ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / India won the match in the 19th over thanks to Suryakumar Yadav's stormy batting

વિજય / IND vs WI T20: સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગનો કમાલ, ભારતે 19મી ઓવરમાં મેચ જીતી લીધી

Published By: ParthB

Last Updated: 09:06 AM, 3 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે T20 શ્રેણીની ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે હરાવ્યું. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે 76 રનની ઇનિંગ રમી હતી.

ADVERTISEMENT

  • ભારતે T-20 શ્રેણીની ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે હરાવ્યું
  • ભારતે વેસ્ટ ઈન્ડિઝને સિરીઝમાં  2-1થી પાછળ છોડી દીધી
  • ત્રીજી મેચમાં સૂર્યકુમાર યાદવે 76 રનની તોફાની બેટિંગ કરી 

ભારતે T-20 શ્રેણીની ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે હરાવ્યું. 

આ મેચમાં સૂર્યકુમાર યાદવે 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 2 વિકેટ ઝડપી હતી. આ જીત સાથે ભારતે શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે ભારતને 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જ્યારે ટીમ ઈન્ડિયાએ 19 ઓવરમાં મેચ જીતી લીધી હતી.

ત્રીજી મેચમાં સૂર્યકુમાર યાદવે 76 રનની તોફાની બેટિંગ કરી 

ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન રોહિત 5 બોલમાં 11 રન બનાવીને મેદાનની બહાર થઈ ગયો હતો. જ્યારે સૂર્યકુમારે 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 44 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. શ્રેયસ અય્યર 27 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા 4 રન બનાવીને આઉટ થયો હતો. રિષભ પંતે 26 બોલનો સામનો કરીને 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. તેણે અણનમ 33 રન બનાવ્યા હતા. જ્યારે દીપક હુડ્ડા 7 બોલમાં 10 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે બાઉન્ડ્રી ફટકારી.

ટીમ ઈન્ડિયાએ 19 ઓવરમાં મેચ જીતી લીધી હતી

પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. આ દરમિયાન કેલેગ મેયર્સે ટીમ માટે 73 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ઓપનર ખેલાડી બ્રેન્ડન કિંગ 20 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. રોવમેન પોવેલે 14 બોલમાં 23 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. કેપ્ટન નિકોલસ પૂરન 22 રન બનાવીને આઉટ થયો હતો. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 2 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 19 રન આપીને એક વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 33 રન આપીને એક વિકેટ લીધી હતી. અવેશ ખાનને એક પણ વિકેટ મળી ન હતી. દીપક હુડ્ડાએ એક ઓવરમાં એક રન આપ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket India T-20 won જીત્યું ટી-20 મેચ ભારત Ind vs WI T20

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ