ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સ્વદેશી બ્રાન્ડ Mivi નો સ્માર્ટફોન માર્કેટમાં ધમાકો! ₹12,999 માં લોન્ચ કર્યો દમદાર 5G ફોન

photo-story

6 ફોટો ગેલેરી

Mivi One 5G Launch / સ્વદેશી બ્રાન્ડ Mivi નો સ્માર્ટફોન માર્કેટમાં ધમાકો! ₹12,999 માં લોન્ચ કર્યો દમદાર 5G ફોન

Last Updated: 04:45 PM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતીય ઓડિયો એક્સેસરીઝ બ્રાન્ડ Mivi એ સ્માર્ટફોન માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરતા પોતાનો પ્રથમ 5G સ્માર્ટફોન 'Mivi One 5G' લોન્ચ કર્યો છે.

1/6

photoStories-logo

1. સ્વદેશી બ્રાન્ડ Mivi નો સ્માર્ટફોન માર્કેટમાં ધમાકો! ₹12,999 માં લોન્ચ કર્યો દમદાર 5G ફોન

ભારતમાં ઈયરફોન અને સ્પીકર્સ માટે જાણીતી સ્વદેશી બ્રાન્ડ Mivi એ હવે સ્માર્ટફોન માર્કેટમાં કદમ મૂક્યો છે. કંપનીએ પોતાનો પહેલો સ્માર્ટફોન Mivi One 5G ભારતીય બજારમાં ઉતાર્યો છે. ₹12,999 ની આક્રમક શરૂઆતી કિંમત, 5G કનેક્ટિવિટી, શક્તિશાળી Snapdragon પ્રોસેસર, મોટી બેટરી અને ક્લીન સોફ્ટવેર એક્સપિરિયન્સ જેવા ફીચર્સ સાથે આ ફોન બજેટ સ્માર્ટફોન કેટેગરીમાં અન્ય બ્રાન્ડ્સને કડક ટક્કર આપવા તૈયાર છે. આ સ્માર્ટફોનનું વેચાણ 8 ઓક્ટોબરથી ફ્લિપકાર્ટ પર શરૂ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વેરિયન્ટ અને કિંમત

Mivi One 5G ને ભારતમાં ત્રણ સ્ટોરેજ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 4GB RAM + 128GB Storage: ₹12,999, 6GB RAM + 128GB Storage: ₹14,999, 8GB RAM + 128GB Storage: ₹16,499. કંપનીના જણાવ્યા મુજબ, UPI પેમેન્ટ અથવા એક્સચેન્જ ઓફર હેઠળ ગ્રાહકોને ₹1,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે, જેથી પ્રારંભિક મોડલની અસરકારક કિંમત ₹11,999 થઈ જાય છે. આ ફોન ફાઈવ કલર ઓપ્શન્સ - બ્લુ, બરગંડી, ડાર્ક બ્લુ, ગ્રીન અને પિંકમાં ઉપલબ્ધ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. પ્રોસેસર અને પરફોર્મન્સ

Mivi One 5G માં Qualcomm Snapdragon 4 Gen 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 4nm પ્રોસેસ પર આધારિત 5G ચિપસેટ છે. તેમાં 2.2GHz સુધીની ક્લોક સ્પીડ ધરાવતું ઓક્ટા-કોર CPU અને Qualcomm Adreno GPU મળે છે. આ પ્રોસેસર રોજિંદા કામકાજ, સોશિયલ મીડિયા, વિડિયો સ્ટ્રીમિંગ અને નોર્મલ મલ્ટીટાસ્કિંગ માટે ઉત્તમ આઉટપુટ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 6000mAh બેટરી અને ડિસ્પ્લે

ફોનની મુખ્ય ખાસિયત તેની 6000mAh ની જંગી બેટરી છે. બોક્સમાં 18W નું ચાર્જર આપવામાં આવ્યું છે. ડિસ્પ્લેની વાત કરીએ તો, તેમાં 6.75-inch ની મોટી HD+ LCD સ્ક્રિન છે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. કિંમત ઓછી રાખવા માટે કંપનીએ Full HD+ ને બદલે HD+ રિઝોલ્યુશન પસંદ કર્યું છે, પરંતુ 120Hz રિફ્રેશ રેટ સ્ક્ર્રોલિંગને ખૂબ જ સ્મૂધ બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. કેમેરા અને સોફ્ટવેર અનુભવ

ફોટોગ્રાફી માટે રિયરમાં 50MP Samsung ISOCELL પ્રાથમિક કેમેરા (f/1.8 અપર્ચર અને PDAF સાથે) અને સેલ્ફી માટે 8MP નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. Mivi One 5G નવીનતમ Android 16 પર કામ કરે છે. બજેટ ફોન્સમાં જોવા મળતી બિનજરૂરી એપ્સ (Bloatware) આ ફોનમાં નથી આપવામાં આવી, જેથી યુઝર્સને એકદમ ક્લીન એન્ડ્રોઈડ અનુભવ મળશે. આ સિવાય કંપનીએ Android 18 સુધી સોફ્ટવેર અપગ્રેડ આપવાનું વચન પણ આપ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ગ્રાહકો માટે 'Mivi Care+' સર્વિસ

સ્માર્ટફોન માર્કેટમાં ગ્રાહકોનો વિશ્વાસ જીતવા માટે Mivi એ Mivi Care+ સર્વિસ પણ રજૂ કરી છે. આ સર્વિસ હેઠળ કંપની ખરાબ થયેલો ફોન ગ્રાહકના ઘરેથી પિક-અપ કરશે અને કમ્પ્લેઈન નોંધાયાના 7 દિવસની અંદર નવો ફોન પ્રોવાઈડ કરવાની ખાતરી આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

MiviSmartphone MadeInIndia MiviOne5G
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ