બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Independent MLA from Waghodia, Dharmendra Singh declared his support to BJP

રાજકારણ / 156 જ નહીં આટલા ધારાસભ્યોના ટેકા સાથે બનશે BJPની સરકાર: ત્રણ અપક્ષ MLAએ જાહેર કર્યો ટેકો

Published By: Malay

Last Updated: 03:24 PM, 11 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળની શપથવિધિ પહેલા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. બાયડ, વાઘોડિયા, ધાનેરાના અપક્ષ ધારાસભ્યો ભાજપમાં જોડાશે.

  • શપથવિધિ પહેલા અપક્ષ ધારાસભ્યોની યોજાઈ બેઠક
  • બાયડ, વાઘોડિયા, ધાનેરાના અપક્ષ ધારાસભ્યોની બેઠક યોજાઈ
  • ધવલસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને માવજી દેસાઈ જોડાશે ભાજપમાં

નવી સરકારની રચના પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ આજે બાયડ, વાઘોડિયા, ધાનેરાના અપક્ષ ધારાસભ્યોએ ગુપ્ત બેઠક યોજાઈ હતી. જે બેઠક પૂર્ણ થયા બાદ ત્રણેય ધારાસભ્યો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અપક્ષમાંથી ચૂંટણી જીતેલા ત્રણેય ધારાસભ્યો ભાજપમાં જોડાશે.

ચૂંટણી જીતેલા 3 અપક્ષ ધારાસભ્યો જોડાશે ભાજપમાં
બાયડ બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાશે. જ્યારે વાઘોડિયાથી જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ધાનેરાથી જીતેલા માવજી દેસાઈ પણ ભાજપમાં જોડાશે. આપને જણાવી દઈએ કે, આ ત્રણેય નેતાઓ ભાજપી છે, તેઓને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં ન આવતા અપક્ષ ચૂંટણી લડ્યા હતા. 

ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને ટેકો જાહેર કર્યો 
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પર ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપી હતી. જેના પગલે મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઝંપલાવ્યું હતું. કોંગ્રેસમાંથી સત્યજીત ગાયકવાડ ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે ધમેન્દ્રસિંહ વાઘેલા પણ અપક્ષ લડ્યા હતા. જેના પગલે મતો વહેંચાયા હતા જેનો ફાયદો અપક્ષ ઉમેદવારને થયો હતો અને ધમેન્દ્ર સિંહ વાઘેલા 77,905 મતે વિજય થયા હતા. ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલને 63,899 મતો મળ્યા હતા. શપથ લીધા પહેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. 

બાયડથી ધવલસિંહ ઝાલાની થઈ હતી જીત
તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં અરવલ્લીની બાયડ બેઠક ઉપર ધવલસિંહ ઝાલાની જીત થઈ હતી. મહત્વનું છે કે, ભાજપે તેમની ટિકિટ કાપતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક પર આ વખતે ખરા-ખરીનો જંગ ખેલાયો હતો. કારણ કે ભાજપે ધવલસિંહ ઝાલાનું પત્તુ કાપીને આ બેઠક પર ભીખીબેન પરમારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી હતી. ગુજરાતમાં સત્તા મેળવવા માટે તનતોડ મહેનત કરી રહેલી અને પ્રથમ વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડતી આમ આદમી પાર્ટીએ ચુનીભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ તમામને હરાવી દીધા હતા.

ધાનેરાથી માવજી દેસાઈ જીત્યા હતા 
ધાનેરા બેઠક પરથી ભાજપ દ્વારા ભગવાનજી ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસે નાથાભાઈ પટેલ અને AAPએ સુરેશ દાવડાને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપ દ્વારા ટિકિટ ન આપવામાં આવતા માવજી દેસાઈ અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ધાનેરા બેઠક પરથી માવજી દેસાઈ 35,696ની લીડથી જીત્યા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Dharmendrasinh Vaghela Dhavalsinh Jhala join bjp mavji desai અપક્ષ ધારાસભ્યો જોડાશે ભાજપમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધવલસિંહ ઝાલા માવજી દેસાઈ gujarat election result

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ