ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Gujarat Titans announced the entry of this fast bowler to replace Madushanka in MI in place of Mohammad Shami.
Last Updated: 10:38 PM, 20 March 2024
ADVERTISEMENT
ગુજરાત ટાઇટન્સે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના સ્થાનની જાહેરાત કરી છે. શમી ઈજાના કારણે IPL 2024માં નહીં રમે. જીટીએ શમીની જગ્યાએ કેરળના સંદીપ વોરિયરનો સમાવેશ કર્યો છે. તેણે આઈપીએલમાં કુલ 5 મેચ રમી છે. તેણે છેલ્લે 2021માં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મેદાન માર્યું હતું. શમીએ IPL 2023માં 28 વિકેટ લઈને પર્પલ કેપ જીતી હતી. મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ ઈજાગ્રસ્ત દિલશાન મદુશંકાના સ્થાને 17 વર્ષીય દક્ષિણ આફ્રિકાની ઝડપી બોલર ક્વેના માફાકાને ટીમમાં સામેલ કરી છે. શ્રીલંકાના ફાસ્ટ બોલર મદુશંકાને બાંગ્લાદેશ શ્રેણીમાં ઈજા થઈ હતી. IPLની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે.
ADVERTISEMENT

સંદીપ વોરિયરને શમીના સ્થાને સામેલ કર્યો
ADVERTISEMENT
IPLએ બુધવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, GTએ 32 વર્ષીય ફાસ્ટ બોલર સંદીપ વોરિયરને શમીના સ્થાને સામેલ કર્યો છે. શમીએ તાજેતરમાં જ હીલની સફળ સર્જરી કરાવી છે અને તે સ્વસ્થ થઈ રહ્યો છે. વોરિયર રૂ. 50 લાખની મૂળ કિંમતે જીટીમાં જોડાયો છે. બીજી તરફ મદુશંકા ઈજાના કારણે આગામી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. ડાબોડી ફાસ્ટ બોલર મફાકા 50 લાખ રૂપિયામાં MIનો હિસ્સો બનશે.આપને જણાવી દઈએ કે મફાકા ને ICC અંડર-19 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 21 વિકેટ લીધી હતી. તેણે બે વખત પાંચ વિકેટ ઝડપી અને એક વખત ઇનિંગમાં 6 વિકેટ લીધી.
ADVERTISEMENT
A 𝙘𝙤𝙢𝙢𝙖𝙣𝙙𝙞𝙣𝙜 presence in our quest for glory! 🙌🛞
— Gujarat Titans (@gujarat_titans) March 19, 2024
We welcome @BKTtires as our Official Tire Partner for #TATAIPL2024! 💪#AavaDe | #GTKarshe | #PaidPartnership pic.twitter.com/JubqUrHXWG
ADVERTISEMENT
વર્લ્ડ કપમાં ઘાતક બોલિંગ કરી
નોંધનીય છે કે શમીએ છેલ્લે 2023ના ODI વર્લ્ડ કપમાં મેદાન માર્યું હતું. તેણે વર્લ્ડ કપમાં ઘાતક બોલિંગ કરી અને સાત મેચમાં 24 વિકેટ લીધી. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે પેઈન કિલર લઈને ભારત માટે મેચ રમી હતી. શમી ઈજામાંથી સાજા થવા માટે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં લંડન ગયો હતો. ડોક્ટરોએ પહેલા ઈન્જેક્શનથી સારવાર કરી. જ્યારે શમીને ઈન્જેક્શનથી કોઈ ફાયદો ન થયો ત્યારે તેણે સર્જરી કરાવવી પડી.
ADVERTISEMENT
વધુ વાંચો : 'મને KING નહીં ફક્ત વિરાટ કહો...' RCB અનબોક્સ ઈવેન્ટમાં કોહલીએ ફેંસને કરી ખાસ અપીલ
33 વર્ષીય શમીને સંપૂર્ણ રીતે ફિટ થવામાં ઘણો સમય લાગશે. તે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2024માંથી પણ બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે થોડા દિવસો પહેલા આ વાતની પુષ્ટિ કરી હતી. શમી ભારત તરફથી બાંગ્લાદેશ સામેની હોમ ટેસ્ટ સિરીઝમાં રમી શકે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ વર્ષે સપ્ટેમ્બરમાં સિરીઝ યોજાવાની છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો