક્રિકેટના મેદન પર પરત ફરી તેને કેવુ લાગી રહ્યું છે. કોહલી બોલી જ રહ્યા હતા કે ખચાખચ ભરેલા સ્ટોડિયમમાં કોહલી-કોહલીના નારા ગૂંજી ઉઠ્યા. સ્ટેડિયમમાં સ્થિતિ એવી થઈ ગઈ હતી કે વિરાટને ભીડ પાસે પોતાને બોલવા દેવા માટેની રિક્વેસ્ટ કરવી પડી.
ADVERTISEMENT
Only Virat Kohli fans are allowed to like this Entry 🐐 #RCBUnboxpic.twitter.com/1fTzzdDxfz
— ANSH. (@KohliPeak) March 19, 2024
ADVERTISEMENT
કોહલીએ કહ્યું, "ટીમને અનબોક્સ ઈવેન્ટ બાદ સાંજે ચેન્નાઈ માટે ચાર્ટડ ફ્લાઈટ પકડવાની છે. માટે અમારી પાસે વધારે સમય નથી." જણાવી દઈએ કે આઈપીએલ 2024ની ઓપનિંગ મેચમાં ડિફેંડિંગ ચેમ્પિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ 22 માર્ચે થશે.
વધુ વાંચો: 'હું કાયમ માટે...', IPL પહેલા વિરાટ કોહલીનો RCB ફેન્સને ભાવુક મેસેજ, જુઓ શું કહ્યું
ADVERTISEMENT
મને કિંગ ના કહેશો
સ્ટાર બેટ્સમેને આગળ કહ્યું હવે કિંગ નામથી તેમને બોલાવવાનું બંધ કરી દો. તેમણે કહ્યું, "સૌથી પહેલા તમારે મને તે શબ્દ (કિંગ) કહીને બોલાવવાનું બંધ કરવું પડશે. પ્લીઝ મને વિરાટ કહીને બોલાવો. મને તે શબ્દ (કિંગ)થી ન બોલાવો. હું ફક્ત ફાફ ડુ પ્લેસિસને કહી રહ્યો હતો કે જ્યારે તમે મને તે શબ્દથી બોલાવો છો તો મને દર વર્ષે શરમ અનુભવાય છે. તો કૃપા કરીને મને ફક્ત વિરાટ કહીને જ બોલાવો. હવે તે શબ્દ (કિંગ)નો ઉપયોગ ન કરો. આ માટે માટે ખૂબ જ શરમજનક છે."
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો