ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / શું ભારત-રશિયા વચ્ચે યોજાવા જઇ રહી છે મોટી ડીલ? યુદ્ધ વચ્ચે ચોંકાવનારા સંકેત

વર્લ્ડ / શું ભારત-રશિયા વચ્ચે યોજાવા જઇ રહી છે મોટી ડીલ? યુદ્ધ વચ્ચે ચોંકાવનારા સંકેત

Published By: Jinal Chauhan

Last Updated: 03:25 PM, 27 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને કારણે ભારત રશિયન કાચા તેલની આયાત વધારી શકે છે. જાન્યુઆરી 2026ની સરખામણીએ આ આયાત લગભગ બમણી થઈને ઓછામાં ઓછું 40% સુધી પહોંચી શકે છે. આ મુદ્દે બંને દેશો વચ્ચે હાલ ચર્ચા ચાલી રહી છે.

ADVERTISEMENT

યુદ્ધને કારણે ઘણા સમીકરણોમાં ફેરફાર થયો છે. અમેરિકન પ્રતિબંધોના કારણે ભારતે ધીમે ધીમે રશિયાથી તેલની ખરીદી ઘટાડી હતી. પરંતુ હવે યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાંથી તેલના સપ્લાયમાં અવરોધ આવ્યો છે. આ સ્થિતિમાં દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત ન સર્જાય તે માટે ભારત હવે વધુમાં વધુ કાચું તેલ રશિયાથી ખરીદવા અંગે વિચાર કરી રહ્યું છે.

આ સંકટે ભારતને ફરી એકવાર રશિયા સાથેના જૂના અને મજબૂત સંબંધોને આગળ વધારવાનો મોકો આપ્યો છે અને ભારતે આ દિશામાં પગલું ભરવાનું શરૂ કર્યું છે. હકીકતમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ જેવા મહત્વપૂર્ણ માર્ગો પ્રભાવિત થયા છે. આ માર્ગ વિશ્વના સૌથી મોટા તેલ પરિવહન રસ્તાઓમાંનો એક છે અને ભારત જેવા દેશો માટે ખૂબ જ મહત્વનો છે. આ સંકટને કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના સપ્લાય પર અસર પડી છે જેના કારણે ભારત સામે ઊર્જા સુરક્ષાનો મોટો પડકાર ઊભો થયો છે.

sperm in space (1)

LNG માટે રશિયા સાથે વાતચીત શરૂ

ભારત પોતાની ઊર્જાની જરૂરિયાતનો મોટો હિસ્સો ખાડી દેશોમાંથી પૂરો કરે છે, પરંતુ હાલમાં સપ્લાયમાં મુશ્કેલીઓ આવી રહી છે. આવી સ્થિતિમાં ભારત હવે રશિયાને એક વિકલ્પ અને વિશ્વસનીય સપ્લાયર તરીકે જોઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ ભારત અને રશિયા વચ્ચે લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) માટે મોટી ડીલ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે, જે યુક્રેન યુદ્ધ પછી પહેલી વાર થઈ રહી છે. સૂત્રો મુજબ ભારતે રશિયાથી LNG ખરીદવા બાબતે અમેરિકાને પણ જાણ કરી દીધી છે.

ભારત હવે પોતાના કુલ કાચા તેલના આયાતમાં રશિયાનો હિસ્સો વધારીને લગભગ 40% સુધી લઈ જવાનો વિચાર કરી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ જાન્યુઆરી 2026ની સરખામણીએ ભારતમાં રશિયન કાચા તેલનું આયાત બમણું થઈને ઓછામાં ઓછું 40% સુધી પહોંચી શકે છે. રશિયા પહેલાથી જ ભારતને સસ્તા દરે તેલ પૂરું પાડે છે, જે હાલની મોંઘવારી અને ઊર્જા સંકટના સમયમાં ભારત માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ આજે શેરમાર્કેટમાં આ શેર પર રહેશે રોકાણકારોની નજર, કરાવશે તગડી કમાણી

અમેરિકાને નડી શકે છે રશિયા-ભારતનું નજીક આવવાનું

રશિયાથી તેલ ખરીદવાના મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચે વેપારિક તણાવ વધ્યો હતો. ત્યારબાદ અમેરિકાએ ભારત પર વધારાનો 25% ટેરિફ લગાવ્યો હતો. પછી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પએ ટેરિફ ઘટાડીને 18% કરવાનો નિર્ણય લીધો, ત્યારે તેમણે કહ્યું હતું કે ભારતે રશિયાથી તેલ ખરીદવાનું બંધ કર્યું છે તેથી રાહત આપવામાં આવી. પરંતુ હવે મિડલ ઈસ્ટની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત અમેરિકા પાસે ખાસ છૂટ માંગે છે જેથી તે રશિયાથી ઊર્જા ખરીદી ચાલુ રાખી શકે. ભારત અને રશિયા ફરીથી નજીક આવી રહ્યા છે જે અમેરિકાને પસંદ ન પડી શકે. સાથે જ રશિયા પણ આ તકનો લાભ લઈને ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા પ્રયાસ કરી રહ્યું છે.

(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

crude oil import India Russia deal LNG agreement

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ