બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / india awaits 5g china starts work on 6g

ટેક્નોલોજી / ભારતમાં 5-જીના ઠેકાણા નથી ને ચીન-કોરિયા અને યુરોપની કંપનીઓએ 6-જી પર કામ શરુ કરી દીધુ!

Published By: Mehul

Last Updated: 10:34 PM, 12 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સહિત મોટાભાગના દેશોમાં હજુ  5-જી ઇન્ટરનેટ સેવાના ઠેકાણા નથી. બીજી બાજુ કેટલીક કંપનીઓએ 6-જી ટેક્નોલોજી પર કામ શરુ કરી દીધું છે.ચીને હમણા જ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે 6-જી માટે તેણે બે ટીમ બનાવી છે જે  6-જી ટેક્નોલોજીના અમલીકરણ માટે કામ કરશે. એક ટીમ સરકારી લોકોની છે, જયારે બીજી ટીમમાં વિજ્ઞાનીઓ સહિત આ ક્ષેત્રના નિષ્ણાતોને સામેલ કરવામાં આવ્યા છે.

  • ભારત સહિત મોટાભાગના દેશોમાં હજુ 5-જી ઇન્ટરનેટ સેવાના ઠેકાણા નથી
  • કેટલીક કંપનીઓએ 6-જી ટેક્નોલોજી પર કામ શરુ કરી દીધું
  • ચીનની જાહેરાત, 6-જી માટે બે ટીમ બનાવી

ચીન સરકારના ઇન્ફર્મેશન ટેકનોલોજી વિભાગે 2018 માં જ ટાસ્ક ફોર્સ બનાવીને  6-જી પર કામ કરવાનું શરૂ કર્યું હતું.એ અલગ વાત છે કે 5-જીમાં પણ ડેટા ટ્રાન્સફરની સ્પીડ 4-જી કરતા 10 ગણી વધુ ઝડપી હશે.જોકે  5-જી ટેકનોલોજીનો લાભ હજુ બહુ જુજ લોકોને મળ્યો છે. કોરિયન, ચાઇનીઝ કંપીનઓ તેમ જ અને નોકિયા-એરિક્સન જેવી કંપનીઓ વચ્ચે 5-જી માટે અત્યારે જોરદાર હરિફાઇ ચાલી રહી છે

આ દેશોની ખાનગી કંપનીઓ અને સરકારી સંસ્થાઓ પણ 6-જી પર સંશોધન કરી રહી છે.જોકે કેટલાક નિષ્ણાતો કહે છે કે 2030 સુધી 6-જી ટેકનોલોજી લોકો સુધી પહોંચે તેમ નથી.જયારે કેટલાકના મતે 6-જી પણ આગામી પાંચ વર્ષમાં આવી જશે. 6-જી હજુ ભલે દુરની વાત હોય પણ ટોચની કંપનીઓ તેમાં પાછળ રહેવા માગતી નથી.કેમ કે ટેકનોલોજીમાં બહુ ઝડપથી બદલાવ આવી રહ્યો છે.તેમાં સ્હેજ પણ પાછળ રહેવાનું પોષાય તેમ નથી. 

ચીનની ટેક જાયન્ટ કંપની કંપની હુઆવે પણ 6-જીની રેસમાં સામેલ છે.અમેરિકામાં પ્રતિબંધિત હુઆવેને અત્યારે 5-જી ક્ષેત્રમાં માર્કેટ લીડર ગણવામાં આવે છે.દક્ષિણ કોરિયન કંપની એસ.કે.ટેલિકોમે નોકિયા અને એરિક્સન સાથે 6-જી માટે કરાર કર્યા હતા સેમસંગ પણ 6-જી ટેક્નોલોજીમાં પાછળ રહેવા માગતી નથી. સેમસંગની  હરીફ કેપની એલજીએ પણ  કોરિયા એડવાન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીની સ્થાપના કરીને આ દિશામાં કામ શરુ કરી દીધું છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

China India Technology ગુજરાતી ન્યૂઝ Technology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ