બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / inflation data in america worries world about recession and unemployment

ચિંતાનો વિષય / અમેરિકામાં મોંઘવારીએ હાહાકાર મચાવ્યો: દુનિયાની અર્થવ્યવસ્થાનો 'બિગ બૉસ' લાચાર બન્યો, જગત આખામાં ચિંતા ફેલાઈ

Pravin

Last Updated: 03:09 PM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં જે રીતની મોંઘવારી વધી રહી છે, તેને લઈને દુનિયાના કેટલાય દેશોની નજર તે તરફ મંડરાઈ રહી છે, સરકારના લાખ પ્રયત્નો છતાં મોંઘવારી કાબૂમાં આવતી નથી.

  • મોંઘવારીએ અમેરિકામાં હાહાકાર મચાવ્યો
  • અમેરિકાની રિઝર્વ બેંક ગણાતી ફેડરલ રિઝર્વના હવાતિયા
  • મોંઘવારી હજૂ વધશે તો દુનિયાભરના દેશો માથે મોટો ખતરો

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે, પણ બોમ્બ અમેરિકામાં ફુટી રહ્યા છે. આ કોઈ લડાઈમાં ઉપયોગમાં લેવાતા બોમ્બ નથી, પણ મોંઘવારીનો બોમ્બ છે. અમેરિકામાં મોંઘવારીની હાલત એવી છે કે, ત્યાંની સરકાર અને સેન્ટ્રલ બેંક જેને ફેડરલ રિઝર્વ કહેવાય છે, તે આકાશ પાતાળ એક કરી રહી છે, પણ મોંઘવારી કાબૂમાં આવતી નથી. કાલે જ જાહેર થયેલા આંકડામાં હાલત ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે. 

ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી દર વધીને 8.3 ટકાએ પહોંચી ગયો છે. તે 8.1 ટકાએ રહેવાનું અનુમાન હતું. આશા હતી કે, દુનિયામાં ક્રૂડ ઓયલના ભાવ નિચે આવવાથી અમેરિકામાં મોંઘવારી ઘટશે, પણ તેનાથી વિપરીત થયું. ફ્યૂલની મોંઘવારી તો ઘટી પણ ફુડ, હાઉસિંગ, મેડિસિને મુસીબત વધારી દીધી. હાલના દિવસોમાં ભાવોમાં ખૂબ ઉછાળો જોવા મળ્યો છે. આ ત્રણેયનું મોંઘવારીમાં અડધો ભાગ છે. તેની અસર એ થઈ કે, કોર મોંઘવારી દર 6.3 ટકા પર પહોંચી ગયો, કોર મોંઘવારી દરમાં ફુડ અને ફ્યૂલ સામેલ થતું નથી. આ આંકડા પર પણ નીતિ નિર્માતાઓે પોલીસી મેકર્સની નજર હોય છે. 

મુસીબત ખતમ થવાનું નામ નથી લેતી

મોંઘવારીના આ આંકડા બાદ હવે ફેડરલ રિઝર્વની ઊંઘ ઉડી ગઈ છે. ફેડરલ રિઝર્વની બેઠક 20-21 સપ્ટેમ્બર થવાની છે. અનુમાન હતું કે, આ બેઠકમાં ફેડરલ રિઝર્વ 3/4 ટકા વ્યાજ દર વધારશે, પણ દિગ્ગજ બ્રોકરેજ કંપની નોમુરાના જણાવ્યા અનુસાર, ફેડરલ રિઝર્વ ઓછામાં ઓછુ 1 ટકાના દર વધારશે. ફેડરલ રિઝર્વના ચેરમેને સ્પષ્ટ કહ્યું છે કે, હાલમાં તેમને કંઈ દેખાતું નથી, તેમનો પ્રથમ ટાર્ગેટ મોંઘવારી કાબૂ કરવા પર છે, પછી ભલે ગ્રોથની કુરબાની આપવી પડે તો ભલે. આપને જણાવી દઈએ કે, ફેડરલ રિઝર્વનો મોંઘવારીનો ટાર્ગેટ 2 ટકા છે અને હાલમાં અમેરિકામાં મોંઘવારી 8.6 ટકા છે. Ansid કેપિટલના મેનેજિંગ પાર્ટનર અનુરાગ સિંહે જણાવ્યું છે કે, મોંઘવારીની બસ આગળ ભાગી રહી છે અને તેને પકડવા માટે ફેડરલ રિઝર્વ પાછળ ભાગી રહ્યું છે અને ઈચ્છવા છતાં પણ પકડી શકતુ નથી.

ખુદ મંદી ઈચ્છે છે અમેરિકા

શું આપે ક્યારેય સાંભળ્યું છે કે, કોઈ દેશ ખુદ પોતાની અર્થવ્યવસ્થાનો ધબ્બો બોલાવા માગે. નહીં ને, પણ અમેરિકામાં આવું નથી. બાઈડેન સરકાર અને ફેડરલ રિઝર્વ બંને ઈચ્છે છે કે, અમેરિકી અર્થવ્યવસ્થઆ મંદીમાં ચાલી જાય. બંનેનું માનવું છે કે આવું કરીને ગરમ ભઠ્ઠી માફક સળગી રહેલી અર્થવ્યવસ્થાને ઠંડી કરી શકાય છે. આ પગલાથી મોંઘવારીના દાનવને કાબૂમાં લાવી શકાય છે. પણ કોઈ પણ ચાલ કામમાં નથી આવતી. ફેડરલ રિઝર્વ સતત દર વધઆરીને અર્થવ્યવસ્થા પાટા પર લાવવાની કોશિશ કરે છે. આ વર્ષે ત્રણ વાર ફેડરલ રિઝર્વે દરોમાં વધારો કરી ચુક્યું છે. બીજી તરફ કોરોનાના સમયમાં નાખેલી રોકડ સતત પાછી લઈ રહ્યા છે. પણ કંઈ કામમાં આવતું નથી. અમેરિકી અર્થવ્યવસ્થા આંશિક ઠંડી પડી છે, પણ એટલી નહીં જેટલી સરકાર ઈચ્છે છે.

અમેરિકાની મોંઘવારીએ સૌની ઊંઘ હરામ કરી

હવે સવાલ એ ઊભો થાય છે કે, અમેરિકામાં મોંઘવારી બેકાબૂ છે, તો દુનિયા શા માટે ટેન્શનમાં છે. આવું એટલા માટે કેમ કે, અમેરિકા દુનિયાની અર્થવ્યવસ્થાનો બિગ બોસ છે. અને ત્યાંથી દુનિયાના આર્થિક પૈડા ચાલે છે. અમેરિકા છીંક ખાય તો, પણ દુનિયાને ફ્લૂ થઈ જાય છે. તો આવો જાણીએ તકલીફ ક્યાં છે. 

1. વ્યાજદર વધશે

અમેરિકામાં મોંઘવારી વધશે તો પરાણે પણ ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારશે. દર વધશે તો, પગલે પગલે બાકીના દેશો પણ સેન્ટ્રલ બેંકમાં દેવા મોંઘા કરશએ. એટલે કે, તેની સીધી અસર બેંક હપ્તા પર પડશે.

2. દુનિયામાં મંદી

અમેરિકા દુનિયાનો બોસ છે અને તે ખુદ અર્થવ્યવસ્થાને બેસાડવા માગે છે. અમેરિકા બેસી જશે, તો તેના પર નિર્ભર બાકીના દેશો પણ તળીયે જશે. એટલે કે, દુનિયામાં મંદીનો ખતરો વધશે.

3. બેરોજગારી વધવાનો ખતરો

મંદી વધશે, તો નોકરીઓ ક્યાંથી આવશે. જે છે તેના પર પણ ખતરો મંડરાશે. કંપનીઓની પણ મજબૂરી છે. દુનિયામાં ધંધામાં મંદી આવશે તો બિઝનેસ ક્યાંથી વધશે. એટલે કે, બિઝનેસ નહીં તો નોકરી નહીં.

4. મોંઘવારી હજૂ પણ વધશે

વ્યાજદર અને ડોલરમાં સીધો સંબંધ હોય છે. વ્યાજદર વધશે તો ડોલર વધારે મજબૂત થશે. ભારત જેવા બીજા વિકસિત દેશોમાં એનર્જી, બીજી કમોડિટી ઈંપોર્ટ કરવાનું મોંઘુ થઈ જશે. કારણ કે દુનિયાના મોટા ભાગના ટ્રેડ ડોલરમાં થાય છે. જે સીધે સીધું મોંઘવારીને વધારશે.

5. લેણદાર દેશો પર આફત

શ્રીલંકા, પાકિસ્તાન, લાઓસ, વેનેઝુએલા, ગિની જેવા દેશો જે પહેલાથી દેવાનો માર વેઠી રહ્યા છે. તેમને આગળ વધારે મુસીબત આવશે. ડોલર મોંઘો એટલે લોન મોંઘી. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર, 94 દેશોના 160 કરોડ લોકો ખાદ્ય, એનર્જી, ફાઈનાન્સની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. ડોલર મોંઘો થયો તો, આ બધાનું જીવન બેકાર થઈ જશે.

સંકળાયેલા મુદ્દાઓ

America Inflation UnEmployment recession usa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ