આખરે ઈન્ટરનેટ પર શું કરે છે ભારતીયો, 2020 સુધી 70 કરોડને પાર પહોંચશે આંકડો

By : kaushal 03:38 PM, 05 August 2018 | Updated : 03:38 PM, 05 August 2018
ભારતમાં ઈન્ટરનેટ વપરાસકારોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આગલા 3 વર્ષોમાં ભારતમાં ઈન્ટરનેટ યૂઝર્સની સંખ્યા 70 કરોડની પાર પહોંચી જશે. ડાટા રિસર્ચ કંપની રેડસીર કંસલ્ટિંગની રિપોર્ટના પ્રમાણે વર્ષ 2020 સુધી ભારતમાં ઈન્ટરનેટ વપરાશકારોની સંખ્યમાં 72 કરોડના આંકડો પાર કરી લેશે જે વર્ષ 2017માં 47 કરોડ હતી. 

જ્યારે 2020 સુધી ચીનમાં ઈન્ટરનેટ યૂઝર્સની સંખ્યા 91 કરોડ અને અમેરિકામાં 31 કરોડ હશે. ભારતમાં દર વર્ષે ઈન્ટરનેટ વપરાશકારોની સંખ્યામાં 13 ટકાનો વધારો થઈ રહ્યો છે જે દુનિયાના કોઈ પણ દેશથી વધારે છે.

આખરે ઈન્ટરનેટ પર શું કરે છે ભારતીય?

સંખ્યા જાણ્યા બાદ એ સવાલ થાય કે આખરે આટલી સંખ્યામાં ભારતીય ઈન્ટરનેટ પર કરે છે શું. આમ તો સત્ય ખુબ ચોંકાવનારુ છે, કેમકે ઈન્ટરનેટ વપરાશકારોમાં એક મોટા ભાગને આધારભૂત વસ્તુઓ ખબર નથી અને એનું કારણ ખરાબ નેટવર્ક, જાણકારીની અછત, જાણકારી પ્રાપ્ત કરવામાં રૂચી અને ઓછા ફીચર વાળો ફોન. 

ધ્યાન રાખવાની વાત એ છે કે અડધા એટલે કે 47 કરોડ લોકો ફક્ત મેસેજ કરવા માટે ઈન્ટરનેટનો વપરાશ કરે છે.Recent Story

Popular Story