બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Travel / In The Making A Gold Plated Idol Of Goddess Durga Worth Rs 20 Crore

નવરાત્રિ 2019 / 50 કિલો સોનું જડેલી આ છે નવરાત્રિની સૌથી મોંઘી મૂર્તિ, જાણો ક્યાં છે અને શું છે કિંમત?

Published By: Bhushita

Last Updated: 02:08 PM, 3 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુર્ગા પૂજાના પર્વમાં એકથી વધીને એક દુર્ગા માતાની પ્રતિમાઓ બનાવવામાં આવે છે. આવી અનેક પ્રતિમાઓ ચર્ચાનો વિષય પણ બને છે. પરંતુ આ વર્ષે એક દુર્ગાના પંડાલે દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાના ભક્તિમય માહોલની વચ્ચે કોલકત્તાની એક દુર્ગા ઉત્સવ સમિતિએ માતા દુર્ગાની મૂર્તિ પર 50 કિલો સોનું લગાવ્યું છે.

  • દુર્ગા પૂજા માટે બનાવવામાં આવી છે આ ખાસ મૂર્તિ
  • મૂર્તિ પર જડવામાં આવ્યું છે 50 કિલો સોનું
  • અંદાજે 20 કરોડના ખર્ચે બની છે આ દુર્ગામાતાની મૂર્તિ
  • મૂર્તિની સુરક્ષા માટે કરવામાં આવી છે ખાસ વ્યવસ્થા

દરેક ધર્મના લોકોને પોતાનો તહેવાર હોય છે. ભક્તો માતાજીનો તહેવાર ધામધૂમથી મનાવતા હોય છે. આ વર્ષે કોલકત્તામાં દુર્ગા પંડાલ માટે માતાજીની ખાસ મૂર્તિ બનાવવામાં આવી છે. 50 કિલો સોનું જડેલી આ મૂર્તિનું દુર્ગા પૂજામાં ખાસ મહત્વ રહેશે.

જાણો મૂર્તિની કિંમત

દુર્ગા માતાની મૂર્તિ અને પંડાલમાં જેટલું સોનું લગાવ્યું છે તેની કિંમત 20 કરોડ રૂપિયા જેટલી છે. સમિતિએ દાવો કર્યો છે કે આ વર્ષે નવરાત્રિમાં આ દેશની સૌથી મોંઘી મૂર્તિ હશે. 

આ રીતે કરાય છે મૂર્તિની સુરક્ષા

સંતોષ મિત્ર સ્ક્વાયરમાં બનેલા પંડાલમાં રાખવામાં આવેલી મૂર્તિ 13 ફીટ ઊંચી છે. તેની સુરક્ષામાં મોટી સંખ્યામાં પોલીસ રાખવામાં આવી છે. સોનાથી જડેલી દુર્ગા માતાની આ મૂર્તિ પર અનેક પ્રકારે નજર રાખવામાં આવી છે. 

સોનેથી જડેલી છે આ માતા દુર્ગાની મૂર્તિ - ફાઈલ ફોટો

માથાથી લઈને પગ સુધી સોનાથી મઢેલી છે મૂર્તિ

મળતી માહિતિ અનુસાર માતાને માથાથી લઈને પગ સુધી સોનાથી મઢવામાં આવ્યા છે. તેઓએ દાવો કર્યો છે કે આ નવરાત્રિમાં આ મૂર્તિ દેશની સૌથી મોંઘી મૂર્તિ હશે. માતાની સવારી સિંહ અને મહિષાસુરને પણ સોનાથી સજાવવામાં આવ્યા છે. સોનાથી સજેલા સિંહ અલગ છાપ છોડી રહ્યા છે અને લોકોને પ્રભાવિત કરી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

50 કિલો સોનું Dharma Gold plated Ma Durga Kolkatta Ma Durga Navratri 2019 Travel કોલકત્તા મા દુર્ગા Navratri 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ