ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / ઈરાનથી ભારતીય વિદ્યાર્થીઓને લઈને ચાર્ટર્ડ પ્લેન દિલ્હી પહોંચ્યું, બીજી ફ્લાઇટ સવારે 10 વાગ્યે પહોંચશે
Last Updated: 07:04 AM, 21 June 2025
ADVERTISEMENT
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે 'ઓપરેશન સિંધુ' શરૂ કરીને પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવાનું કામ શરૂ કર્યું છે. આ કામગીરી હેઠળ, ઈરાનના મશહદથી પહેલી ચાર્ટર્ડ ફ્લાઇટ શુક્રવારે રાત્રે લગભગ 11:40 વાગ્યે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સુરક્ષિત રીતે પહોંચી હતી. ભારત સરકાર મશહદથી તબક્કાવાર કુલ 1,000 ભારતીયોને પાછા લાવી રહી છે. આ બચાવ કામગીરી માટે ઈરાનની મહાન એરની ચાર્ટર્ડ ફ્લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
#WATCH दिल्ली: ईरान से भारत लौटी जिया कुलसुम ने कहा, "... ईरान में हम बहुत परेशान हो गए थे, दहशत में थे। सरकार ने हमारा बहुत साथ दिया और सुरक्षित अपने वतन पहुंचा दिया।" pic.twitter.com/s7iFeiAX0L
— ANI_HindiNews (@AHindinews) June 21, 2025
અમે ભારતીયોને આપણા પોતાના લોકો તરીકે ગણીએ છીએ: ઈરાન
ADVERTISEMENT
ઈરાનમાં ભારતીય દૂતાવાસના ડેપ્યુટી ચીફ મોહમ્મદ જવાદ હુસૈનીએ મીડિયાને માહિતી આપતા કહ્યું, "અમે ભારતીયો સાથે અમારા પોતાના લોકો જેવો વ્યવહાર કરીએ છીએ. ઈરાનનું હવાઈ ક્ષેત્ર બંધ છે પરંતુ અમે ભારતીય નાગરિકોના સુરક્ષિત સ્થળાંતર માટે તેને અસ્થાયી રૂપે ખોલવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ." ઈરાની અધિકારીએ જણાવ્યું હતું કે, "પહેલી ફ્લાઇટ શુક્રવારે રાત્રે દિલ્હી પહોંચશે અને શનિવારે વધુ બે ફ્લાઇટ ભારત માટે રવાના થશે." બીજી ફ્લાઇટ શનિવારે સવારે અશ્ગાબતથી રવાના થશે અને સવારે 10 વાગ્યાની આસપાસ દિલ્હી પહોંચશે, જ્યારે ત્રીજી ફ્લાઇટ શનિવારે સાંજે ભારત પહોંચશે'.
#WATCH दिल्ली: ऑपरेशन सिंधु के तहत ईरान से भारतीय नागरिकों को लेकर एक और विमान दिल्ली पहुंचा। एयरपोर्ट से बाहर निकलते ही लोगों ने 'भारत माता की जय' के नारे लगाए। pic.twitter.com/I1U97iKY5h
— ANI_HindiNews (@AHindinews) June 21, 2025
ADVERTISEMENT

આ પણ વાંચો: જો ટ્રમ્પ પીછેહઠ કરશે!, તો શું નેતન્યાહૂ ઈરાન સામે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરશે?
ADVERTISEMENT
ભારતે ઓપરેશન 'સિંધુ' શરૂ કર્યું છે.
આ રાહત પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે પરિસ્થિતિ સતત બગડી રહી છે અને આ ક્ષેત્રમાં યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે. આવી સ્થિતિમાં ભારત સરકારે તત્પરતા દાખવી અને ઓપરેશન સિંધુ શરૂ કર્યું, જેથી માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ અન્ય ફસાયેલા ભારતીય નાગરિકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર તેના તમામ નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે અને આ સંકટની ઘડીમાં તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.