બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / indian origin man found living in chicago airport for three months due to fear of covid

OMG / કોરોનાના ડરથી 3 મહિનાથી અમેરિકન એરપોર્ટમાં છુપાઈ રહ્યો આ ભારતીય, પછી જે થયું તે જાણી ચોંકી જશો

Dharmishtha

Last Updated: 10:02 AM, 19 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિકાગો એરપોર્ટ પર એક એવો મામલો સામે આવ્યો છે જેમાં ન ફક્ત સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે. પરંતુ કોરોના સંક્રમણ પ્રત્યે લોકોમાં ડરની ઝલક પણ જોવા મળી છે. ગાર્જિયનના રિપોર્ટ મુજબ ભારતીય મૂળનો અમેરિકન વ્યક્તિ 36 વર્ષનો આદિત્ય સિંહ કોરોના સંક્રમણ ફેલાવા દરમિયાન એટલો ગભરાઈ ગયો હતો કે તે 3 મહિના સુધી એરપોર્ટ પર છુપાઈ રહ્યો હતો. આદિત્યએ એરપોર્ટ ઓપરેશન મેનેજરનો બેઝ પણ ચોર્યો હતો અને પ્રવાસીઓ તથા અન્ય સ્ટાફ પાસેથી જમવાનું તથા પૈસા માંગીને ગુજરાન ચલાવ્યું હતુ.

  • કોરોનાના ડરે તે 3 મહિનાઓ સુધી એરપોર્ટ પર જ હતો
  • જામીન માટે 1 હજાર ડોલર ભરવા પડશે
  • એરપોર્ટ સંપૂર્ણ સુરક્ષિત હોવું જોઈએ- જજ

કોરોનાના ડરે તે 3 મહિનાઓ સુધી એરપોર્ટ પર જ હતો

રિપોર્ટમાં જણાવ્યાનુંસાર આદિત્ય શિકાગો એરપોર્ટના સિક્યોર સેક્શમાં છુપાયેલો હતો. જ્યારે પોલીસે તેને પકડ્યો તો તેણે જણાવ્યું કે કોરોના સંક્રમણની ઝપેટમાં આવવાના ખતરા અંગે વિચારીને ડરી ગયો હતો. જેથી પ્રવાસ કરવાથી દુર રહ્યો હતો. મળતી માહિતી મુજબ આદિત્ય પોતાના ઘર લોસ એન્જેલસથી શિકાગો પહોંચ્યો હતો. અને પછી બહાર ન જઈને તે 3 મહિનાઓ સુધી અહીં જ હતો. એટલે કે 19 ઓક્ટોબર 2020થી 16 જાન્યુઆરી 2021 સુધી. આદિત્યને એરપોર્ટ ઓથોરિટીએ ગત અઠવાડિયે પકડ્યો હતો. હવે તેના પર ચોરી, છેતરપિંડી અને દુરાચારનો મામલો ચાલી રહ્યો છે.  36 વર્ષીય આદિત્ય સિંહને શનિવારે ત્યારે પકડવામાં આવ્યો જ્યારે એરપોર્ટ સ્ટાફે પોતાની ઓળખ આપવા કહ્યું. આદિત્યએ જવાબમાં એક બેઝ તરફ ઈશારો કર્યો. જોકે આ બેઝ એક ઓપરેશન મેનેજરનો હતો જેણે ઓક્ટોબરમાં તેના ખોવાઈ જવાની ફરિયાદ નોંધાવી હતી.

જજ પણ હેરાન

આદિત્યએ કોર્ટમાં જણાવ્યું કે તેણે એરપોર્ટ પર કથિત રીતે એક બેઝ પડ્યો હતો તે કોરોના કારણે બહાર જવાથી ડરતો હોવાથી તેણે તે ઉઠાવી લઈ વાપરી લીધો હતો. પોલીસના જણાવ્યાનુંસાર આદિત્ય સિંહ 19 ઓક્ટોબરે એક વિમાનમાં લોસ એજેલસથી ઓહારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યો હતો.  

જામીન માટે 1 હજાર ડોલર ભરવા પડશે

આસિસ્ટેન્ટ પબ્લિક ડિફેન્ડર કર્ટની સ્મોલવુડના જણાવ્યાનુંસાર આદિત્ય સિંહ લોસ એન્જેલ્સના એક ઉપનગરમાં રહે છે તેમનું કોઈ ક્રિમિનલ બેગ્રાઉન્ડ નથી. જો કે તે શિકાગો કેમ આવ્યા હતા તે સ્પષ્ટ થઈ શક્યુ નથી. તેમને જામીન માટે 1 હજાર ડોલર ભરવા પડશે અને ત્યાં સુધી તેમના પર એર પોર્ટ પર પ્રવેશવાને લઈને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

એરપોર્ટ સંપૂર્ણ સુરક્ષિત હોવું જોઈએ- જજ

જજ ઓર્ટિજે કહ્યું કે કોર્ટ આ તથ્યો અને પરિસ્થિતિઓને ચોંકાવનારી માને છે કે આટલા સમય સુધી તે અહીં રહ્યો. લોકોની સુરક્ષિત યાત્રા માટે એરપોર્ટ સંપૂર્ણ સુરક્ષિત હોવું જોઈએ. શિકાગો એરપોર્ટ વિભાગે નિવેદન આપ્યું છે કે આ ઘટના તપાસાધિન છે. જોકે અમે જોયું કે આ સજ્જને એરપોર્ટ પર પ્રવાસ કરનારા કોઈ મુસાફર માટે ખતરો ઊભો કર્યો નથી.

સંકળાયેલા મુદ્દાઓ

airport covid 19 અમેરિકા કોરોના વાયરસ coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ