બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / India-Australia PM meets today, Australia hopes to invest Rs 1,500 crore

નવી દિશા,નવી હવા / ભારત-ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન વચ્ચે આજે બેઠક,ઓસ્ટ્રેલિયા પાસે 1500 કરોડનાં રોકાણની આશા

Published By: Mehul

Last Updated: 12:00 AM, 21 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદ્યોગો અને ખાણ-ખનીજ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ઓસ્ટ્રેલિયાઈ પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને સોમવારે થનારી ઇન્ડીયા -ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટમાં ભારતમાં 1500 કરોડ રૂપીઆનું રોકાણ

  • ભારત-ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન વચ્ચે આજે બેઠક 
  • ઓસ્ટ્રેલિયા-ભારતમાં 1500 કરોડનું રોકાણ કરશે
  • PM મોદી-સ્કોટ મોરિસ વચ્ચે વર્ચ્યુઅલ બેઠક 

ઉદ્યોગો અને ખાણ-ખનીજ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ઓસ્ટ્રેલિયાઈ પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને સોમવારે થનારી ઇન્ડીયા -ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટમાં ભારતમાં 1500 કરોડ રૂપીઆના રોકાણ પેકેજની ઘોષણા કરશે. આ શિખર સંમેલન ભારતીય સમય પ્રમાણે બપોરે થશે.આ બાને નેતાઓ વચ્ચે છેલો વર્ચ્યુઅલ સંમેલન જૂન-202૦મા થયો હતો 

1500 કરોડનું રોકાણ કરશે ઔસ્ટ્રેલિયા

એ વખતે કોવિડ સમસ્યા વચ્ચે PM મોદીનો કોઈ પણ વિદેશી નેતા સાથે આ પહેલો વર્ચ્યુઅલ શિખર સંમેલન હતો . તે શિખર સંમેલન દરમિયાન,સંબંધોને વ્યાપક રણનીતિની રીતે ભાગીદારી સુધી વધારવામાં આવ્યો હતો. આ પેકેજમાં ઓસ્ટ્રેલિયાઈ સરકાર નું અત્યાર સુધીનું આ સૌથી મોટું રોકાણ હતું. આ રોકાણમાં સ્વચ્છ ઓદ્યોગિકમાં 193 કરોડ રૂપિયા અને અક્ષય ઉર્જા ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે મહત્વપૂર્ણ ખનીજ સહયોગ શામેલ છે. જે આ ક્ષેત્રમાં ભારતની ક્ષમતાને વધુ મજબૂત કરશે 

ઓસ્ટ્રેલિયાને આવી આશા  

ઓસ્ટ્રેલિયા દેશના મહત્વપૂર્ણ ખનીજ -ખાણનાં ક્ષેત્રમાં ભારતીય રોકાણની આશાએ છે.આપને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયામાં વૈશ્વિક લિથિયમ ઉત્પાદનનો 55 ટકા હિસ્સો છે. આ ભારતના ઓટો સેકટરમાં મદદ કરી શકે છે.

લિથિયમથી સુધારશે અર્થ વ્યવસ્થા 
 ઉલ્લેખનીય છે કે, લિથિયમ જેવા મહત્વપૂર્ણ ખનીજ વૈશ્વિક અર્થ વ્યવસ્થાઓનો આધાર બને છે. અને તેનો ઉપયોગ ઇલેક્ટ્રિક કાર,સોલાર પેનલ,મોબાઈલનાં નિર્માણમાં કરવામાં આવે છે .ત્યાં સુધી કે, મહત્વપૂર્ણ ખનીજો માટે ચીન પર નિર્ભરતા ઓછી કરવા માટે આ પગલું ભરાશે 

આ ક્ષેત્રોમાં થશે રોકાણ 

આ સિવાય અંતરીક્ષમાં સહયોગ વધારવા માટે 136 કરોડ રૂપિયાની ઘોષણા કરાશે. ઓસ્ટ્રેલિયા ને ભારતના સંબંધો સ્થાપિત કરવા માટે 152 કરોડ રૂપિયા, સમાજ અને વ્યાવસાયિક સંબંધો વધારવા અને શિષ્યવૃત્તિ પર નજર રાખવા માટે ,વ્યાપાર,  કુશળતા, માટે 97 કરોડ રૂપિયાની પણ ઘોષણા કરાશે. 

આ સમિટ પહેલા ભારતમાં નિમાયેલા ઓસ્ટ્રેલિયાઈ ઉચ્ચાયુક્ત બૈરી ઓ ફારેલે કહ્યું કે, 'અમે આ મહિનાના અંત સુધી પહેલા ચરણના વ્યાપારી સમજૂતીઓ પર હસ્તાક્ષર થવા પર આશાવાદી છીએ'.

સંકળાયેલા મુદ્દાઓ

અંતરીક્ષ ઓસ્ટ્રેલિયા પ્રધાનમંત્રી ભારત રોકાણ લિથિયમ વર્ચ્યુઅલ બેઠક INDIA

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ