ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / indian wrestler anshu malik won silver medal at commonwealth games in womens 57 kg wrestling

CWG 2022: / હમારી છોરીયા છોરો સે કમ નહીં! કોમનવેલ્થ ગેમ્સમાં કુશ્તીબાજ અંશુ મલિકે જીત્યો સિલ્વર મેડલ

Published By: Pravin

Last Updated: 10:17 PM, 5 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમનવેલ્થ ગેમ્સમાં 2022 ભારતીય રેસલર્સે શાનદાર પ્રદર્શન કર્યા છે. વૂમેન્સ 57 કિલો ભારવર્ગની ફાઈનલમાં નાઈઝીરિયાનો સામનો કરતા અંશુ મલિકે સિલ્વર મેડલ પોતાના ખાતે કર્યો હતો.

ADVERTISEMENT

  • કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન
  • ભારતીય રેસલર્સે રંગ રાખ્યો
  • અંશુ મલિકે સિલ્વર મેડલ જીત્યો


કોમનવેલ્થ ગેમ્સમાં 2022 ભારતીય રેસલર્સે શાનદાર પ્રદર્શન કર્યા છે. બર્મિંઘમમાં ચાલી રહેલા ગેમ્સમાં ચારે ચાર ભારતીય રેસલર્સે ફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી હતી. ફાઈનલમાં પહોંચનારા રેસલર્સમાં બજરંગ પૂનિયા, દીપક પૂનિયા, સાક્ષી મલિક અને અંશુ મલિકના નામ સામેલ છે. એટલુ જ નહીં મોહિત ગ્રેવાલ અને દિવ્યા કાકરાન બ્રોન્ઝ મેડલ મેચમાં જગ્યા બનાવી ચુક્યા છે. 

અંશુ મલિકનો વૂમેન્સ 57 કિલો ભારવર્ગની ફાઈનલમાં સામનો નાઈઝીરિયાની ઓડુનાયો ફોલાસાડે સાથે થયો હતો, પણ અંશુ પોતાનું બેસ્ટ પ્રદર્શન કરી શકી નહોતી. અને તેને 3-7થી હારનો સામનો કરવો પડ્યો હતો. અંશુએ અંતિમ સેકન્ડમાં અમુક અંક મેળવીને વાપસીની કોશિશ કરી હતી, પણ જે પુરતુ નહોતું. હવે અંશુને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ બાજૂ ઓડુનાયોનો આ ત્રીજો ગોલ્ડ મેડલ રહ્યો હતો. 

ચારેય રેસલર્સનું આવુ રહ્યું પ્રદર્શન

બજરંગ પૂનિયાએ પુરુષોની ફ્રીસ્ટાઈલ 65 કિલો ભારવર્ગ પ્રતિસ્પર્ધાની સેમિફાઈનલમાં બજરંગે શ્રેષ્ઠતાના આધાર પરથી ઈંગ્લેન્ડના જોર્જ રામને 10-0થી હરાવ્યો. આ અગાઉ બજરંગે ક્વાર્ટર ફાઈનલની ટક્કરમાં મોરિશસના ઝીન ગુઈલિયાન જોરિસ બંડો અને પ્રી ક્વાર્ટરફાઈનલમાં નૌરુના લોએ બિંધમને સરળતાથી માત આપી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Commonwealth Games anshu malik indian wrestler કોમનવેલ્થ ગેમ્સ 2022 commonwealth games

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ