ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / ind vs eng suresh raina said rohit sharma in next ms dhoni using new players
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાએ હાલમાં જ રાંચીમાં રમાયેલ ટેસ્ટ સીરિઝની ચોથી મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું છે. ભારતે પાંચ મેચોની સીરિઝમાં 3-1થી અજેય જીત હાસિલ કરી લીધી છે. આ સીરિઝમાં વિરાટ કહોલી નથી રમી રહ્યા.
ADVERTISEMENT
કોહલી જેવા દિગ્ગજ પ્લેયરની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા નવા પ્લેયર્સની સાથે મેદાનમાં ઉતરી. પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ તેના માટે રોહિત શર્માના વખાણ કર્યા છે. રૈનાએ કહ્યું કે રોહિત ટીમ ઈન્ડિયાના નેક્સ્ટ ધોની છે.

ADVERTISEMENT
કેપ્ટન્સીની મહત્વની ભુમિકા
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ વગર રમાઈ રહી છે. આ ખેલાડીઓની ગેરહાજરીમાં યશસ્વી જાયસવાલ, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ અને આકાશદીપે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીઓના કારણે ટીમ ઈન્ડિયાએ જીત પણ નોંધાવી છે. તેમાં રોહિત શર્માની કેપ્ટન્સી પણ મહત્વની ભુમિકા રહી છે.
વધુ વાંચો: શું IPL નહીં રમે વિરાટ કોહલી? પૂર્વ દિગ્ગજ ક્રિકેટરના નિવેદનથી ખળભળાટ, ફેન્સ ટેન્શનમાં
ADVERTISEMENT

ADVERTISEMENT
રોહિત શાનદાર કેપ્ટન
એક રિપોર્ટ અનુસાર રૈનાએ કહ્યું, "તે નેક્સ્ટ એમએસ ધોની છે. તેમણે ખૂબ જ સારૂ પરફોર્મ કર્યું છે. તેમણે ધોનીની જેમ જ યુવા ખેલાડીઓને મોકો આપ્યો. હું ધોનીની કેપ્ટન્સીમાં ઘણી મેચ રમ્યો છું. સૌરવ ગાંગલીએ પણ ટીમને ખૂબ સપોર્ટ કર્યો હતો. ત્યાર બાદ ધોની ફ્રંટ પર આવ્યા. રોહિત પણ યોગ્ય દિશામાં ચાલી રહ્યા છે. તે શાનદાર કેપ્ટન છે."
સંકળાયેલા મુદ્દાઓ