બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / Inspirational case, sleeping in girlfriend's bedroom, young man became a billionaire, see how it turned out

OMG / પ્રેરણાદાયી કિસ્સો, ગર્લફ્રેન્ડના બેડરુમમાં સુતા સુતા યુવાન બન્યો અબજોપતિ, જુઓ કેવું લગાડ્યું ભેજું

Hiralal

Last Updated: 09:20 PM, 29 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનના સૌથી યુવા અબજોપતિ જોની બોફારહાટે ગર્લફ્રેન્ડના બેડરુમમાં કોઈક મહાન કામ કરવાનો વિચાર આવ્યો અને તેણે જોતજોતામાં 400 કરોડની કંપની ઊભી કરી નાખી.

  • બ્રિટનના સૌથી યુવા અબજોપતિ જોની બોફારહાટની સિદ્ધી
  • ગર્લફ્રેન્ડના બેડરુમમાં પડ્યા પડ્યાં બની ગયો અબજોપતિ
  • ગર્લફ્રેન્ડના બેડરુમમાં બનાવી નાખી 400 કરોડની કંપની
  •  હોપિન નામની વિડિયો કોન્ફરન્સિંગ એપ બનાવી 
  • કંપનીનો હિસ્સો વેચીને વધુ 10 અબજ રૂપિયાની કમાણી કરી

માણસ ધારે તો આકાશકુસુમવત (આકાશને આંબી જવું) કામ પણ કરી શકે છે તે વાત બ્રિટનના સૌથી યુવા અબજોપતિ જોની બોફારહાટે શક્ય કરી દેખાડી છે. યુવા અબજોપતિ જોની બોફારહાટ ફરી એકવાર ચર્ચામાં છે. 27 વર્ષીય જોનીએ હોપિન નામની વિડિયો કોન્ફરન્સિંગ એપ બનાવીને અબજો રૂપિયાની કંપની ઊભી કરી હતી અને હવે આ જ કંપનીનો કેટલોક હિસ્સો વેચીને વધુ 10 અબજ રૂપિયાની કમાણી કરી છે. આ સફળતા પાછળ તેની ગર્લફ્રેન્ડના બેડરૂમનો ખાસ રોલ છે. આવો જાણીએ કેવી રીતે.

2020માં ગર્લફ્રેન્ડના બેડરૂમમાં હોપિન એપ બનાવી, બન્યો અબજોપતિ 

વાસ્તવમાં જોની બોફારહાટેની કરિયરની શરૂઆત 2018માં તેની ગર્લફ્રેન્ડના બેડરૂમમાંથી થઈ હતી. ગર્લફ્રેન્ડના બેડરૂમમાં પડ્યાં પડ્યાં તેને કંઈ મોટું કરવાની ચાનક ચડી, ખૂબ મથામણને અંતે તેને વીડિયો કોન્ફરન્સિંગ એપ હોપિન બનાવવાનું સુઝ્યું અને તેણે તે દિશામાં કામ કરવા માંડ્યું. આ સમયે 2020માં બ્રિટન સહિત આખી દુનિયા લોકડાઉન હેઠળ હતી અને આખરે તેણે હોપિન એપ બનાવી લીધું હતું. જોકે, ત્યારે પૈસા ન હોવાને કારણે તે તેને લોન્ચ કરી શક્યો નહોતો પરંતુ પાછળથી તેનું એપ ખૂબ સફળ નીવડ્યું અને તે અબજોપતિ બની ગયો અને 400 કરોડની કંપની ઊભી કરી દીધી. 

10 અબજ રૂપિયા એકત્ર કર્યા

વર્ષ 2020માં હોપિનને લોન્ચ કર્યા બાદ તેમણે ફંડ એકઠું કર્યું હતું અને બ્રિટનના સૌથી યુવા સેલ્ફ મેડ બિલિયોનેર બન્યા હતા. ભૂતકાળમાં, તેણે તેના વ્યવસાયનો એક ભાગ (હિસ્સો) વેચીને વધુ 10 અબજ રૂપિયા એકઠા કર્યા છે. યુકેમાં લોકડાઉન પછી લાગુ કરવામાં આવેલા વર્ક ફ્રોમ હોમને ધ્યાનમાં રાખીને તેમણે 2020 માં આ વીડિયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન બનાવી હતી.

લોન્ચ થયાના એક વર્ષમાં 50 લાખ લોકો વાપરવા લાગ્યા 

લોન્ચ થયાના એક વર્ષ બાદ જોનના હોપિન એપનો ઉપયોગ 50 લાખથી વધુ લોકો કરવા લાગ્યા હતા, જેના કારણે તેની કિંમત 400 કરોડ રૂપિયાથી પણ વધારે થઈ ગઈ હતી. હોપિન કંપનીની વધતી નેટવર્થને કારણે જોનીની કુલ સંપત્તિ 1.5 અબજ પાઉન્ડ (150 કરોડ) થઈ ગઈ છે. ૨૦૨૧ માં સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટમાં તે ૧૧૩ મા ક્રમે હતો. જોની બૌફારહાટ કહે છે કે તે તેના મિત્રો માટે એકદમ કંટાળાજનક છે. કારણ કે તેઓ દારૂ પીતા નથી કે પાર્ટી કરતા નથી. તેમને એવું કંઈ જ ગમતું નથી. હાલ જોની પોતાની એપમાં વધુ ફીચર્સ ઉમેરવાની દિશામાં કામ કરી રહ્યો છે.

દુનિયામાં આ કિસ્સાની ભારે ચર્ચા
ગર્લફ્રેન્ડના બેડરુમમાં ખાલી અમથા પડ્યાં પડ્યાં ભેજુ લગાડીને 400 કરોડ રુપિયાની કંપની ઊભી કરવાના આ કિસ્સાની દુનિયાભરમાં ચર્ચા જાગી છે. લોકો યુવાનની હિંમતને દાદ આપી રહ્યાં છે. આ કિસ્સાથી યુવાનોને ખૂબ મોટી પ્રેરણા મળી છે. કંઈક નવું કરી છૂટવા માગતા યુવાનો માટે આ કિસ્સો પથદર્શક છે. 

શું છે હોપિન એપ 

હોપિન એપ ઝૂમ કોલ જેવી જ છે, જેના દ્વારા લોકો લાઇવ વીડિયો કોલ કરી શકે છે. હોપિન કોઈપણ સંસ્થાના કર્મચારીઓને રિમોટ નેટવર્ક પર કામ કરવાની તક આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ