બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કેન્સરથી બચવું હોય તો દૂધને ડાયટમાં સામેલ કરો, રિચર્સમાં મોટો ખુલાસો, માત્રા પણ જણાવી

હેલ્થ ટિપ્સ / કેન્સરથી બચવું હોય તો દૂધને ડાયટમાં સામેલ કરો, રિચર્સમાં મોટો ખુલાસો, માત્રા પણ જણાવી

Last Updated: 09:21 AM, 9 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ તમારા ડાયેટમાં દૂધનો નિયમિત રીતે સમાવેશ કરશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે. રોજ એક ગ્લાસ દૂધ પીવાથી આંતરડાના કેન્સરનું જોખમ 20% ઓછું થઈ શકે છે.

દૂધના ફાયદા તો આપણને બધાને ખબર જ છે. શરીરના હાડકાં માટે દૂધ જરૂરી છે તો અન્ય એક રિસર્ચમાં સામે આવ્યું છે કે રોજ ડાયેટમાં એક ગ્લાસ દૂધ નિયમિત રૂપે લેવાથી તે કેન્સર જેવી ગંભીર બીમારી સામે પણ રક્ષણ આપે છે. રિસર્ચ મુજબ રોજ એક ગ્લાસ દૂધ પીવાથી આંતરડાના કેન્સરનો ખતરો 20% સુધી ટાળી શકાય છે. આ શોધ કેન્સરના રોગ સામે લડવા માટે લેવાયેલ મહત્ત્વપૂર્ણ પગલું છે અને હેલ્થ એક્સપર્ટ પણ આને અમલમાં મૂકી રહ્યા છે.

એક મેડિસિન જર્નલમાં રિસર્ચનું પરિણામ પ્રકાશિત કરવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે દૂધમાં હાજર કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો આંતરડાની દિવાલોને મજબૂત બનાવે છે અને હાનિકારક તત્વોની અસર ઘટાડે છે. તો સાથે જ દૂધમાં રહેલું વિટામિન ડી શરીરના કોષોને કેન્સર થવાથી બચાવે છે. હાલ વિશ્વભરમાં આંતરડાના કેન્સરનું જોખમ વધી રહ્યું છે તેની સામે ખાસ ફાયદાકારક છે.

કેટલું દૂધ પીવું જોઈએ?

રિસર્ચ મુજબ રોજ 200-250 મિલી દૂધ પીવું જોઈએ. દિવસમાં આટલું દૂધ પીવાથી તે આંતરડાની સાથે હાડકાંને પણ મજબૂત બનાવે છે. જો કે રિસર્ચમાં એમ પણ કહ્યું છે કે દૂધનું સેવન સંતુલિત માત્રામાં જ કરવું જોઈએ કારણ કે વધુ માત્રામાં દૂધ પીવાથી શરીરમાં ચરબીનું સ્તર વધી શકે છે જે અન્ય બીમારીઓને નોતરે છે.

દૂધના અન્ય ફાયદા

દૂધ માત્ર કેન્સરના રોગ સામે જ રક્ષણ આપે છે એટલું જ નહીં પરંતુ પણ રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે. તેમાં રહેલું પ્રોટીન અને કેલ્શિયમ હાડકાં અને દાંતને મજબૂત કરે છે ઉપરાંત તે ત્વચાને સ્વસ્થ રાખે છે અને શરીરને દિવસભર ઉર્જાથી ભરપૂર રાખે છે.

વધુ વાંચો: સવારે જે સાંજે? કયા સમયે જીમમાં જવું વધારે ફાયદાકારક, હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણો

દૂધ કોણે પીવું જોઈએ?

નિષ્ણાતો કહે છે કે દરેક ઉંમરના લોકોએ પોતાના આહારમાં દૂધનો સમાવેશ કરવો જોઈએ. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને સ્ત્રીઓ માટે દૂધનું સેવન ખૂબ ફાયદાકારક છે. તે માત્ર કેન્સરને રોકવામાં જ નહીં પરંતુ અન્ય ઘણી બીમારીઓને પણ રોકવામાં મદદ કરે છે. જોકે, જે લોકોને લેક્ટોઝની એલર્જી હોય તે લોકોએ દૂધ પીતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ ઉપરાંત પણ જેનું વજન વધારે હોય તે લોકોએ અને હાર્ટની સમસ્યા હોય તેમણે ઓછા ફેટવાળું દૂધ પીવું જોઈએ.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cancer Milk Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ