બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:57 PM, 17 March 2023
ADVERTISEMENT
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પોતાના બેટથી મેદાન પર માત્ર ચાહકોનું મનોરંજન જ નથી કરતો પરંતુ સાથે સાથે તે તેના ડાન્સ મૂવ્સ દ્વારા પણ લોકોના દિલ જીતી લે છે. કોહલીને જ્યારે પણ તક મળે છે ત્યારે તે પોતાના ડાન્સ મૂવ્સ બતાવવાની તક છોડતો નથી. ઓસ્ટ્રેલિયા સામે શુક્રવારે રમાયેલી પ્રથમ વનડેમાં કોહલીનું બેટ કામ નહોતું કર્યું કારણ કે તે ટૂંકી ઇનિંગ્સ રમીને પરત ફર્યો હતો. પરંતુ ફેન્સને મેદાન પર કોહલીનો ડાન્સ જોવાનો મોકો ચોક્કસ મળ્યો. મુંબઈ વનડેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. મુલાકાતી ટીમ માત્ર 188 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચ દરમિયાન જ્યારે ભારતીય બોલરો ઓસ્ટ્રેલિયાની છક્કા છોડાવતા હતા ત્યારે વિરાટ કોહલી મેદાન પર પ્રશંસકોને ડાન્સ મૂવ્સ બતાવી રહ્યો હતો.
વિરાટ કોહલીએ નાટૂ-નાટૂ પર ડાન્સ કર્યો
ADVERTISEMENT
મેચ શરૂ થતા પહેલા જ ખેલાડીઓ પોતપોતાની જગ્યા લઈ રહ્યા હતા. તે સમયે સ્ટેડિયમમાં નાટૂ-નાટૂ ગીત વગાડવામાં આવી રહ્યું હતું. કોહલી સ્લિપ પર ઉભો હતો અને તરત જ ગીત નાટૂ-નાટૂ સ્ટેપનું પુનરાવર્તન કરવાનું શરૂ કર્યું. કોહલીને ડાન્સ કરતો જોઈને ફેન્સ પણ તેને ચીયર કરવા લાગ્યા. હાલ સમગ્ર દેશમાં આ ગીતનો ક્રેઝ છે. RRR ફિલ્મના આ ગીતને હાલમાં જ ઓસ્કાર એવોર્ડ મળ્યો છે, જે બાદ ફરી એકવાર આખો દેશ આ ધૂન પર નાચી રહ્યો છે.
#ViratKohli this is crazy 🕺🕺🕺
— Telugu Box office (@TCinemaFun) March 17, 2023
He is doing #NaatuNaatu #rrr #RamCharan #jrntr #INDvAUS @imVkohli @ImRo45 @AlwaysRamCharan @tarak9999 pic.twitter.com/2bm6FL6iAT
ADVERTISEMENT
ADVERTISEMENT
વિરાટ કોહલી સસ્તામાં પેવેલિયન પરત ફર્યો
આ મેચમાં ચાહકોને કોહલીની અદભૂત ફિલ્ડિંગ પણ જોવા મળી. 11મી ઓવરમાં કોહલીએ બોલને રોકવા માટે શોર્ટ કવરથી લઈને મિડ-વિકેટ સુધી એટલી ઝડપથી દોડ્યો કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. વિરાટ કોહલીની ફિટનેસ જોઈને કોમેન્ટેટર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ફિલ્ડિંગ કર્યા પછી જ્યારે તેનો બેટિંગ કરવાનો વારો હતો, ત્યારે કોહલીની તાકાત અહીં દેખાતી ન હતી. જ્યારે કોહલી આવ્યો ત્યારે ટીમની હાલત પહેલાથી જ ખરાબ હતી પરંતુ કોહલી ઈનિંગને સંભાળી શક્યો ન હતો. કોહલીએ નવ બોલમાં ચાર રન બનાવીને પરત ફરવું પડ્યું હતું. તે મિચેલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.